For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદીએ માનસિક સંતુલન ગુમાવી દીધુ છે, તેમને સારવારની જરૂરઃ સીએમ ભૂપેશ બઘેલ

પીએમ મોદી દ્વારા પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીને ‘ભ્રષ્ટાચારી નંબર 1' કહેવા પર છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે પીએમ મોદી પર હુમલો કર્યો છે.

|
Google Oneindia Gujarati News

પીએમ મોદી દ્વારા પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીને 'ભ્રષ્ટાચારી નંબર 1' કહેવા પર રાજકીય નિવેદનબાજી તીખી થઈ ગઈ છે. આ વિશે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, અરવિંદ કેજરીવાલ બાદ હવે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે પીએમ મોદી પર હુમલો કર્યો છે. સીએમ બઘેલે કહ્યુ, 'મોદીનું દિમાગી સંતુલન બગડી ચૂક્યુ છે.' તેમણે ટ્વીટ કરીને કહ્યુ કે મોદીજી ના તો તમે દેશને સમજો છો કે ના દેશપ્રેમને, ન રાષ્ટ્રને સમજો છો કે ના રાષ્ટ્રપ્રેમને. ન ત્યાગને સમજો છો કે ના બલિદાન. તમને માત્ર સત્તા સમજમાં આવે છે. તમે પ્રેમ નહિ ઘૃણા સમજો છો. રાજીવ ગાંધીએ દેશ માટે જીવ ગુમાવ્યો. તેમનુ અપમાન દેશ અને તેમની શહીદીનું અપમાન છે.

આ પણ વાંચોઃ અક્ષય તૃતીયાના કારણે જ આજે સાથે છે ઐશ્વર્યા-અભિષેક, જાણો ખાસ વાતોઆ પણ વાંચોઃ અક્ષય તૃતીયાના કારણે જ આજે સાથે છે ઐશ્વર્યા-અભિષેક, જાણો ખાસ વાતો

પ્રધાનમંત્રીના કદનું કોઈ વ્યક્તિ નિમ્ન સ્તરની વાતો કરશે વિચાર્યુ નહોતુ

પ્રધાનમંત્રીના કદનું કોઈ વ્યક્તિ નિમ્ન સ્તરની વાતો કરશે વિચાર્યુ નહોતુ

મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કહ્યુ કે આ પહેલા દેશના કોઈ પણ પ્રધાનમંત્રીએ આટલા નિમ્ન સ્તર પર જઈને રાજકીય ફાયદો ઉઠાવવાની કોશિશ નથી કરી. મોદીના નિવેદનની નિંદા કરવા માટે કોઈ શબ્દ નથી. તેમણે કહ્યુ કે રાજીવ ગાંધી પર પ્રધાનમંત્રીની ટિપ્પણી ખૂબ જ નિંદનીય છે. કોઈ વિચારી પણ ન શકે કે પ્રધાનમંત્રીના કદની કોઈ વ્યક્તિ કી એવા વ્યક્તિ માટે અપમાનજનક ટિપ્પણી કરશે જે જીવિત નથી. આ દર્શાવે છે કે પ્રધાનમંત્રીએ પોતાનું માનસિક સંતુલન ગુમાવી દીધુ છે અને તેમને સારવારની જરૂર છે.

ઉંઘ પૂરી ન થવાથી પીએમની માનસિક સ્થિતિ ખરાબ

સીએમ બઘેલે કહ્યુ કે પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ હતુ કે તે માત્ર 3-4 કલાક સૂવે છે. ઉંઘ પૂરી ન થવાના કારણે તેમની માનસિક સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. મોદીએ મોટા સ્થાન પર ન હોવુ જોઈએ કારણકે આ દેશ માટે ખતરનાક છે. ભૂપેશ બઘેલે કહ્યુ કે મોદીએ ખોટા દાવા કર્યા છે કે દેશ માટે તેમના દિલમાં પ્રેમ અને દેશભક્તિ છે જ્યારે તે માત્ર ખુરશી અને સત્તાના ભૂખ્યા છે.

છેલ્લા પાંચ વર્ષોમાં માત્ર જુમલાબાજી થઈ

છેલ્લા પાંચ વર્ષોમાં માત્ર જુમલાબાજી થઈ

ભૂપેશ બઘેલે કહ્યુ કે આ ચૂંટણી એ લોકો સામે છે જે બોલવાની આઝાદી પર પ્રતિબંધ લગાવે છે. જ્યાં સુધી દેશના આગામી પીએમની વાત છે તો એક વાત સ્પષ્ટ છે કે યુપીએ સરકાર બનવા જઈ રહી છે અને રાહુલ ગાંધી દેશના આગામી પીએમ બનવા જઈ રહ્યા છે. તેમણે કહ્યુ કે છેલ્લા પાંચ વર્ષોમાં માત્ર જુમલેબાજી થઈ છે. તમે જુમલાઓથી થોડા સમય માટે લોકોના દિલ પર રાજ કરી શકો છો. પરંતુ જનતાને પરિણાથી મતલબ હોય છે. આર્થિક મુદ્દે આ સરકાર નિષ્ફળ રહી છે. આ સાથે જ સામાજિક સદભાવમાં પણ ઘટાડો આવ્યો છે. તમે માત્ર એક વિચારને આગળ વધારીને ભારત જેવા દેશમાં શાસન ન કરી શકો.

English summary
Lok Sabha Elections 2019: "Modi Ji Has Lost Mental Balance": CM Bhupesh Baghel On Rajiv Gandhi Remarks.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X