સર્વે: રાજસ્થાનમાં થઇ શકે છે કોંગ્રેસના સૂપડાં સાફ

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 4 એપ્રિલ: શું વસુંધરા રાજે રાજસ્થાનમાં વિધાનસભાની પોતાની શાનદાર જીતને લોકસભાની જીતમાં ફરી દોહરાવી શકશે. આખરે આ રાજ્યમાં મોદીની કેવી હવા છે. સીએસડીએસ દ્વારા કરવામાં આવેલા ખાસ સર્વેમાં જોઇએ રાજસ્થાનનું રાજકારણ શું કહે છે.

રાજસ્થાનની વિધાનસભાની ચૂંટણીઓની વાત કરીએ તો ભાજપે અહીં વસુંધરા રાજેના નેતૃત્વમાં જોરદાર વાપસી કરી હતી અને અશોક ગહેલોતની સરકારને લાંબા અંતરથી હરાવ્યા હતા. ભાજપે અહીં લગભગ 160 વધારે બેઠકો પર ભગવો લહેરાવ્યો હતો. એના પરથી એવું સ્પષ્ટપણે કહી શકાય છે કે રાજસ્થાનમાં હાલમાં સંપૂર્ણપણે કોંગ્રેસ વિરોધી જુવાળ ચાલી રહ્યો છે. અને વિધાનસભાના પરિણામને જોતા એવું કહી શકાય કે લોકસભાના પરિણામ પણ અહીં ભાજપ તરફી જ રહેશ.

આવો જોઇએ રાજસ્થાનનો સર્વે, તેમાં શું કહે છે લોકતંત્ર....

bjp
રાજસ્થાનમાં કઇ પાર્ટીને કેટલાં વોટ?
સર્વે અનુસાર ભાજપને સૌથી વધારે 55 વોટ મળવાની સંભાવના છે. ત્યારબાદ 32 ટકા વોટ કોંગ્રેસને, 3 ટકા વોટ બસપાને અને 4 ટકા વોટ આપના ફાળે જાય તેવી સંભાવના છે.

રાજસ્થાનમાં કોને કેટલી બેઠકો
અત્રે નોંધનીય છે કે રાજસ્થાનમાં કુલ 25 લોકસભા બેઠકો છે. સર્વે અનુસાર ભાજપને 21થી 25 બેઠકો મળી શકે છે. જ્યારે કોંગ્રેસને 0થી 2 જ બેઠકો અને અન્યને પણ 0થી 2 બેઠકો મળવાનું અનુમાન છે.

English summary
Lok Sabha Election 2014: Survey says congress will clean from Rajasthan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X