For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહાગઠબંધનમાં કઈ સીટ પરથી ચૂંટણી લડશે માયાવતી, જાણો

મહાગઠબંધનમાં કઈ સીટ પરથી ચૂંટણી લડશે માયાવતી, જાણો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019નું બ્યૂગલ વાગતાં જ દેશની રાજનૈતિક પાર્ટીઓ જોર-શોરથી પોતાના ચૂંટણી અભિયાનમાં લાગી ગઈ છે. સૌથી વધુ ચૂંટણી હલચલ ઉત્તર પ્રદેશમાં જોવા મળી રહી છે. 80 લોકસભા સીટવાળા ઉત્તર પ્રદેશ મેળવવા અને 2014ની લોકસભા ચૂંટણી જેવું પ્રદર્શન પુનરાવર્તિત કરવા જ્યાં ભાજપ પોતાનું બૂથ મજબૂત કરવામાં લાગ્યું છે, તો બીજી બાજુ કોંગ્રેસ પણ પ્રિયંકા ગાંધીના જાદૂના સહારે યૂપીમાં પોતાની ખોવાયેલ રાજકીય જમીન પરત મેળવવાની આશા લગાવીને બેઠાં છે. બીજી બાજુ સપા, બસપા અને આરએલડીએ પણ મહાગઠબંધન અંતર્ગત પોતાના ઉમેદવારોનું એલાન કરવાનું શરૂ કરી દીધું છે. આ વચ્ચે બસપા સુપ્રીમો માયાવતીએ એર સ્ટ્રાઈક બાદ યૂપીના બદલતા સમીકરણો જોતા પોતાની રણનીતિમાં મોટો બદલાવ કર્યો છે. અહેવાલ છે કે માયાવતી હવે નગીના લોકસભા સીટથી ચૂંટણી લડવાને બદલે અન્ય કોઈ સીટ પરથી ચૂંટણી મેદાનમાં ઉતરી શકે છે.

નગીનાથી ચૂંટણી નહિ લડે માયાવતી

નગીનાથી ચૂંટણી નહિ લડે માયાવતી

લાંબા સમયથી ચર્ચા હતી કે બસપા અધ્યક્ષ માયાવતી મહાગઠબંધન અંતર્ગત યૂપીની નગીના સીટથી ચૂંટણી લડી શકે છે. હવે અહેવાલ મળી રહ્યા છે કે નગીના સીટ પરથી તેઓ ચૂંટણી લડવાને બદલે આંબેડકર નગર અથવા બિઝનૌર સીટથી ચૂંટણી મેદાનમાં ઉતરી શકે છે. બસપા સાથે જોડાયેલ સૂત્રોએ કહ્યું કે સમાજવાદી પાર્ટીની સાથે બનેલ મહાગઠબંધનમાં સીટોની ઘોષણા થવાની સાથે જ માયાવતીએ પોતાના ભાગમાં આવેલ સીટના લોકસભા પ્રભારિઓના નામ નક્કી કરી દીધાં છે. સાથે જ શીર્ષ નેતૃત્વ તરફથી બસપા નેતા ગિરીશ ચંદ્ર જાટવને નગીના સીટથી લોકસભા ચૂંટણીની તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું છે. હવે ચર્ચા છે કે માયાવતી પોતાના માટે આંબેડકર નગર અથવા બિઝનૌરમાંથી કોઈ એક સીટ પસંદ કરી શકે છે. માયાવતી અગાઉ પણ 1989ની લોકસભા ચૂંટણીમાં બિઝનૌર સીટ પર જીત નોંધાવી ચૂકી છે.

