For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોકસભા ચૂંટણી 2014 : કોંગ્રેસ કેવા વિકલ્પોનો સહારો લેશે?

|
Google Oneindia Gujarati News

ભાજપ, કોંગ્રેસ, યુપીએ, એનડીએ, નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધીના નામની ચર્ચાઓ પૂર જોશમાં ચાલી રહી છે. લોકસભા ચૂંટણી 2014 અને એ પહેલા પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી જીતવાની તૈયારીઓ ચાલી રહી છે. લોકસભા ચૂંટણીઓ જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ આ ચૂંટણીઓ કયા મુદ્દાઓ પર લડવામાં આવશે તે સ્પષ્ટ થઇ રહ્યું છે. ચૂંટણી મુદ્દાઓની વર્તમાન સ્થિતિ સૂચવે છે કે આ વખતની ચૂંટણીઓ મુખ્યત્વે બે મુદ્દાઓ પર કેન્દ્રીત રહેશે. એક મુદ્દો છે મોંઘવારી અને બીજો મુદ્દો છે સાંપ્રદાયિકતા.

મોંઘવારીનો પ્રશ્ન છેલ્લા ઘણા વર્ષથી ચર્ચામાં છે જ્યારે સાંપ્રદાયિકતાનો મુદ્દો ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં ફાટી નીકળેલા રમખાણો બાદ ફરીથી લાઇમલાઇટમાં આવી ગયો છે. જેના કારણે તમામ રાજકીય પક્ષોએ આ બે મુદ્દો પોતાની સ્થિતિનું આકલન નવેસરથી કરવાનું શરૂ કરવાની ફરજ પડી છે. મુઝફ્ફરનગરના કોમી રમખાણોએ કોંગ્રેસ અને ભાજપ જેવા દેશના સૌથી મોટા રાજકીય પક્ષોની ગણતરીઓ ઉંધી પાડી દીધી છે. આ અતિસંવેદનશીલ મુદ્દા પર બંનેમાંથી એક પણ પાર્ટી જોખમ લેવા તૈયાર નથી. આવી સ્થિતિમાં કોંગ્રેસ માટે કયા વિકલ્પો છે જે તેને મદદ કરી શકે એમ છે, હજી કેવા પ્રશ્નો તેને નડશે તે આવો જાણીએ...

સર્વે પર વિશ્વાસ કરીએ તો...

સર્વે પર વિશ્વાસ કરીએ તો...


છેલ્લા 4 મહિનાની વાત કરીએ તો આ સમયગાળામાં અનેક પ્રિપોલ સર્વે આવ્યા જેમાં મોટા ભાગના સર્વેમાં ભાજપનું પલડું ભારે અને કોંગ્રેસનું પલડું હલકું દર્શાવવામાં આવ્યું. ભાજપને 165થી 170 બેઠકો મળતી હતી જ્યારે કોંગ્રેસ માટે સ્થિતિ વર્ષ 2009 કરતા વધારે બદતર હોવાનું દર્શાવાઇ રહ્યું છે. વર્ષ 2009માં કોંગ્રેસ 200 બેઠકોના આંકડાને આરામથી પાર કરી ગઇ હતી

એન્ટિઇન્કમ્બન્સી કેવી રીતે ટાળવી...

એન્ટિઇન્કમ્બન્સી કેવી રીતે ટાળવી...


કોંગ્રેસ સામે સૌથી મોટું જોખમ એન્ટિઇન્કમ્બન્સી ફેક્ટરનું છે. લોકોની નારાજગી અને પોતાના મંત્રીઓએ આચરેલા મોટા કૌભાંડોને પગલે કોંગ્રેસની બેઠકો ઘટવાની શક્યતા પ્રબળ છે. આ બાબતનો સ્વીકાર કોંગ્રેસે આડકતરી રીતે કરી લીધો છે. કોંગ્રેસના એક મંત્રી જયરામ રમેશે પણ આ બાબતને સ્વીકારતા જણાવ્યું છે કે વર્ષ 2014નું વર્ષ અમારા માટે કપરું બની રહેવાનું છે.

બેઠકો તો ઘટશે જ...

બેઠકો તો ઘટશે જ...


એન્ટિઇન્કમ્બન્સી, કૌભાંડો, મોંઘવારી જેવા કારણોને પગલે કોંગ્રેસને પ્રજા તરફથી જાકારો મળવાનો છે એ વાત નક્કી છે. કોંગ્રેસ ગમે તેટલું જોર લગાવી લે પણ તેને બેઠકો ઘટતા કોઇ અટકાવી શકે તેમ નથી. પ્રશ્ન એ છે કે હવે ક્યાં કેટલી બેઠકોનો ફટકો પડી શકે છે. આ નુકસાન કેવી રીતે ઘટાડી શકાય અને મહત્તમ બેઠકો મેળવી શકાય.

