For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એરસ્ટ્રાઈક બાદ વધી મોદી સરકારની લોકપ્રિયતા, રોજગાર જેવા મુદ્દા પાછળ: સર્વે

17મી લોકસભા માટે ચૂંટણી પંચે તારીખો જાહેર થઈ ચૂકી છે. ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ એ ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે કે સામાન્ય ચૂંટણીમાં લોકો માટે મહત્વના મુદ્દા કયા છે.

|
Google Oneindia Gujarati News

17મી લોકસભા માટે ચૂંટણી પંચે તારીખો જાહેર થઈ ચૂકી છે. ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ એ ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે કે સામાન્ય ચૂંટણીમાં લોકો માટે મહત્વના મુદ્દા કયા છે. પુલવામા આતંકી હુમલા બાદ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોમાં કરેલી એરસ્ટ્રાઈક બાદ આ મુદ્દે પણ રાજકારણ ગરમાઈ રહ્યું છે. સાથે જ લોકોને લગતા મુદ્દા પાછળ છૂટી રહ્યા છે. સીવોટર-IANSના ઓપિનિયન ટ્રેકરની વાત માનીએ તો બેરોજગારી જેવો મુદ્દો એરસ્ટ્રાઈક બાદ પાછળ રહી ગયો છે, હવે ચૂંટણી માટે આ મુદ્દો મહત્વનો નથી દેખાઈ રહ્યો.

આ પણ વાંચો: લોકસભા ચૂંટણી 2019: જાણો ઉત્તર પ્રદેશમાં અંતિમ સમયમાં ભાજપે કેવી રીતે મનાવ્યા નારાજ સાથીઓને

29 ટકા લોકો રાષ્ટ્રીય સુરક્ષાનો મોટો મુદ્દો નથી માનતા

29 ટકા લોકો રાષ્ટ્રીય સુરક્ષાનો મોટો મુદ્દો નથી માનતા

આ વર્ષની શરૂઆતમાં બેરોજગારી દેશનો સૌથી મોટો મુદ્દો હતો, 29 ટકા લોકોએ આ મુદ્દાને મહત્વનો ગણાવ્યો હતો. પરંતુ 7 માર્ચે થયેલા સર્વેમાં આ ટકાવારી ઘટીને 22 ટકા થઈ ગઈ છે. તો આ વર્ષની શરૂઆતમાં રાષ્ટ્રીય સુરક્ષા મહત્વનો મદ્દો નહોતો માત્ર 2.6 ટકા લોકોએ તેને મહત્વનો ગણાવ્યો હતો. પરંતુ પુલવામા આતંકી હુમલો અને બાલાકોટની એર સ્ટ્રાઈક બાદ માહોલ બદલાયો છે. હવે દેશના 26 ટકા લોકો રાષ્ટ્રીય સુરક્ષાનો મહત્વનો મુદ્દો માને છે.

રોજગારીનો મુદ્દો દબાઈ ગયો

રોજગારીનો મુદ્દો દબાઈ ગયો

ચૂંટણી વિશ્લેષક યશવંત દેશમુખ કહે છે કે પહેલીવાર એવું લાગી રહ્યું છે કે લોકોની રોજગારી, જીવન ધોરણ જેવા મુદ્દાઓને રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાએ ટેકઓવર કરી લીધો છે. પાછલા કેટલાક સમયની વાત કરીએ તો વડાપ્રધાન મોદી અને મોદી સરકારની લોકપ્રિયતા ઘણી વધી, તો સામે રાહુલ ગાંધીની છબી પણ બદલાઈ રહી હતી. પરંતુ એર સ્ટ્રાઈક બાદ રાહુલ ગાંધીની લોકપ્રિયતા ફરી ઘટી રહી છે.

51 ટકા લોકો મોદી સરકારના કામથી સંતુષ્ટ

51 ટકા લોકો મોદી સરકારના કામથી સંતુષ્ટ

7 માર્ચે જે સર્વે થયો તેમાં 51 ટકા લોકોનું કહેવું છે કે તેઓ મોદી સરકારના કામથી સંતુષ્ટ છે. તો 1 જાન્યુઆરીએ થયેલા સર્વેમાં માત્ર 36 ટકા લોકો જ સરકારના કામથી સંતુષ્ટ હતા. ચૂંટણી વિશ્લેષક યશવંત દેશમુખનું કહેવું છે કે 1 જાન્યુઆરીથી 7 માર્ચ વચ્ચે 2 મોટા પરિવર્તન થયા છે. પહેલો ટર્નિંગ પોઈન્ટ વચગાળાનું બજેટ અને બીજો બાલાકોટની એર સ્ટ્રાઈક.

સુરક્ષા મામલે યુપીએ સરકારને મોદી સરકારે પાછળ છોડી

સુરક્ષા મામલે યુપીએ સરકારને મોદી સરકારે પાછળ છોડી

પુલવામાના આતંકી હુમલા બાદ જે રીતે હાલની સરકારે પાકિસ્તાન વિરુદ્ધ પગલા લીધાં છે, તેનાથી સરકારની છબી મજબૂત બની છે. તો મનમોહન સરકાર દરમિયાન 26/11ના આતંકી હુમલા બાદ પાકિસ્તાન સામે જે રીતે પગલાં ન લેવાયા તે યુપીએ સરકારનો માઈનસ પોઈન્ટ બની રહ્યો છે. યશવંત દેશમુખ કહે છે કે મોદી સરકારે સુરક્ષા મામલે કડક પગલાં લહીને યુપીએ 1 અને યુપીએ 2ને પાછળ છોડી દીધું છે. એ વાત પણ નકારી શકાય તેમ નથી કે ઈન્દિરા ગાંધી બાદ પાકિસ્તાનમાં ઘૂસીને જવાબ આપવાનો હુકમ માત્ર મોદી સરકારે જ આપ્યો છે.

રાહુલ ગાંધીની લોકપ્રિયતા ઘટી.

રાહુલ ગાંધીની લોકપ્રિયતા ઘટી.

આ વર્ષની શરૂઆતમાં રાહુલ ગાંધીની લોકપ્રિયતા ખસ્સી વધી હતી, તેમના પક્ષમાં 23 ટકા લોકોએ વોટ આપ્યો હતો. પરંતુ એર સ્ટ્રાઈક બાદ તેમની લોકપ્રિયતા ઘટીને માત્ર 8 ટકા થઈ ગઈ છે. જો કે હવે નજર ચૂંટણી પર છે, પહેલા તબક્કાના મતદાન દરમિયાન લોકોનો મૂડ અને રાજકીય સ્થિતિ કેટલી બદલાય છે તે જોવું રહ્યું.

English summary
lok sabha elections 2019 huge popularity in favor of modi government after airstrike
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X