For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એવા સ્મશાન બનાવીશ કે મરવાની ઈચ્છા થશે: કોંગ્રેસ એમએલએ

ગુરુવારે લોકસભા ચૂંટણી માટે દેશભરમાં બીજા તબક્કાનું મતદાન થયું. ચૂંટણી માટે બધા જ રાજનૈતિક દળોએ જોર લગાવી દીધું.

|
Google Oneindia Gujarati News

ગુરુવારે લોકસભા ચૂંટણી માટે દેશભરમાં બીજા તબક્કાનું મતદાન થયું. ચૂંટણી માટે બધા જ રાજનૈતિક દળોએ જોર લગાવી દીધું. એવી સ્થિતિમાં કેટલાક ઉમેદવારો જનતાને એવા વચનો આપી રહ્યા છે, જે સાંભળીને જ ગભરામણ છૂટી જાય. કોંગ્રેસ વિધાયક અમરિંદર સિંહ રાજા વરિંગ ઘ્વારા અજીબ વચન આપવામાં આવ્યું છે. આ નિવેદન સ્મશાન ઘાટની સજાવટ અંગે આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો: કોંગ્રેસને વધુ એક ઝાટકો, પ્રિયંકા ચતુર્વેદીએ કોંગ્રેસથી રાજીનામુ આપ્યું

એવું સ્મશાન બનાવીશ કે 80 વર્ષના વૃદ્ધોને પણ મરવાની ઈચ્છા થશે

એવું સ્મશાન બનાવીશ કે 80 વર્ષના વૃદ્ધોને પણ મરવાની ઈચ્છા થશે

ફરીદકોટ લોકસભા સીટથી કોંગ્રેસ ઉમેદવાર મોહમ્મદ સદીએ ચૂંટણી પ્રચાર દરમિયાન એક જનસભાનું સંબોધન કરતા કહ્યું કે અહીં અકાલી દળોએ સ્મશાન ઘાટો પર બિલકુલ ધ્યાન નથી આપ્યું. પરંતુ આવનારા સમયમાં અમારી સરકાર સ્મશાન ઘાટો પર લાખો રૂપિયા ખર્ચ કરશે. પ્રદેશમાં એવા સ્મશાન ઘાટો બનાવવામાં આવશે કે 80 વર્ષના વૃદ્ધોને મન થશે કે તેઓ જલ્દી મરી જાય અને સ્મશાન ઘટમાં અંતિમ સંસ્કાર માટે જાય.

ઘરના બાળકો પણ કહેશે કે આ વૃદ્ધ મરતા કેમ નથી

ઘરના બાળકો પણ કહેશે કે આ વૃદ્ધ મરતા કેમ નથી

એટલું જ નહીં પરંતુ તેઓ અહીં પણ રોકાયા નહીં. તેમને આગળ કહ્યું કે ઘરના બાળકો પણ કહેશે કે આ વૃદ્ધ મરતા કેમ નથી, તો તેમને સ્મશાન ઘાટ લઈને જાય. અત્યારે સ્મશાન ઘાટની હાલત જુઓ, કુતરાઓ અહીં ફરી રહ્યા છે. જયારે આ વીડિયો વાયરલ થયો ત્યારે વાડિંગ ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમના નિવેદનને તોડી મરોડીને રજુ કરવામાં આવ્યું છે. મારા કહેવાનો આ મતલબ બિલકુલ ના હતો, હું વૃદ્ધ લોકોની ઘણી ઈજ્જત કરું છું.

પંજાબ કોંગ્રેસ પ્રવક્તાએ તેની આલોચના કરી

પંજાબ કોંગ્રેસ પ્રવક્તાએ તેની આલોચના કરી

વર્ડિંગના આ નિવેદન અંગે પંજાબ કોંગ્રેસ પ્રવક્તા રાજકુમાર વેરકા ઘ્વારા જણાવવામાં આવ્યું કે વૃદ્ધ લોકો પંજાબનું ધન છે અને અમરિંદર સિંહ રાજા વેરિંગ આ પ્રકારની કમેન્ટ નહીં કરવી જોઈએ. એટલું જ નહીં પરંતુ પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલે પણ તેમને આ પ્રકારની ટિપ્પણી નહીં કરવાની સલાહ આપી.

English summary
lok sabha elections 2019: congress mla in punjab did shameful promise to public
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X