For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુઘલો પહેલા હિંદુ નામનો કોઈ શબ્દ નહોતો, વિદેશીઓએ આપ્યો: કમલ હાસન

મક્કલ નિધિ મય્યમ પાર્ટીના સંસ્થાપક કમલ હાસને એક વાર ફરીથી કંઈક એવી ટિપ્પણી કરી છે જેના પર વિવાદ થઈ શકે છે.

|
Google Oneindia Gujarati News

અભિનેતામાંથી નેતા બનલા કમલ હાસન એક વાર ફરીથી પોતાના નિવેદન માટે સમાચારોમાં છે. મક્કલ નિધિ મય્યમ પાર્ટીના સંસ્થાપક કમલ હાસને એક વાર ફરીથી કંઈક એવી ટિપ્પણી કરી છે જેના પર વિવાદ થઈ શકે છે. તેમણે દાવો કર્યો કે 'હિંદુ' શબ્દ ભારત સાથે જોડાયેલો નથી, પ્રાચીન ગ્રંથમાં આ શબ્દનો કોઈ ઉલ્લેખ નથી મળતો, આ શબ્દ વિદેશીઓ તરફથી આપવામાં આવ્યો છે. કમલ હાસને આ અંગે ટ્વીટર પર તમિલ ભાષામાં એક ટ્વીટ કર્યુ છે.

આ પણ વાંચોઃ ચૂંટણી પંચના મતભેદ પર મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોરાએ તોડ્યુ મૌન, જાણો શું કહ્યુઆ પણ વાંચોઃ ચૂંટણી પંચના મતભેદ પર મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોરાએ તોડ્યુ મૌન, જાણો શું કહ્યુ

‘હિંદુ' વિશે કમલ હાસનનું ટ્વીટ, વધી શકે છે વિવાદ

કમલ હાસને તમિલમાં કરેલા પોતાના ટ્વીટમાં લખ્યુ, ‘પહેલી સહસ્ત્રીબ્દી દરમિયાન દક્ષિણ ભારતના ના તો અલવર કે ના નયનમાર, ના વૈષ્ણવ અને ના શૈવ કવિ-સંતોએ ક્યારેય ‘હિંદુ' શબ્દનો ઉપયોગ કર્યો છે. આપણા પર શાસન કરતા અંગ્રેજોએ મુઘલો સહિત વિદેશી આક્રમણકારીઓએ આપેલા આ શબ્દને આગળ વધારવાનું કામ કર્યુ.' તેમણે દાવો કર્યો કે, ‘કોઈ પણ પ્રાચીન ગ્રંથમાં ‘હિંદુ' શબ્દનો ઉલ્લેખ મળતો નથી. મુઘલ સહિત બીજા વિદેશી આક્રમણકારીઓએ આ શબ્દ આપ્યો. આપણી ઓળખ એક ભારતીય તરીકે હોવી જોઈએ ના કે એક હિંદુ તરીકે હોવી જોઈએ.'

કમલ હાસનના ‘હિંદુ આતંકવાદી'વાળા નિવેદન પર વધ્યો વિવાદ

કમલ હાસનના ‘હિંદુ આતંકવાદી'વાળા નિવેદન પર વધ્યો વિવાદ

આ કોઈ પહેલી વાર નથી જ્યારે કમલ હાસને આવી ટિપ્પણી કરી છે. આ પહેલા મક્કલ નિધિ મય્યમ પાર્ટીના પ્રમુખે એક વિવાદિત નિવેદન આપીને કહ્યુ હતુ કે આઝાદ ભારતનો પહેલો આતંકવાદી હિંદુ હતો. તેમણે મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસે તરફ ઈશારો કરીને કમલ હાસનને કહ્યુ કે તે એક હિંદુ આતંકી હતો. ગોડસે વિશે કમલ હાસનના નિવેદન પર ભારતીય જનતા પાર્ટીએ સવાલ ઉઠાવ્યા હતા. એટલુ જ નહિ ઘણા હિંદુવાદી સંગઠનોએ પણ આની ટીકા કરી હતી.

‘આપણી ઓળખ એક ભારતીય તરીકે હોવી જોઈએ'

‘આપણી ઓળખ એક ભારતીય તરીકે હોવી જોઈએ'

કમલ હાસનના નિવેદન પર વિવાદ વધ્યા બાદ તેમણે વધુ એક ટિપ્પણી કરીને કહ્યુ હતુ, ‘દરેક ધર્મનો પોતાનો આતંકવાદી છે અને કોઈ પણ પવિત્ર હોવાનો દાવો નથી કરી શકતુ.' વળી, ‘હિંદુ આતંકવાદી'વાળા નિવેદન પર તેમણે પોતાની ધરપકડની પણ આશંકા વ્યક્ત કરી. કમલ હાસને કહ્યુ કે તેમને ધરપકડનો ડર નથી પરંતુ તે બતાવવા ઈચ્છે છે કે આનાથી તણાવ વધી જશે. આ પહેલા તમિલનાડુના મુખ્ય ચૂંટણી અધિકારીએ કહ્યુ કે કલમ હાસનના ‘હિંદુ આતંકવાદી'વાળા નિવેદન વિશે જિલ્લા ચૂંટણી અધિકારી પાસેથી રિપોર્ટ માંગવામાં આવ્યો છે.

English summary
Lok Sabha Elections 2019: Kamal Haasan claims There was no word 'Hindu' before Mughals, not an Indian word.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X