પૂર્વાંચલમાં બ્રાહ્મણ કાર્ડ રમવાની તૈયારીમાં છે બસપા

પૂર્વાંચલમાં બ્રાહ્મણ કાર્ડ રમવાની તૈયારીમાં છે બસપા

ઉલ્લેખનીય છે કે મહાગઠબંધન અંતર્ગત સમાજવાદી પાર્ટી યૂપીની 11 સીટ પર ઉમેદવારોનું એલાન કરી ચૂકી છે. બીએસપી તરફથી જો કે સત્તાવાર રીતે હજુ ટિકિટનું એલાન કરવામાં આવ્યું નથી, પરંતુ અહેવાલ છે કે કેટલીક સીટ પર માયાવતીએ પોતાના ઉમેદવારોનું નામ ફાઈનલ કર્યું છે. યૂપીમાં બસપાની સીટ પર માયાવતી તરફથી જે ઉમેદવારોના નામ ફાઈનલ થઈ ચૂક્યા છે તેમાં સીતાપુરથી નકુલ દુબે, ખલીલાબાદથી કુશલ તિવારી, ફતેહપુર સીકરીથી સીમા ઉપાધ્યાય, કૈસરગંઝથી સંતોષ તિવારી, ભદોહીથી રંગનાથ મિશ્રા, પ્રતાપગઢથી અશોક તિવારી અને મઉ લોકસભા સીટથી અજય રાયના નામ સામેલ છે. જો કે સીમા ઉપાધ્યાયના નામને લઈ હજુ સુધી સસ્પેન્સ બનેલું છે. જણાવવામાં આવી રહ્યું છે કે એકલા પૂર્વી ઉત્તર પ્રદેશમાં જ બહુજન સમાજ પાર્ટી 6 બ્રાહ્મણ ચેહરા ચૂંટણી મેદાનમાં ઉતારશે.

સર્વે મુજબ યૂપીમાં ભાજપની બઢત

સર્વે મુજબ યૂપીમાં ભાજપની બઢત

જણાવી દઈએ કે ગત રવિવારે ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીનું એલાન કરી દીધું તેના તુરંત બાદ ઈન્ડિયા ટીવી-સીએનએક્સના સર્વેના પરિણામાં જણાવવામાં આવ્યું કે પાકિસ્તાન પર વાયુસેનાની એરસ્ટ્રાઈક બાદ યૂપીમાં એનડીએએ 12 સીટની બઢત હાંસલ કરી છે. સર્વે મુજબ યૂપીમાં ભાજપના નેતૃ્વવાળા એનડીએ 80માંથી 41 સીટ પર જીત નોંધાવી શકે છે. જ્યારે સપા, બસપા અને આરએલડીના મહાગઠબંધનને યૂપીમાં 35 સીટ મળી શકે છે. યૂપીની ચાર સીટ કોંગ્રેસના ખાતામાં જઈ શકે છે. જો કે અગાઉ ફેબ્રુઆરીની શૂઆતમાં જ્યારે સર્વે કરવામાં આવ્યો ત્યારે પરિણામ કંઈક બીજું જ હતું. એક મહિના પહેલા કરવામાં આવેલ સર્વેમાં એનડીએને માત્ર 29 સીટ મળી રહી હતી. એટલે કે એક મહિનાની અંદર જ ભાજપે 12 સીટની બઢત હાંસલ કરી લીધી. આ સર્વેમાં મહાગઠબંધનને 49 સીટ મળી રહી હતી. તાજા સર્વે પાકિસ્તાન પર થયેલ એર સ્ટ્રાઈક બાદ કરવામાં આવ્યો.

લોકસભા ચૂંટણી 2019: જાણો ઉત્તર પ્રદેશમાં અંતિમ સમયમાં ભાજપે કેવી રીતે મનાવ્યા નારાજ સાથીઓનેલોકસભા ચૂંટણી 2019: જાણો ઉત્તર પ્રદેશમાં અંતિમ સમયમાં ભાજપે કેવી રીતે મનાવ્યા નારાજ સાથીઓને

English summary
Lok Sabha Elections 2019: BSP Chief Mayawati May Contest Election From This Seat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X