For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીની સુનામીમાં પણ ન હલ્યો કોંગ્રેસનો આ દિગ્ગ્જ નેતા, પહેલા કરતાં વધુ સીટો અપાવી

લોકસભાની ચૂંટણીમાં, ભારતીય જનતા પાર્ટીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ઐતિહાસિક જનાદેશ પ્રાપ્ત કર્યો છે.

|
Google Oneindia Gujarati News

લોકસભાની ચૂંટણીમાં, ભારતીય જનતા પાર્ટીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ઐતિહાસિક જનાદેશ પ્રાપ્ત કર્યો છે. એનડીએએ 542 માંથી 352 બેઠકો પર જીતી હાંસલ કરી છે. લોકસભાની ચૂંટણીમાં ઉત્તર, મધ્ય અને પૂર્વીય ભારતમાં 'મોદી તરંગ' માં પણ કોંગ્રેસએ પંજાબમાં 13 બેઠકોમાંથી 8 બેઠકો પર જીત મેળવી છે. આ જીતથી ન માત્ર પક્ષને મોટી રાહત મળી છે, પરંતુ પંજાબમાં એક નેતાના રાજકીય કદમાં જબરજસ્ત વિકાસ થયો છે.

આ પણ વાંચો: મોદી લહેર હોવા છતાં બળાત્કારના ફરાર આરોપીએ ભાજપના ઉમેદવારને હરાવ્યા

પંજાબમાં કોંગ્રેસ 8 બેઠકો જીતી

પંજાબમાં કોંગ્રેસ 8 બેઠકો જીતી

પંજાબમાં, અમરિન્દર સિંહના નેતૃત્વ હેઠળ કોંગ્રેસએ 13 માંથી 8 બેઠકો પર જીત મેળવી છે. પાર્ટીએ મિશન-13 હેઠળ પંજાબમાં ઘણો પ્રચાર કર્યો હતો અને અમરિન્દર સિંહે કેપ્ટનની ભૂમિકા ખૂબ જ સારી નિભાવી હતી. પંજાબ કોંગ્રેસમાં મતભેદો વચ્ચે અમરિન્દર સિંહના નેતૃત્વમાં પાર્ટી 8 બેઠકો પર જીત મેળવવામાં સફળ રહી છે. આ બધું ત્યારે થઈ રહ્યું હતું જ્યારે 17 રાજ્યોમાં કોંગ્રેસ જીત મેળવવા માટે તરસી રહી હતી. દિલ્હી, હરિયાણા, રાજસ્થાન અને બિહારમાં દરેક જગ્યાએ કોંગ્રેસને હારનો સામનો કરવો પડી રહ્યો હતો. પરંતુ પંજાબમાં આ કોંગ્રેસના કેપ્ટનએ પાર્ટીની બેઠકોની સંખ્યાને 3 થી 8 સુધી પહોંચવામાં મોટી ભૂમિકા ભજવી હતી. મોદી લહેરની વચ્ચે પંજાબમાં કોંગ્રેસે ભારે પ્રદર્શન કર્યું છે.

2014 માં કોંગ્રેસે ફક્ત ત્રણ બેઠકો જીતી હતી

2014 માં કોંગ્રેસે ફક્ત ત્રણ બેઠકો જીતી હતી

2014 ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે 3 બેઠકો જીતી, જ્યારે બીજેપીને 2, અકાલીને 4 મળી અને આમ આદમી પાર્ટીને 4 બેઠકો પર જીત મળી હતી. આ ચૂંટણીમાં અકાલી દળ-ભાજપના ગઠબંધનને ચાર બેઠકો મળી અને આમ આદમી પાર્ટીને માત્ર એક બેઠક મળી છે. અમૃતસરના કેન્દ્રીય પ્રધાન તથા ભાજપના ઉમેદવાર હરદીપ સિંહ પુરીને કોંગ્રેસના ગુરજીત સિંહ ઔજલાએ લગભગ એક લાખ વોટોથી હરાવી બીજેપીની આ સીટને જીતવાના પ્રયત્નો પર પાણી ફેરવી દીધું.

બીજેપીને ફક્ત 2 બેઠકો પર જીત મળી

બીજેપીને ફક્ત 2 બેઠકો પર જીત મળી

આ ચૂંટણીમાં અમરિન્દર સિંહ અને સિદ્ધુ વચ્ચેનો વિવાદ પણ સામે આવ્યો હતો જ્યારે ભૂતપૂર્વ ક્રિકેટરે કેપ્ટન અમરિન્દર સિંહ પર ફ્રેન્ડલી મેચ રમવા વાળી ટિપ્પણી કરી હતી. પંજાબની 13 લોકસભાની બેઠકોમાં નવોજતસિંહ સિદ્ધુએ બઠિંડા અને ગુરદાસપુરમાં અભિયાન ચલાવ્યું હતું. કોંગ્રેસને આ બંને બેઠકો પર હાર મળી છે. કેપ્ટનએ કહ્યું હતું કે કોંગ્રેસને આ નિવેદનનુ પરિણામ ભોગવવું પડ્યું. અમરિન્દર સિંહ કોંગ્રેસ હાઈકમાં સામે પ્રચાર દરમિયાન સિદ્ધુના નિવેદનોના મુદ્દા ઉઠાવશે જેનાથી પાર્ટીને નુકશાન થયું.

English summary
lok sabha election results 2019: congress manages to win more seats in modi wave in punjab
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X