વિપક્ષમાં બેસવાનો ડર

વિપક્ષમાં બેસવાનો ડર


કોંગ્રેસના આકલન અનુસાર જો લોકસભા ચૂંટણી 2014માં તેને 70 બેઠકો પણ ઓછી મળી તો સમજો કે તેણે વિપક્ષમાં બેસવાનું નક્કી છે. વર્ષ 2009માં કોંગ્રેસ 206 બેઠકો મેળવવામાં સફળ રહી હતી. હવે તે જેટલી ઓછી બેઠકો મેળવશે સરકાર ટકાવી રાખવી તેટલું જ અઘરું બનશે. તે જેટલી વધારે બેઠકો જાળવી રાખવામાં સફળ બનશે તેટલી જ સરકારમાં રહેવાની સંભાવનાઓ ચાલુ રહેશે.

સમર્થન આપીને સરકારમાં રહેવું પડે

સમર્થન આપીને સરકારમાં રહેવું પડે


કોંગ્રેસ માટે મુસીબત એ છે કે જો 50 બેઠકો ઓછી મળે તો પણ પાર્ટીને જનમત મળશે તેવું કહી શકાશે નહીં. જેના કારણે ગઠબંધન સરકાર રચાશે અને ભાજપ સિવાય જે પક્ષને સૌથી વધારે મતો મળશે તેની સાથે મળીને તેણે સરકાર રચવી પડશે. જો કે કોની સરકાર કેવી રીતે બનાવવી તેની લગામ કોંગ્રેસ પાસે ચોક્કસ રહેશે.

ભાજપ કોંગ્રેસમાં ટાઇ પડી તો...

ભાજપ કોંગ્રેસમાં ટાઇ પડી તો...


હવે એક સ્થિતિ એવી પણ છે કે જેમાં ભાજપ અને કોંગ્રેસને લગભગ સરખી બેઠકો મળે છે. ઉદાહરણ તરીકે 160 - 160 આવી સ્થિતિમાં બંને પાર્ટીઓમાંથી કોનું સંકલન સાથી પક્ષો સાથે વધારે સારું છે તેની પરીક્ષા થશે. જેના કારણે જે ઝડપથી ગઠબંધન બનાવી શકશે તેને ફાયદો થશે. ભાજપ આ બાબત સારી રીતે જાણે છે કે ગઠબંધનની બાબતમાં કોંગ્રેસ તેના કરતા વધારે ચાલાક છે.

યુપી કરશે UP(અપ)

યુપી કરશે UP(અપ)


ચૂંટણીઓમાં સૌની નજર ઉત્તર પ્રદેશમાં કોણ કેટલી બેઠકો મેળવવામાં સફળ થાય છે તેના પર છે. ઉત્તર પ્રદેશ કોઇ પણ પાર્ટીએ અપ કરી શકે છે એટલે કે આગળ કરી શકે છે. ઉત્તર પ્રદેશની બેઠકનું ગણિત લોકસભા ચૂંટણીમાં રાષ્ટ્રીય અને સ્થાનિક પક્ષો માટે મહત્વનું છે ત્યારે અહીં કોંગ્રેસ કેટલી બાજી મારી શકે છે તેના પર તેની જીતનો આધાર રહેલો છે.

ઉત્તર પ્રદેશમાં સ્થિતિ કેવી?

ઉત્તર પ્રદેશમાં સ્થિતિ કેવી?


વર્તમાન સમયમાં વાત કરીએ તો નિષ્ણાતોનું માનવું છે કે ઉત્તપ્રદેશમાં આ વખતે માયાવતીની બહુજન સમાજવાદી પાર્ટી નંબર વન રહેશે. તે પછી મુલાયમ સિંહની સમાજવાદી પાર્ટી બીજા નંબરે રહેશે. કોંગ્રેસ ત્રીજા અને ભાજપ ચોથા ક્રમે રહેશે.

અન્ય રાજ્યોમાં પણ પાર્ટીઓએ કાઠું કાઢવું પડશે

અન્ય રાજ્યોમાં પણ પાર્ટીઓએ કાઠું કાઢવું પડશે


ભાજપ હોય કે કોંગ્રેસ; કેન્દ્રમાં સરકાર બનાવવી હશે તો માત્ર ઉત્તર પ્રદેશ પર આધાર રાખવાને બદલે અન્ય રાજ્યોમાં પણ સારું પરફોર્મ કરવું પડશે. જેમાં ઉત્તર ભારત, પશ્ચિમ ભારત અને પૂર્વ ભારતનો પણ સમાવેશ થાય છે.

સંતોષી પાર્ટી સદા દુ:ખી

સંતોષી પાર્ટી સદા દુ:ખી


અહીં એક બાબત સમજી લેવા જેવી છે કે રાજકારણમાં સંતોષી જીવ સદા દુખી થાય છે. કોઇ પણ પાર્ટી પોતાનું લક્ષ્ય નિશ્ચિત કરીને કામ કરશે તો મંજિલ સુધી પહોંચી શકશે નહીં. રાજકારણમાં દરે પાર્ટીઓ અસંતોષ રાખીને મહત્તમ ફાયદાની વાત જોતા હોય છે.

English summary
Lok Sabha Elections 2014 : what options have for Congress?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X