For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું 2019માં ફરી આવશે મોદી સરકાર? જાણો શું કહે છે સર્વે

ચૂંટણી પંચે આખરે 2019 લોકસભા ચૂંટણીની તારીખનું એલાન કરી દીધું છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ચૂંટણી પંચે આખરે 2019 લોકસભા ચૂંટણીની તારીખનું એલાન કરી દીધું છે. પહેલા તબક્કાનું મતદાન 11 એપ્રિલે થનાર છે અને સાતમા તથા અંતિમ તબક્કાનું મતદાન 19મી મેના રોજ થનાર છે. તદઉપરાંત 23મી મેના રોજ લોકસભા ચૂંટણીના પરિણામ આવી જશે અને નક્કી થઈ જશે કે દેશમાં આગામી સરકાર કયા દળની બનશે. ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ ભાજપ અને કોંગ્રેસ સહિત તમામ દળના નેતાઓએ પોતાની જીતના દાવા કર્યા છે. આ બધાની વચ્ચે દેશના વિવિધ રાજ્યોને લઈ એબીપી ન્યૂઝ સી વોટરનો મોટો ઓપિનિયન પોલ સામે આવ્યો છે. આ ઓપિનિયન પોલના પરિણામ ચોંકાવનારાં છે.

આ પણ વાંચો: લોકસભા ચૂંટણી: સોશિયલ મીડિયા પર પણ લાગુ થશે આચાર સંહિતા, નહિ માનો તો એક્શન લેવાશે

યૂપીમાં ભાજપને ભારે નુકસાન

યૂપીમાં ભાજપને ભારે નુકસાન

એબીપી ન્યૂઝ સી વોટરના ઓપિનિયન પોલ મુજબ યૂપીમાં સપા અને બસપા અને આરએલડીના મહાગઠબંધનને મોટો ફાયદો થતો જોવા મળી રહ્યો છે. જ્યારે ભાજપને યૂપીમાં નુકસાન થતું જોવા મળી રહ્યું છે. ઓપિનિયન પોલ મુજબ યૂપીમાં એનડીએને 41 ટકા વોટ મળી શકે છે, જ્યારે મહાગઠબંધનને 43 ટકા વોટ અને કોંગ્રેસને માત્ર 10 ટકા વોટ જ મળતાં જણાઈ રહ્યાં છે. સીટની જો વાત કરીએ તો યૂપીની 80 સીટમાંથી મહાગઠબંધન 47 સીટ પર જીતી શકે છે, જ્યારે એનડીએ 29 સીટમાં સમેટાતું જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત કોંગ્રેસને માત્ર 4 સીટ જ મળી શકે છે.

બિહારમાં એનડીએને મજબૂતી

બિહારમાં એનડીએને મજબૂતી

જો બિહારની વાત કરીએ તો ઓપિનિયન પોલના પરિણામ સૌથી ચોંકવાનારાં છે. બિહારમાં એનડીએને મોટી બઢત મળતી જોવા મળી રહી છે, જ્યારે યૂપીએને ભારે નુકસાન થતું જણાઈ રહ્યું છે. ઓપિનિયન પોલના પરિણામો મુજબ બિહારમાં એનડીએને 49 ટકા વોટ મળી શકે છે, જ્યારે યૂપીએને માત્ર 37 ટકા વોટ મળી શકે છે તથા અન્ય પાર્ટીઓને 14 ટકા વોટ મળી શકે છે. સીટના મામલામાં એનડીએ અહીં મજબૂત થતી જણાઈ રહી છે. બિહારમાં એનડીએને 36 સીટ મળી શકે છે જેમાંથી 16 ભાજપને અને જેડીયૂ-એલજેપીને 20 સીટ મળતી જણાઈ રહી છે. જ્યારે યૂપીએને માત્ર 4 સીટ મળતી જણાઈ રહી છે જે આરજેડીને મળી શકે છે. કોંગ્રેસ અહીં ખાતું પણ ખોલી શકે તેવી હાલાતમાં નથી જણાતી.

