For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોકસભા ચૂંટણીના પરિણામો જોઈને કોંગ્રેસ નેતાને આવ્યો હાર્ટ એટેક, થયુ મોત

કોંગ્રેસની હારને મધ્ય પ્રદેશના સીહોર જિલ્લાના કોંગ્રેસ અધ્યક્ષ રતન સિંહ ઠાકુર સહન કરી શક્યા નહિ અને તેમનુ હાર્ટ એટેકથી મોત થઈ ગયુ.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણી 2019ના પરિણામો સામે આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટી સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી તો કોંગ્રેસ વિધાનસભા ચૂંટણીની પોતાની જીતને જાળવી શકી નહિ અને ખરાબ રીતે હારી ગઈ. કોંગ્રેસની આ હારને મધ્ય પ્રદેશના સીહોર જિલ્લાના કોંગ્રેસ અધ્યક્ષ રતન સિંહ ઠાકુર સહન કરી શક્યા નહિ. સીહોર મતગણતરી કેન્દ્ર પર રતનસિંહનુ હાર્ટ એટેકથી મોત થઈ ગયુ.

આ પણ વાંચોઃ ભાજપની જીત સાથે સોશિયલ મીડિયા પર છવાયા ફની મીમ્સ, જુઓ PICSઆ પણ વાંચોઃ ભાજપની જીત સાથે સોશિયલ મીડિયા પર છવાયા ફની મીમ્સ, જુઓ PICS

કોંગ્રેસની હાર જોઈ કોંગ્રેસ નેતાને આવ્યો હાર્ટ એટેક

કોંગ્રેસની હાર જોઈ કોંગ્રેસ નેતાને આવ્યો હાર્ટ એટેક

સીહોર જિલ્લાના કોંગ્રેસ અધ્યક્ષ રતન સિંહ ઠાકુર મતગણતરી કેન્દ્ર પર મતોની ગણતરી જોવા પહોંચ્યા હતા પરંતુ અચાનક તે બેભાન થઈને પડી ગયા. તે પોતાના સાથીઓ સાથે મત ગણતરી કેન્દ્ર પર આવ્યા હતા પરંતુ જ્યારે તેમણે પરિણામ જોયા તો ખુરશી પર પડી ગયા.

પરિણામ જોઈને કોંગ્રેસ નેતાનું મોત

પરિણામ જોઈને કોંગ્રેસ નેતાનું મોત

કોંગ્રેસ નેતાની તબિયત બગડતા તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા પરંતુ તેમનુ મોત થઈ ગયુ હતુ. ચૂંટણી પરિણામો કોંગ્રેસ માટે ચોંકાવારા છે. ઘણા મોટા કોંગ્રેસ નેતાઓની સાખ દાવ પર લાગી છે. અત્યાર સુધીના ચૂંટણી પરિણામોમાં કોંગ્રેસના ઘણા દિગ્ગજ નેતા હારની કગાર પર પહોંચી ચૂક્યા છે.

ભાજપે મેળવી ઐતિહાસિક જીત

ભાજપે મેળવી ઐતિહાસિક જીત

લોકસભા ચૂંટણી 2019ના અત્યાર સુધીના પરિણામોમાં ભાજપે મોટી બાજી મારી છે. સમાચાર લખાવા સુધી એનડીએના ખાતામાં 349 સીટો આવતી દેખાઈ રહી છે. જ્યારે કોંગ્રેસ 85 સીટો પર આગળ છે. ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે. અત્યાર સુધીના ચૂંટણી પરિણામોમાં ભાજપે એકલા પોતાના દમ પર બહુમતનો આંકડો મેળવી લીધો છે. જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાની પારંપરિક સીટ અમેઠી બચાવવા માટે આકરી મહેનત કરવી પડી રહી છે.

English summary
Lok Sabha election Results 2019: Congress Leader Died at Counter Centre after Congress Defeat in Sehore.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X