For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

5 વર્ષમાં પીએમ મોદીની પહેલી પ્રેસ કોન્ફ્રન્સ, અમિત શાહ પણ હાજર

લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કાના મતદાન પહેલા પ્રચારના થોડા મિનિટ પહેલા પીએમ મોદી અને અમિત શાહે પ્રેસ કોન્ફ્રન્સ કરી.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કાના મતદાન પહેલા પ્રચારના થોડા મિનિટ પહેલા પીએમ મોદી અને અમિત શાહે પ્રેસ કોન્ફ્રન્સ કરી. 5 વર્ષમાં પીએમ મોદીની આ પહેલી પ્રેસ કોન્ફ્રન્સ છે. આ પ્રેસ કોન્ફ્રન્સ દરમિયાન અમિત શાહે ભાજપની ઉપલબ્ધીઓ ગણાવી અને તેમના ચૂંટણી અભિયાન વિશે પણ વાત કરી. તેમને કહ્યું કે મોદી સરકાર બનાવવા માટે જનતાનો ઉત્સાહ ઘણો વધારે છે. પહેલા અમિત શાહે પોતાની વાત લોકો સામે રાખી, ત્યારપછી પીએમ મોદીએ પણ પોતાની વાત રજુ કરી.

પીએમ મોદીએ શુ કહ્યું

પીએમ મોદીએ તેમની પ્રેસ કોન્ફ્રન્સમાં કહ્યું કે હું મધ્યપ્રદેશથી સીધો આવ્યો છું. તેમને કહ્યું કે પહેલા હું તમારી સાથે સીધો ચા પીતો હતો. વર્ષ 2014 દરમિયાન આઇપીએલ મેચ બહાર કરવી પડી હતી. જો સરકાર સક્ષમ હોય તો રમઝાન પણ થાય, આઇપીએલ પણ થાય અને બાળકોની પરીક્ષા પણ સારી રીતે થાય. તેમને કહ્યું કે જનતા પહેલા કરતા પણ વધારે આશીર્વાદ તેમને આપી રહી છે.

17 મેંથી દેશમાં ઈમાનદારીની શરૂઆત થઇ હતી

17 મેંથી દેશમાં ઈમાનદારીની શરૂઆત થઇ હતી

પીએમ મોદીએ પત્રકારોને ધન્યવાદ આપ્યા આ દરમિયાન તેમને કહ્યું કે પાંચ વર્ષ પહેલા દેશમાં 17 મેં 2014 દરમિયાન દેશની જનતાએ સત્તાખોરોના દિમાગમાં એક મોટો ઝાટકો આપ્યો હતો અને ઈમાનદાર સરકારની શરૂઆત કરી હતી.

અમિત શાહે પોતાની સરકારની ઉપલબ્ધીઓ ગણાવી

અમિત શાહે પોતાની સરકારની ઉપલબ્ધીઓ ગણાવી

પ્રેસ કોન્ફ્રન્સમાં અમિત શાહે કહ્યું કે તેમની સરકાર ફરી બનવા જઈ રહી છે. અમારી સરકારે દરેક યોજનાઓ પર નજર રાખી છે. 5 વર્ષમાં અમે 133 યોજનાઓ લઈને આવ્યા છે. એટલું જ નહીં પરંતુ મોદી સરકારે દુનિયામાં દેશનું માન સમ્માન વધાર્યું છે. ભાજપા અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે અમે 50 કરોડ ગરીબોનું જીવન સ્તર ઉપર ઉઠાવ્યું છે.

બહુમત સાથે સરકાર બનશે

બહુમત સાથે સરકાર બનશે

ભાજપા અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે અમે બૂથ અને શક્તિ કેન્દ્રોની રચના સાથે અમે સફળતા મેળવી છે. વર્ષ 2014 દરમિયાન અમારી પાસે 6 સરકારો હતી આજે અમારી પાસે 16 સરકારો છે. અમિત શાહે કહ્યું કે અમે આજે કહેવા ગર્વ થાય છે કે દેશની આઝાદી પછી સૌથી વધારે પરિશ્રમ અને વિસ્તૃત ચૂંટણી અભિયાન અમારા નેતા નરેન્દ્ર મોદીએ કર્યું છે.

English summary
pm narendra modi and amit shah addressing a press conference
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X