For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: મહારાષ્ટ્રના જલગાંવમાં મંચ પર જ બથંબથ્થા આવી ગયા ભાજપ કાર્યકર્તા

ભાજપની ચૂંટણી રેલી દરમિયાન જ પાર્ટીના કાર્યકર્તા અને નેતા પરસ્પર ભિડાઈ ગયા અને એકબીજાની મંચ પર જ ધુલાઈ કરી દીધી.

|
Google Oneindia Gujarati News

ચૂંટણી મોસમમાં લગભગ દરેક પક્ષમાં ટિકિટોની મારામારી ચાલી રહી છે પરંતુ ઘણી જગ્યાએ આ મારામારી મારપીટમાં બદલાઈ રહી છે. લેટેસ્ટ સમાચાર મહારાષ્ટ્રના જલગાંવના છે જ્યાં ભાજપની ચૂંટણી રેલી દરમિયાન જ પાર્ટીના કાર્યકર્તા અને નેતા પરસ્પર ભિડાઈ ગયા અને એકબીજાની મંચ પર જ ધુલાઈ કરી દીધી. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે લોકો મંચ પર લાતો અને મુક્કાથી એકબીજાની પિટાઈ કરી રહ્યા છે.

ટિકિટ માટે થઈ બબાલ

ટિકિટ માટે થઈ બબાલ

આ સમગ્ર મામલો મુંબઈથી 400 કિલોમીટર દૂર જલગાંવનો છે જ્યાં ભાજપે પોતાના ઉમેદવાર બદલી દીધા. અહીં ઉમેશ પાટિલના સમર્થનમાં રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ પહેલા ભાજપે અહીંથી સ્મિતા વાઘે પાર્ટીની ઉમેદવાર બનાવી હતી પરંતુ બાદમાં પાર્ટીએ સ્મિતાન જગ્યાએ ઉમેશ પાટિલને ટિકિટ આપી દીધી હતી. જે દરમિયાન આ સમગ્ર ઘટના થઈ તે સમયે મંચ પર ભાજપના ઘણા દિગ્ગજ નેતા, મંત્રી મંચ પર હાજર હતા.

ઘણા નેતા હતા મંચ પર

ઘણા નેતા હતા મંચ પર

ઘટના સમયે મહારાષ્ટર સરકારના મંત્રી ગિરીશ મહાજન, ઘણા ભાજપ નેતા જેમાં સ્મિતા વાઘ શામેલ છે તે મંચ પર હાજર હતા. એટલુ જ નહિ સ્મિતા વાઘના પતિ અને જિલ્લા પાર્ટીના પ્રમુખ ઉદય વાઘ, બીએસ પાટિલ પણ મંચ પર હાજર હતા. માહિતી મુજબ એ પ્રકારના રિપોર્ટ સામે આવ્યા છે જેમાં કહેવામાં આવ્યુ છે કે બીએસ પાટિલ અને અહીંના વર્તમાન સાંસદ એ ટી પાટિલે મળીને વાઘ સામે પ્રચાર કર્યો હતો જેથી તે અહીંથી ચૂંટણી ન જીતી શકે.

પાર્ટીએ મૂકાવુ પડ્યુ શરમજનક સ્થિતિમાં

પાર્ટીએ મૂકાવુ પડ્યુ શરમજનક સ્થિતિમાં

બુધવારે ઉદય વાઘ પોતાના સમર્થકો સાથે રેલીમાં હાજર હતા. આ દરમિયાન તે ગુસ્સામાં આવી ગયા અને બી એશ પાટિલ સાથે મારામારી કરવા લાગ્યા. આ દરમિયાન ગિરીશ મહાજન વચમાં આવ્યા. આ પહેલા પણ ભાજપના સાંસદ અને ધારાસભ્યો વચ્ચે મારપીટની ઘટના સામે આવી હતી. જ્યારે ઉત્તરપ્રદેશમાં ભાજપના સાંસદે પાર્ટીના જ ધારાસભ્યને જૂતાથી માર્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થય હતો. જેના કારણે પાર્ટીને શરમજનક સ્થિતિમાં મૂકાવુ પડ્યુ હતુ.

આ પણ વાંચોઃ Wink Girl પ્રિયા પ્રકાશ વૉરિયરે કરી ભૂલ, સોશિયલ મીડિયા પર થઈ ગઈ ટ્રોલઆ પણ વાંચોઃ Wink Girl પ્રિયા પ્રકાશ વૉરિયરે કરી ભૂલ, સોશિયલ મીડિયા પર થઈ ગઈ ટ્રોલ

English summary
Lok Sabha Elections 2019: BJP leaders and workers clash over ticket dispute in a rally.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X