For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી લહેર હોવા છતાં બળાત્કારના ફરાર આરોપીએ ભાજપના ઉમેદવારને હરાવ્યા

મોદી લહેર હોવા છતાં બળાત્કારના ફરાર આરોપીએ ભાજપના ઉમેદવારને હરાવ્યા

|
Google Oneindia Gujarati News

ઉત્તર પ્રદેશની ઘોસી લોકસભા સીટ પર બસપા ઉમેદવાર અતુલ રાયે જીત હાંસલ કરી છે. તેણે ભાજપના ઉમેદવાર સાંસદ હરિનારાયણ રાજભરને 1,22,018 વોટથી હરાવ્યા. અતુલ રાયની જીત બાદ બસપા કાર્યકર્તાઓએ જશ્ન તો મનાવ્યું પણ આ જશ્નમાં અતુલ રાય હાજર નહોતા રહ્યા. જણાવી દઈએ કે અતુલ રાય પર રેપનો આરોપ લાગ્યો છે અને તે કેટલાય દિવસોથી ફરાર છે. યૂપી કૉલેજની એક પૂર્વ વિદ્યાર્થિનીએ આરોપ લગાવ્યો છે કે પત્ની સાથે મળવાના બહાને અતુલ રાય તેને પોતાના ઘરે લઈ ગયો અને ત્યાં મોકાનો ફાયદો ઉઠાવી તેની સાથે રેપ કર્યો હતો. પીડિતાએ એમ પણ આરોપ લગાવ્યો છે કે અતુલ રાયે તેને કોઈને પણ બતાવવા પર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વિદ્યાર્થિનીની ફરિયાદ પર ન્યાયિક મેજિ્ટ્રેટે અતુલ રાયની ધરપકડના આદેશ આપ્યા છે. પરંતુ ત્યારથી જ તે ફરાર છે. જામીન માટે અતુલ રાય હાઈકોર્ટ ગયો હતો પણ તેને જામીન ન મળ્યા.

દિગ્ગજોએ કર્યો હતો પ્રચાર

દિગ્ગજોએ કર્યો હતો પ્રચાર

બ,પા નેતા અતુલ રાય પર ભલે રેપનો આરોપ લાગ્યો હોય, પરંતુ તે ફરાર હોવા છતાં ચૂંટણી પ્રચારમાં કેટલાય દિગ્ગજ નેતાઓ પહોંચ્યા. અતુલ સિંહના બચાવમાં માયાવતી પણ આગળ આવી હતી. તેમણે કહ્યું હતું કે તેમના ઉમેદવારોને બદનામ કરવા માટે ભાજપ ષડયંત્ર રચી રહ્યું છે. જોવામાં આવે તો ઉત્તર પ્રદેશમાં બીએસપી અને એસપીના જાતીય સમીકરણ અતુલ સિંહના પક્ષમાં જોવા મળી રહ્યાં છે. કેમ કે ઘોસી સીટ પર 3.5 લાખ જાટવ અને બે લાખ યાદવ છે તથા ચાર લાખ સવર્ણ અને અન્ય બિન જાટાવ-દલિત જાતિઓ પણ છે. માટે કહવામાં આવી રહ્યું હતું કે જાતીય સમીકરણને જોતા આ સીટ પર ગઠબંધનના ઉમેદવારને મોટું મર્થન મળવું નક્કી હતું.

પોલીસ દરોડા

પોલીસ દરોડા

જણાવી દઈએ કે બસપા નેતા અતુલ સિંહની ધરપકડ કરવા માટે પોલીસે તેમના ઘરે રેડ પાડી હતી, પરંતુ અતુલ રાય સિંહનો કોઈ પતો ન લાગ્યો. જણાવવામાં આવે છે કે બસપાથી ટિકિટ મળ્યા બાદ અતુલ સિંહ ચૂંટણી પ્રચાર કરતા રહ્યા પરંતુ થોડા દિવસો બાદ તેઓ ગાયબ થઈ ગયા.

શું છે સમગ્ર મામલો

શું છે સમગ્ર મામલો

મીડિયા રિપોર્ટ્સ મુજબ અતુલ પર એપ્રિલમાં વારાણસીમાં ભણતી વિદ્યાર્થિનીએ આરોપ લગાવ્યો હતો કે અતુલ રાય પોતાની પત્ની સાથે મળાવવાના બહાને વિદ્યાર્થિનીને તેના ઘરે લઈ ગયો અને ત્યાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. અતુલ રાયે આ આરોપોનું ખંડન કર્યું, જો કે આ મામલે 1લી મેના રોજ કેસ નોંધવામાં આવ્યો હતો.

આ ચૂંટણી કોંગ્રેસ નહીં, પરંતુ જનતા હારી છે: હાર્દિક પટેલ આ ચૂંટણી કોંગ્રેસ નહીં, પરંતુ જનતા હારી છે: હાર્દિક પટેલ

English summary
rape accused won lok sabha election fro uttar pradesh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X