For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાધ્વી પ્રજ્ઞા ઠાકુરની ઉમેદવારીને પડકાર, માલેગાંવ બ્લાસ્ટ પીડિતના પિતાએ કરી ફરિયાદ

માલેગાંવ બ્લાસ્ટની આરોપી સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને ભાજપની મધ્ય પ્રદેશની ભોપાલની લોકસભા સીટના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

માલેગાંવ બ્લાસ્ટની આરોપી સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને ભાજપની મધ્ય પ્રદેશની ભોપાલની લોકસભા સીટના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. પ્રજ્ઞા ઠાકુરને જ્યારથી ટિકિટ મળી છે ત્યારથી રાજકીય વિવાદ ચાલુ છે. આ ક્રમમાં હવે માલેગાંવ બ્લાસ્ટના એક પીડિતે ફરિયાદ નોંધાવીને તેમની ઉમેદવારીને પડકારી છે. એપ્લીકેશનમાં પ્રજ્ઞા ઠાકુરના આરોગ્ય અંગે સવાલ ઉઠાવવામાં આવ્યા છે કારણકે એનઆઈએ કોર્ટે તેમને આરોગ્ય કારણોસર જ જામીન આપ્યા હતા.

Sadhvi Pragya Thakur

બીજી તરફ નેશનલ કોન્ફરન્સના નેતા અને જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ઉમર અબ્દુલ્લાએ પણ કહ્યુ કે પ્રજ્ઞા સિંહ ઠાકુરનું આરોગ્ય બરાબર છે તો તેમના જામીન રદ થવા જોઈએ. તમને જણાવી દઈએ કે ભોપાલ સીટથી કોંગ્રેસે દિગ્વિજય સિંહને મેદાનમાં ઉતાર્યા છે. સાધ્વી પ્રજ્ઞા ઠાકુરના ઉતરવાથી આ સીટ પર રોમાંચક મુકાબલાની અપેક્ષા છે.

સાધ્વી પ્રજ્ઞા અને દિગ્વિજય સિંહને એકબીજાના વિરોધી માનવામાં આવે છે. દિગ્વિજય સિંહ કોંગ્રેસના એ પસંદગીપાત્ર નેતાઓમાંના એક છે જેમણે યુપીએ સરકારના સમયમાં ભગવા આતંકવાદના મુદ્દાને જોરશોરથી ઉઠાવ્યો હતો. કદાચ આ જ કારણ છે કે સાધ્વી પ્રજ્ઞા ચૂંટણીમાં દિગ્વિજય સિંહને પડકારવા ઈચ્છે છે.

આ પણ વાંચોઃ અંગૂરી ભાભીના ઘરની બહાર નેતાઓની લાઈન કેમ લાગી છે? મળી રહી છે મો માંગી કિંમતઆ પણ વાંચોઃ અંગૂરી ભાભીના ઘરની બહાર નેતાઓની લાઈન કેમ લાગી છે? મળી રહી છે મો માંગી કિંમત

English summary
Father of a victim in Malegaon blast has filed application against Sadhvi Pragya Thakur
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X