લોકસભા ચૂંટણી 2019: દિલ્હી માટે કોંગ્રેસે જાહેર કરી યાદી, શીલા દીક્ષિતને આ સીટ પરથી ટિકિટ
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે દિલ્હીમાં ગઠબંધનની સંભાવનાઓ સમાપ્ત થઈ ગઈ છે. કોંગ્રેસ પાર્ટીએ સોમવારે દિલ્હીના 6 ઉમેદવારોના નામનું એલાન કરી દીધું છે. કોંગ્રેસની આ યાદીમાં પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતનું નામ પણ સામેલ છે જે નૉર્થ-ઈસ્ટ દિલ્હીથી લોકસભા ચૂંટણી લડશે. કોંગ્રેસે દિલ્હીના પૂર્વ અધ્યક્ષ અજય માકનને નવી દિલ્હીથી ઉમેદવાર બનાવ્યા છે.

દિલ્હીના 6 નામોનું કોંગ્રેસે એલાન કર્યું
કોંગ્રેસે જે નામનું એલાન કર્યું છે, તેમાં શીલા દીક્ષિત નોર્થ-ઈસ્ટથી, દિલ્હી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અજય માકન નવી દિલ્હીથી, અરવિંદર સિંહ લવલીને ઈસ્ટ દિલ્હીથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત નોર્થ વેસ્ટ દિલ્હીથી રાજેશ લિલોઠિયા, વેસ્ટ દિલ્હીથી મહાબલ મિશ્રા અને ચાંદની ચૌકથી જેપી અગ્રવાલને ટિકિટ આપવામાં આવી છે.
|
AAP સાથે ગઠબંધનની સંભાવના સમાપ્ત
કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે દિલ્હી, પંજાબ અને હરિયાણામાં ગઠબંધનને લઈ લગભગ એક મહિનાથી થઈ રહેલ વાતચીત કોઈ પરિણામ સુધી પહોંચી શકી નથી. આખરે કોંગ્રેસે દિલ્હી માટે 6 ઉમેદવારોના નામનું એલાન કરી દીધું. બીજી તરફ કોંગ્રેસના પંજાબ અને હરિયાણામાં ગઠબંધનથી ઈનકાર કર્યા બાદ આમ આદમી પાર્ટીએ પણ ત્રણ લોકસભા સીટ પર ઉમેદવારોનું ઔપચારિક એલાન કરી દીધું હતું.

ભાજપે પણ 4 સીટ પર ઉમેદવાર ઘોષિત કર્યા
રવિવારે લોકસભા ચૂંટણી 2019ને ધ્યાનમાં રાખી ભાજપે પણ દિલ્હીની 4 સીટ પર ઉમેદવારોના નામની ઘોષણા કરી હતી. પાર્ટીએ નોર્થ ઈસ્ટ દિલ્હીથી મનોઝ તિવારીને ભાજપના ઉમેદવાર બનાવ્યા છે જ્યારે વેસ્ટ દિલ્હીથી પ્રવેશ વર્મા, સાઉથ દિલ્હીથી રમેશ બિઘૂડી અને ચાંદની ચોકથી ડૉક્ટર હર્ષવર્ધનને મેદાનમાં ઉતાર્યા છે. આ ઉપરાંત ત્રણ સીટ પર પાર્ટીએ ઉમેદવારોના નામનું એલાન કર્યું હતું.