Lok Sabha Election 2024 : રાહુલ ગાંધી સાથે લગ્ન મુદ્દે અદિતિ સિંહે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું?
ઉત્તર પ્રદેશથી ધારાસભ્ય અદિતિ સિંહ આ દિવસોમાં બીજેપીમાં છે. કોંગ્રેસ છોડીને બીજેપીમાં આવેલી અદિતિએ રાહુલ ગાંધી સાથેના તેના લગ્ન વિશેની વાતો વિશે મૌન તોડ્યુ છે.
ઉત્તર પ્રદેશના રાયબરેલીથી ધારાસભ્ય અદિતિ સિંહ લોકસભા ચૂંટણી-2024 માટે પ્રચારમાં વ્યસ્ત છે. અદિતિ સિંહે પત્રકાર એક ઈન્ટરવ્યુમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે લગ્નની વાતચીત અંગે ખુલ્લીને વાત કરી છે.

આ ઈન્ટરવ્યુમાં અદિતિ સિંહે માત્ર રાહુલ ગાંધી જ નહીં પરંતુ પ્રિયંકા ગાંધી અને તેમના પતિ રોબર્ટ વાડ્રા વિશે પણ પ્રતિક્રિયા આપી છે.
કોંગ્રેસમાં રહીને અદિતિ સિંહે 2017માં પોતાની પહેલી ચૂંટણી લડી હતી અને ધારાસભ્ય બની હતી. આ દરમિયાન તેણી રાહુલ ગાંધીને પ્રથમ વખત મળી હતી. અદિતિ 2021માં ભાજપમાં જોડાઈ હતી.
મીડિયામાં એવા અહેવાલો આવ્યા હતા કે અદિતિ સિંહ અને રાહુલ ગાંધી લગ્ન કરવા જઈ રહ્યા છે. જો કે અદિતિ સિંહે તે સમયે પણ આ વાતને ફગાવી દીધી હતી.
હવે તેણીએ ફરી કહ્યું છે કે કેવી રીતે રાહુલ ગાંધી સાથે તેના લગ્નના સમાચાર મીડિયામાં આવ્યા બાદ તેણે રાજકારણ છોડવાનો નિર્ણય લીધો હતો.
અદિતિ સિંહે કહ્યું કે, આ બધી વાતો ત્યારે શરૂ થઈ જ્યારે મીડિયા રાહુલ ગાંધી સાથે મારા લગ્ન વિશે વાત કરી રહ્યું હતું. જ્યારે આ અફવાઓ ચાલી રહી હતી. હું ખૂબ જ અસ્વસ્થ થઈ ગઈ અને મેં રાજકારણ છોડવાનું મન બનાવી લીધું.
અદિતિ સિંહે કહ્યું કે, 2017માં ચૂંટણી જીત્યા બાદ રાહુલ ગાંધીએ મને પૂછ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસના કેટલા ધારાસભ્યો છે, તે સમયે મેં વિચાર્યું હતું કે હું કઈ પાર્ટીમાં જોડાઈ ગઈ છું.
અદિતિ સિંહને પૂછાયુ કે પ્રિયંકા ગાંધીએ તેમના પૂર્વ પતિ અંગદ સિંહની ટિકિટ રદ કરી છે, કારણ કે તેણાીએ કોંગ્રેસ છોડી દીધી. આના જવાબમાં અદિતિ સિંહે કહ્યું કે, હા, એવું થયું. સ્ત્રી હોવાની કિંમત ચૂકવવી પડે છે.
From being a young MLA from #Raebareli, following in the footsteps of her father, to rebelling against her then party #Congress, to now being a #BJP leader- @AditiSinghRBL has had quite a political journey. She discusses this& more on the newest episode of #InsideOut with @bdutt! pic.twitter.com/XeeBgnfFsa
— Mojo Story (@themojostory) April 13, 2024
રાજનીતિમાં મહિલાઓની ભૂમિકા પર અદિતિ સિંહે કહ્યું કે, અહીં ઘણી વસ્તુઓ થાય છે, તે એક ફિલ્મ જેવી લાગે છે. હા, પરંતુ એક મહિલા તરીકે અનેક પડકારોનો સામનો કરવો પડે છે.
જણાવી દઈએ કે અદિતિ સિંહે રાહુલ ગાંધી સાથેના લગ્નની અફવાઓને ફગાવી દીધી અને કહ્યું હતું કે અમારી વચ્ચે ભાઈ-બહેન જેવો સંબંધ છે.












Click it and Unblock the Notifications
