For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોકસભા ચૂંટણી 2014 : કોની સરકારથી કઇ કંપનીને થશે લાભ?

|
Google Oneindia Gujarati News

દેશમાં આવતા વર્ષે આવી રહેલી લોકસભા ચૂંટણી 2014માં શું પરિણામ આવે છે અને કોની સરકાર બને છે તે અંગે માત્ર રાજકારણીઓ અને સામાન્ય જનતા ની જ નહીં પણ દેશના અગ્રણી ઉદ્યોગ ગૃહોની પણ મીટ મંડાયેલી છે. કારણ છે કંપનીઓ અને સરકારો વચ્ચેની સાંઠગાંઠ. દેશના સૌથી મોટા રાજકીય પક્ષો કોંગ્રેસ અને ભાજપ લોકસભાની ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર અત્યારથી લગાવી રહ્યા છે.

લોકસભા ચૂંટણી 2014ના ચૂંટણીના પરિણામ ક્યા પક્ષની તરફેણમાં રહેશે અને કયા પક્ષની વિરુદ્ધમાં રહેશે તેનો કયાસ અત્યારથી વિવિધ સર્વે એજન્સીઓએ લગાવવાનું શરૂ કરી દીધું છે. વાત આટલેથી અટકી નથી. પણ હવે એક નવા પ્રકારનો સર્વે થયો છે. જેમાં આગામી ચૂંટણીમાં કયા પક્ષને વધુ બેઠકો મળવાને કારણે અથવા કયા પક્ષની સરકાર બનવાને કારણે કઈ કોર્પોરેટ કંપનીઓને સૌથી વધુ ફાયદો થશે તેનો કયાસ પણ બ્રોકરેજ હાઉસો લગાવી રહ્યાં છે. આવો જાણીએ શું છે સર્વે એજન્સીનો રિપોર્ટ...

કોણે તૈયાર કર્યો રસપ્રદ રિપોર્ટ?

કોણે તૈયાર કર્યો રસપ્રદ રિપોર્ટ?


લોકસભા ચૂંટણી 2014માં કોની સરકાર બની તો કઇ કંપનીઓને ફાયદો થશે એવો રસપ્રદ રિપોર્ટ સીએલએસએ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.

ભાજપની સરકારથી કોને ફાયદો?

ભાજપની સરકારથી કોને ફાયદો?


રિપોર્ટ મુજબ લોકસભા ચૂંટણી 2014માં ભાજપને વધુ સીટો મળશે અને ભાજપની સરકાર આવશે તો સરકારી બેન્કોને વધુ ફાયદો થશે. તેમાં પણ ખાસ કરીને એસબીઆઈ, પીએનબીને ફાયદો થશે. એટલું જ નહીં ટાટા પાવર, એનટીપીસી, એલએન્ડટીને પણ ફાયદો થશે. અદાણી જૂથની કંપનીઓને પણ ભાજપ સરકાર આવશે તો ફાયદો થશે.

કોંગ્રેસની સરકારથી કોને બખ્ખમબખ્ખાં?

કોંગ્રેસની સરકારથી કોને બખ્ખમબખ્ખાં?


રિપોર્ટમાં જણાવ્યું છે કે આગામી સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર બનશે તો ઈન્ફર્મેશન ટેક્નોલોજી સેક્ટરની અગ્રણી કંપની ટીસીએસ, વિપ્રોને ફાયદો થશે. ઉપરાંત એચસીએલ ટેકનોલોજી કંપનીને પણ ફાયદો થશે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તથા ટાટા મોટર્સ અને ફાર્માસ્યુટિકલ સેક્ટરની અગ્રણી કંપની લ્યુપિનને પણ કોંગ્રેસ શાસનમાં ફાયદો થશે.

ત્રીજા મોરચાથી કઇ કંપનીને તાગડધિન્ના?

ત્રીજા મોરચાથી કઇ કંપનીને તાગડધિન્ના?


સીએલએસએના રિપોર્ટમાં જણાવ્યા મુજબ જો ત્રીજા મોરચાની સરકાર આવશે તો ઈન્ફોસિસ, ટીસીએસ, વિપ્રો, એચસીએલ ટેકનોલોજી સહિત આઈટી કંપનીઓને ફાયદો થશે. એટલું જ નહીં ઝી ગ્રૂપ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, આઈસી-આઈસીઆઈ બેન્ક, હીરો મોટો, બજાજ ઓટો જેવી કંપનીઓને ફાયદો થાય તેવી શક્યતા વધુ છે.

કોર્પોરેટ સેક્ટર કોંગ્રેસથી નાખુશ

કોર્પોરેટ સેક્ટર કોંગ્રેસથી નાખુશ


માર્કેટ એક્સપર્ટ્સના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસ શાસિત યુપીએ સરકારના હાલના શાસનમાં જોવા મળી રહેલી આર્થિક ગતિવિધિઓ સામે કોર્પોરેટ સેક્ટર ખફા છે. કારણ કે કોંગ્રેસના શાસનમાં ડોલર સામે રૂપિયો વિક્રમી નીચી સપાટીએ પહોંચી ગયો હતો. પર્યાવરણ તથા સરકારની નીતિઓના પગલે કરોડો રૂપિયાના રોકાણ પ્રોજેક્ટ અટવાયેલા પડ્યા છે.

ભાજપ માટે ઉજળા સંકેતો

ભાજપ માટે ઉજળા સંકેતો


આર્થિક જગતના જાણકારોનું કહેવું છે કે અસ્પષ્ટ આર્થિક નીતિને કારણે વિદેશી રોકાણકારો પણ દેશમાં રોકાણ કરતાં ખચકાટ અનુભવે છે અને તેના કારણે આગામી સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસ કરતા ભાજપની વિનિંગ પોઝિશન વધુ જોરમાં છે.

English summary
Lok Sabha Election 2014 : Which company will benefit most with which government?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X