કોંગ્રેસને વધુ એક ઝાટકો, પ્રિયંકા ચતુર્વેદીએ કોંગ્રેસથી રાજીનામુ આપ્યું

લોકસભા ચૂંટણી વચ્ચે કોંગ્રેસને એક મોટો ઝાટકો લાગ્યો છે. કોંગ્રેસની મહિલા પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ પાર્ટીથી રાજીનામુ આપી દીધું છે.

લોકસભા ચૂંટણી વચ્ચે કોંગ્રેસને એક મોટો ઝાટકો લાગ્યો છે. કોંગ્રેસની મહિલા પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ પાર્ટીથી રાજીનામુ આપી દીધું છે. ખરેખરે પ્રિયંકા ચતુર્વેદીએ પોતાના ટ્વિટર હેન્ડલથી કોંગ્રેસનું નામ હટાવી દીધું છે. ત્યારપછી આ વાત ઘણી ઉડી રહી છે કે તેમને કોંગ્રેસથી રાજીનામુ આપી દીધું છે. હવે આખરે પ્રિયંકા ચતુર્વેદી ઘ્વારા પોતાના ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરીને તેમના રાજીનામાં વિશે જાહેરાત કરવામાં આવી છે.

આ પણ વાંચો: Video: સુરેન્દ્રનગરની સભામાં હોબાળો, શખ્સે સ્ટેજ પર જ હાર્દિકને લાફો માર્યો

મથુરામાં થયેલી ગેરવર્તણુંકથી નારાજ

મળતી માહિતી અનુસાર પ્રિયંકા ચતુર્વેદી પાર્ટીથી નારાજ છે. પ્રિયંકા ચતુર્વેદી સાથે તેમની જ પાર્ટીના કાર્યકર્તાઓ ઘ્વારા ગેરવર્તણૂક કરવામાં આવી હતી, જેના અંગે તેમને નારાજગી પણ વ્યક્ત કરી હતી. જે સમયે તેઓ મથુરામાં હતા ત્યારે રાફેલ ડીલ અંગે પ્રેસ કોન્ફ્રન્સ કરી હતી. જેના પર કોંગ્રેસ કાર્યકર્તાઓ ઘ્વારા અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ આખી ઘટના પર કોઈ પણ કાર્યવાહી નહીં કરવાને કારણે પ્રિયંકા ચતુર્વેદી નારાજ છે.

બહુ દુઃખદ છે

પ્રિયંકા ચતુર્વેદીએ ટ્વિટર પર લખ્યુ કે, 'આ જોવુ બહુ દુઃખદ છે કે અમુક ખરાબ આચરણ કરનારા લોકોને કોંગ્રેસમાં પોતાનો લોહી-પરસેવો પાડનાર લોકોની જગ્યાએ વધુ મહત્વ આપવામાં આવી રહ્યુ છે. મે પહેલા પણ પોતાની પાર્ટી માટે લોકો તરફથી ફેંકાયેલા પત્થર અને અપશબ્દોની માર સહન કર્યો છે પરંતુ પાર્ટીની અંદર મારી સાથે દૂર્વ્યવહાર કરનારાઓને, મને ધમકાવનારાઓને કોઈ કાર્યવાહી કર્યા વિના એમ જ છોડવામાં આવી રહ્યા છે, એ જોવુ દૂર્ભાગ્યપૂર્ણ છે.' પાર્ટા આ નિર્ણય બાદ પ્રિયંકા ઘણી નારાજ થઈ છે.

ગીત ગાઈને પ્રિયંકા ચતુર્વેદીએ સ્મૃતિ ઈરાનીનો મજાક ઉડાવ્યો

ગીત ગાઈને પ્રિયંકા ચતુર્વેદીએ સ્મૃતિ ઈરાનીનો મજાક ઉડાવ્યો

આપને જણાવી દઈએ કે પ્રેસ કોન્ફ્રન્સ કરીને પ્રિયંકા ચતુર્વેદીએ સ્મૃતિ ઈરાની પર પ્રહાર કર્યો હતો. તેમને કહ્યું હતું કે એક નવી સિરિયલ આવી રહી છે, મંત્રી ભી કભી ગ્રેજ્યુએટ થી. તેની ઓપનિંગ લાઈન શુ હશે તે પણ જણાવી દઉં છું. ત્યારપછી પ્રિયંકા ચતુર્વેદીએ ગીત ગાતા કહ્યું કે, ક્વોલિફિકેશન કે ભી રૂપ બદલતે હૈ, નયે નયે સાંચે મેં ઢલતે હૈ, એક ડિગ્રી આતી હૈ, એક ડિગ્રી જાતી હૈ, બનતે એફિડેવિટ નયે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X