For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જય શ્રીરામ બોલી રહ્યો છુ, હિંમત હોય તો અરેસ્ટ કરી લેજોઃ અમિત શાહ

સોમવારે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પશ્ચિમ બંગાળના જૉય નગરમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણી 2019માં હવે અંતિમ તબક્કાનું મતદાન બાકી છે જેના માટે બધા મુખ્ય રાજકીય પક્ષો જોરદાર પ્રચારમાં લાગી ગયા છે. વાત કરીએ પશ્ચિમ બંગાળની તો અહીં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે વાકયુદ્ધ થમવાનું નામ નથી લઈ રહ્યુ. સોમવારે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પશ્ચિમ બંગાળના જૉય નગરમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી. આ દરમિયાન તેમણે તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નિશાન સાધીને કહ્યુ કે હું જય શ્રીરામના નારા લગાવી રહ્યો છુ અને કોલકત્તા આવી રહ્યો છુ, હિંમત હોય તો અરેસ્ટ કરી લેજો.

આ પણ વાંચોઃ કંગના રનોતના આરોપો પર રણબીર કપૂરે તોડ્યુ મૌન, 'મને ખબર છે હું શું છુ'આ પણ વાંચોઃ કંગના રનોતના આરોપો પર રણબીર કપૂરે તોડ્યુ મૌન, 'મને ખબર છે હું શું છુ'

શાહ બોલ્યાઃ મમતા દીદી કહે છે કે બંગાળમાં જય શ્રીરામ ન બોલી શકીએ

શાહ બોલ્યાઃ મમતા દીદી કહે છે કે બંગાળમાં જય શ્રીરામ ન બોલી શકીએ

ભાજપ અધ્યક્ષ અમિત શાહ સોમવારે પશ્ચિમ બંગાળની જૉય નહર લોકસભા સીટ પર ચૂંટણી પ્રચાર કરવા પહોંચ્યા. આ દરમિયાન તેમણે મમતા બેનર્જી પર સીધો હુમલો કરતા કહ્યુ, ‘મમતા દીદી કહે છે કે બંગાળમાં જય શ્રીરામ નથી બોલી શકતા. હું જૉયનગર સીટના મંચ પરથી જય શ્રીરામ બોલુ છુ અને અહીં કોલકત્તા જઈ રહ્યો છુ, હિંમત હોય તો અરેસ્ટ કરી લેજો.' આ દરમિયાન ભાજપ અધ્યક્ષ મંચ પરથી ઘણી વાર જય શ્રીરામના નારા લગાવ્યા.

શાહે મમતા બેનર્જી પર લગાવ્યા ગંભીર આરોપ

જૉય નગર સીટ પર ચૂંટણી રેલી દરમિયાન અમિત શાહે મમતા બેનર્જી પર મોટો આરોપ લગાવતા કહ્યુ, ‘આજે મારે ત્રણ જગ્યાએ જવાનુ હતુ, જયનગરમાં તો આવી ગયો પરંતુ બીજી જગ્યાએ મમતા દીદીના ભત્રીજાની સીટ હતી. ત્યાં અમારા જવાથી મમતા બેનર્જી ડરે છે કે ભાજપવાળા ભેગા થશે તો ભત્રીજાનો તખ્તો ઉલ્ટો થઈ જશે એટલા માટે તેમણે અમારી સભાની મંજૂરી કેન્સલ કરી દીધી. બંગાળમાં મમતા દીદી, મોદી સરકારની કોઈ પણ યોજનાનો લાભ નથી મળવા દીધો કારણકે તે માને છે કે જો આ યોજનાઓ અહીં શરૂ થઈ તો પીએમ મોદી અહીં વધુ લોકપ્રિય થઈ જશે.'

‘મમતા બેનર્જી માને છે કે તેમને ઘૂસણખોરોના મત જોઈએ'

અમિત શાહે આગળ કહ્યુ, ‘બંગાળની જનતાએ નક્કી કર્યુ છે કે તે આ વખતે 23થી વધુ સીટો અમારા નેતા નરેન્દ્ર મોદીની ઝોળીમાં નાખવા જઈ રહ્યા છે. મમતા બેનર્જી માને છે કે તેમને ઘૂસણખોરોના મત જોઈએ. તેમના રાજમાં દૂર્ગા પૂજાની અનુમતિ નથી મળતી, સરસ્વતી પૂજા કરવા પર તેમના ગુંડા મારપીટ કરે છે. 23 મેના રોજ મતગણતરી થવાની છે તેના માટે 19મેના રોજ મમતાનો તખ્ત પલટી દો. હું ગેરેન્ટી આપુ છુ કે આખા બંગાળમાં શાન સાથે ફરીથી દૂર્ગા પૂજા થઈ શકે એવુ વાતાવરણ ભાજપની સરકાર બનાવશે.'

English summary
LOk Sabha Elections 2019: Amit Shah to Mamata Banerjee, I am chanting Jai Shri Ram, arrest me if have guts.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X