For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મજૂરોની મદદ માટે સરકારે લીધુ મોટુ પગલુ, દેશભરમાં બનાવ્યા 20 કંટ્રોલ રૂમ

રમ મંત્રાલયના કામદારો અને મજૂરોના વેતન સંબંધિત મુદ્દાઓ અને અન્ય સમસ્યાઓના સમાધાન માટે દેશભરમાં 20 કંટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

પીએમ મોદીના એલાન બાદ દેશભરમાં લૉકડાઉન 3 મે સુધી લંબાવી દેવામાં આવ્યુ છે. આને જોતા શ્રમ મંત્રાલયના કામદારો અને મજૂરોના વેતન સંબંધિત મુદ્દાઓ અને અન્ય સમસ્યાઓના સમાધાન માટે દેશભરમાં 20 કંટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવ્યા છે. લૉકડાઉનનુ એલાન કરતા પીએમ મોદીએ કહ્યુ કે જ્યાં કોરોનાના કેસોમાં ઘટાડો થાય ત્યાં અમુક શરતો સાથે છૂટ આપવામાં આવી શકે છે.

coronavirus

લૉકડાઉનના કારણે એવા મજૂરો સામે સંકટ પેદા થઈ ગયુ છે. લૉકડાઉનના પહેલા તબક્કાના એલાન બાદ મોટી સંખ્યામાં મજૂરોનુ પલાયન થવા લાગ્યુ હતુ અને ત્યારે સરકારની ચિંતા વધી ગઈ હતી. એવામાં મજૂરો સાથે જોડાયેલી સમસ્યાઓને દૂર કરવા માટે કંટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવ્યા છે જે રાજદ્ય સરકારોસાથે સમન્વય સ્થાપિત કરીને પ્રવાસી મજૂરોની સમસ્યોએને ઘટાડવાની દિશામાં કામ કરશે.

કોઈ રીતની મુશ્કેલી હોવા પર મજૂર આ સેન્ટર્સનો સંપર્ક કરી શકે છે. શ્રમ મંત્રાલયે જણાવ્યુ કે આ 20 સેન્ટર્સના કામકાજનુ નિરીક્ષણ નિયમિત રીતે મુખ્યાલયા મુખ્ય શ્રમ અધિકારી દ્વારા કરવામાં આવી રહ્યુ છે. તમને જણાવી દઈએ કે લૉકડાઉનનો પહેલો તબક્કો આજે સમાપ્ત થઈ રહ્યો છે અને લૉકડાઉન 3 મે સુધી લંબાવી દેવામાં આવ્યુ છે.

આજે સવારે પીએમ મોદીએ લૉકડાઉનને 3 મે સુધી લંબાવવાનુ એલાન કર્યુ તો સાથે જ તેમણે કહ્યુ કે વધુ કડકાઈ કરવામાં આવશે. તેમણે અપીલ કરી અને કહ્યુ કે બધા લોકો પોતાના ઘરોમાં જ રહે. પીએમ મોદીએ કહ્યુ કે હૉટસ્પૉટ માટે બહુ સતર્ક રહેવુ પડશે. જે સ્થળોના હૉટસ્પૉટમાં ફેરવાવાની આશંકા છે તેના પર આપણ કડક નજર રાખવી પડશે. નવા હૉટસ્પૉટ બનવા, આપણા પરિશ્રમઅને આપણી તપસ્યા માટે પડકાર સમાન હશે.

આ પણ વાંચોઃ ઓરિસ્સામાં બીજા તબક્કાનુ લૉકડાઉન બન્યુ સરળ, આ કામોમાં મળશે વિશેષ છૂટઆ પણ વાંચોઃ ઓરિસ્સામાં બીજા તબક્કાનુ લૉકડાઉન બન્યુ સરળ, આ કામોમાં મળશે વિશેષ છૂટ

English summary
lockdown: Ministry of Labour set up 20 control rooms to address wage-related grievances of workers
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X