ભાજપ- શિવસેનાને કેટલી સીટ

ભાજપ- શિવસેનાને કેટલી સીટ

48 સીટવાળા મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાના ગઠબંધનને ફાયદો થતો જોવા મળી રહ્યો છે. ઓપિનિયન પોલના પરિણામો મુજબ, અહીં એનડીએને 46 ટકા, યૂપીએને 41 ટકા અને અન્યોને 13 ટકા વોટ મળી શકે છે. સીટોના મામલામાં પણ ભાજપ-શિવસેનાના ગઠબંધન યૂપીએ પર ભારે પડતું જોવા મળી રહ્યું છે. સર્વેના પરિણામ મુજબ અહીં ભાજપ અને શિવસેનાના ગઠબંધનને 35 સીટ પર જીત મળી રહી છે. 13 સીટ પર કોંગ્રેસને જીત મળી રહી છે. વિવિધ પરિણામોની જો વાત કરીએ તો ભાજપને 21 અને શિવસેનાને 14 સીટ મળી શકે છે. જ્યારે કોંગ્રેસને 7 અને એનસીપીને 6 સીટ મળતી જોવા મળી રહી છે.

બાકી રાજ્યોનો સર્વે શું કહે છે

બાકી રાજ્યોનો સર્વે શું કહે છે

જો પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ સહિતના બાકી રાજ્યોની વાત કરીએ તો વિવિધ રાજ્યોમાં કરવામાં આવેલ સર્વેના પરિણામ નીચે આપ્યા મુજબ છે.

રાજસ્થાન
કુલ સીટ- 25
એનડીએ- 20
યૂપીએ- 5

છત્તીસગઢ
કુલ સીટ- 11
એનડીએ- 6
યૂપીએ- 5

મધ્ય પ્રદેશ
કુલ સીટ- 29
એનડીએ- 24
યૂપીએ- 5

પશ્ચિમ બંગાળ
કુલ સીટ- 42
એનડીએ- 8
યૂપીએ- 0
ટીએમસી- 34

ઓરિસ્સા
કુલ સીટ- 21
એનડીએ- 12
બીજેડી- 9

ઝારખંડ
કુલ સીટ- 14
એનડીએ-3
યૂપીએ- 10
જેવીએમ- 1

પૂર્વોત્તરના રાજ્યો
કુલ સીટ- 25
એનડીએ-13
યૂપીએ- 10
અન્ય-2

પંજાબ
કુલ સીટ- 13
એનડીએ-12
યૂપીએ- 1
આપ- 0

દિલ્હી
કુલ સીટ- 7
ભાજપ- 7
કોંગ્રેસ-0
આપ-0

ઉત્તરાખંડ
કુલ સીટ- 5
એનડીએ-5
યૂપીએ- 0

હિમાચલ
કુલ સીટ- 4
ભાજપ- 4
કોંગ્રેસ- 0

હરિયાણા
કુલ સીટ- 10
એનડીએ-7
યૂપીએ- 3

જમ્મુ અને કાશ્મીર
કુલ સીટ- 6
ભાજપ- 2
યૂપીએ- 4
પીડીપી- 0

દક્ષિણ ભારત
5 રાજ્યોની કુલ સીટ- 129
એનડીએ- 21
યૂપીએ- 63
અન્ય- 45

શું કહે છે દેશની ફાઈનલ તસવીર?

શું કહે છે દેશની ફાઈનલ તસવીર?

વિવિધ રાજ્યોના સર્વે બાદ હવે વાત કરીએ દેશની ફાઈનલ તસવીરની. ઓપિનિયન પોલ 28 મુજબ લોકસભા ચૂંટણી 2019 મુજબ દેશની કુલ 543 સીટમાંથી એનડીએને 264 સીટ મળી શકે છે. જ્યારે યૂપીએને 141 સીટ મળી શકે છે. જ્યારે 138 સીટ પર અન્ય પક્ષ કબ્જો જમાવી શકે છે. એટલે કે આગામી લોકસભા ચૂંટણીમાં પણ એનડીએ સૌથી મોટું ગઠબંધન બની શકે છે. વોટશેરની વાત કરીએ તો એનડીએને 41 ટકા, યૂપીએને 31 ટકા તથા અન્યોને 28 ટકા વોટશેર મળી શકે છે.

English summary
Lok Sabha Elections 2019: ABP News C Voter Survey In UP, Bihar And Other States
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X