Lok Sabha Election Results 2024: આ ચૂંટણીમાં આખરે કેટલા મુસ્લિમ ઉમેદવારો જીત્યા?
Lok Sabha Election Results 2024: ચૂંટણીના પરિણામો આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટી ફરી એકવાર કેન્દ્રમાં સતત ત્રીજી વખત સરકાર બનાવવા જઈ રહી છે. ભાજપે 240 સીટો જીતી છે. જોકે, પાર્ટી બહુમતીના જાદુઈ આંકડાથી 32 બેઠકો દૂર રહી હતી.
પરંતુ સહયોગી દળોની મદદથી એનડીએ બહુમતના આંકને પાર કરી ગયું છે. કોંગ્રેસની વાત કરીએ તો, પાર્ટીએ 99 બેઠકો જીતી છે, 2019ની ચૂંટણીની સરખામણીમાં તેની બેઠકોની સંખ્યા લગભગ બમણી છે.

543માંથી 15 મુસ્લિમ ઉમેદવારો જીત્યા
લોકસભાની કુલ 543 બેઠકોમાંથી મુસ્લિમ ઉમેદવારોએ 15 બેઠકો જીતી છે. જેમાં ભારતીય ક્રિકેટર યુસુફ પઠાણ પણ સામેલ છે. જેમણે બહેરામપુરમાં કોંગ્રેસના અધીર રંજન ચૌધરીને હરાવ્યા છે.
78 મુસ્લિમ ઉમેદવારો મેદાનમાં
આ વખતે કુલ 78 મુસ્લિમ ઉમેદવારો મેદાનમાં હતા, જ્યારે 2019ની ચૂંટણીમાં 115 મુસ્લિમ ઉમેદવારોએ ચૂંટણી લડી હતી. કોંગ્રેસના ઉમેદવાર ઈમરાન મસૂદ યુપીના સહારનપુરથી 64542 મતોના માર્જીનથી જીત્યા છે. જ્યારે સપાના ઇકરા ચૌધરીએ કૈરાનાથી બીજેપીના પ્રદીપ કુમારને 69116 વોટથી હરાવ્યા છે.
ઓવૈસીએ માધવી લતાને હરાવ્યા
અસદુદ્દીન ઓવૈસી ફરી એકવાર હૈદરાબાદથી જીતવામાં સફળ થયા છે અને તેમણે ભાજપના ઉમેદવાર માધવી લતાને 338087ના અંતરથી હરાવ્યા છે.
ઓમર અબ્દુલ્લા હાર્યા
લદ્દાખમાં અપક્ષ ઉમેદવાર મોહમ્મદ હનીફા 27862 મતોની સરસાઈથી જીત્યા. જમ્મુ અને કાશ્મીરના બારામુલાથી અન્ય એક અપક્ષ ઉમેદવાર અબ્દુલ રશીદ શેખે પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાને હરાવી જીત મેળવી છે. રાશિદ શેખને 4.7 લાખ મત મળ્યા છે.
યુપીમાં પણ મુસ્લિમ સાંસદ
યુપીમાં પણ સપાના મુસ્લિમ સાંસદ મોહિબુલ્લા ઉત્તર પ્રદેશની રામપુર સીટ પરથી જીત્યા છે, તેમને 481503 વોટ મળ્યા છે. જ્યારે ઝિયાઉર રહેમાન સંભલથી 1.2 લાખ મતોથી જીત્યા છે.
મહેબૂબા મુફ્તી હાર્યા
મિયાં અલ્તાફ અહેમદે નેશનલ કોન્ફરન્સની ટિકિટ પર જમ્મુ-કાશ્મીરની અનંતનાગ-રાજૌરી સીટ જીતી છે. તેમણે જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીને હરાવ્યા છે. શ્રીનગરના NC ઉમેદવાર આગા સૈયદ રૂહલ્લા મહેંદીએ પણ 3.56 લાખથી વધુ મત મેળવ્યા અને જીત મેળવી.
યુસૂફ પઠાણ જીત્યા
યુસુફ પઠાણે પશ્ચિમ બંગાળની બહેરામપુર સીટ પરથી છ વખતના સાંસદ અધીર રંજનને 85 હજારથી વધુ મતોથી હરાવ્યા. કોંગ્રેસની આગેવાની હેઠળના ઈન્ડિયા બ્લોકને 231 બેઠકો મળી છે. જ્યારે ભાજપની આગેવાની હેઠળના એનડીએને 295 બેઠકો મળી છે.
આ પહેલીવાર છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંપૂર્ણ બહુમતી વિના ભાજપની સરકાર ચલાવશે. તે તેમના સાથીદારોના સમર્થન પર નિર્ભર રહેશે. 2014માં ભાજપે 282 સીટો જીતી હતી જ્યારે 2019માં 303 સીટો પર જીત મેળવી હતી.












Click it and Unblock the Notifications
