For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રેસ કૉન્ફરન્સમાં પૂછાયેલા દરેક સવાલને પીએમ મોદીએ અમિત શાહ તરફ વાળ્યા

જે પત્રકારો એ વિચારીને ઉત્સાહિત હતા કે પાંચ વર્ષમાં પ્રધાનમંત્રી સાથે તેમની પહેલી વાતચીત થશે તેઓ શુક્રવારે ખૂબ નિરાશ થયા.

|
Google Oneindia Gujarati News

જે પત્રકારો એ વિચારીને ઉત્સાહિત હતા કે પાંચ વર્ષમાં પ્રધાનમંત્રી સાથે તેમની પહેલી વાતચીત થશે તેઓ શુક્રવારે ખૂબ નિરાશ થયા. 26 મે, 2014ના રોજ પદભાર સંભાળ્યા બાદથી નરેન્દ્ર મોદીએ પહેલી વાર એક પ્રેસ કૉન્ફરન્સમા પોતાની હાજરી નોંધાવી. થોડો સમય ચૂંટણી અભિયાન વિશે સંક્ષેપમાં વાતચીત કરી અને ઉતાર-ચઢાવના માધ્યમથી તેમની સાથે રહેવા માટે લોકોનો આભાર માન્યો. પરંતુ તેમણે સવાલના જવાબ આપવાના બદલે બધા સવાલોને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અમિત શાહની તરફ કરી દીધા. પીએમ મોદીએ કહ્યુ કે, 'હું એક અનુશાસિત સૈનિક છું. અમારી પાર્ટીમાં અધ્યક્ષ જ બધુ છે.'

modi-shah

તમને જણાવી દઈએ કે જ્યારે પ્રેસ કૉન્ફરન્સ થઈ તો ભાજપ અધ્યક્ષ અમિત શાહે કહ્યુ કે પ્રધાનમંત્રી પ્રેસ કૉન્ફરન્સમાં શામેલ થશે. પીએમ મોદીના બોલ્યા બાદ પત્રકારોએ ઘણા સવાલ ઉઠાવ્યા અને મોદીએ તેમાંથી કોઈનો પણ જવાબ ન આપ્યો. સવાલોના જવાબ અમિત શાહ આપી રહ્યા હતા. જ્યારે એક પત્રકારે સીધા પ્રધાનમંત્રીને સવાલ પૂછ્યા તો તેમણે કહ્યુ, 'અમે તો ડિસિપ્લિન્ડ (અનુશાસિત) સોલ્જર છે. પાર્ટી અધ્યક્ષ અમારા માટે બધુ હોય છે.' શાહે પણ કહ્યુ કે પ્રધાનમંત્રીને સવાલોના જવાબ આપવાની જરૂર નથી.

પ્રેસ કૉન્ફરન્સમાં શું બોલ્યા પીએમ મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે આ ચૂંટણી સકારાત્મક અને શાનદાર રહી છે. તે આ વખતે પ્રચાર નહોતા કરી રહ્યા પરંતુ લોકોનો આભાર માની રહ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે જ્યારે હું ચૂંટણી માટે નીકળ્યો અને મન બનાવીને નીકળ્યો હતો અને પોતાને એ ધાર પર રાખ્યો. મે દેશવાસીઓને કહ્યુ હતુ કે 5 વર્ષ મને દેશવાસીઓએ જે આશીર્વાદ આપ્યા તેના માટે હું આભાર માનવા આવ્યો છુ. અનેક ઉતાર ચઢાવ આવ્યા પરંતુ દેશ સાથે રહ્યો. મારા માટે ચૂંટણી જનતાનો આભાર વ્યક્ત માટેની હતી.

નવી સરકાર બનાવવાનું જનતાએ નક્કી કરી લીધુ છે

અમે સંકલ્પપત્રમાં દેશને આગળ લઈ જવાની ઘણી વાતો કહી છે. બને તેટલુ જલ્દી નવી સરકાર પોતાનો કાર્યભાર સંભાળશે. એક પછી એક કરીને અમે નિર્ણય લઈશુ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે દેશમાં એક વાર ફરીથી પૂર્ણ બહુમત સાથે ભાજપની સરકાર બનશે. પ્રધાનમંત્રીએ કહ્યુ કે લાંબા સમય બાદ દેશમાં કોઈ પાર્ટી સતત બીજી વાર ચૂંટણી જીતીને આવી રહી છે.

રાહુલ ગાંધીએ કર્યો કટાક્ષ

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પહેલી પ્રેસ કૉન્ફરન્સ વિશે કટાક્ષ કરતા કહ્યુ કે તે આના માટે પ્રધાનમંત્રીને અભિનંદન પાઠવે છે. સાથે તેમણે ભાજપ અધ્યક્ષ અમિત શાહ પર પણ કટાક્ષ કર્યો કે કદાચ તે આવતી વખતે નરેન્દ્ર મોદીને પત્રકારોના સવાલોના જવાબ આપવાનો મોકો આપશે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યુ, 'અભિનંદન મોદીજી, શાનદાર પત્રકાર સંમેલન, તમે પગલુ આગળ વધાર્યુ. કદાચ આવતી વખતે અમિત શાહ તમને અમુક સવાલોના જવાબ આપવા દે. બહુ સરસ.' ત્યારબાદ કોંગ્રેસના મુખ્ય પ્રવકતા સુરજેવાલાએ કહ્યુ, 'મોદીજીની પહેલી અને અંતિમ પ્રેસ કૉન્ફરન્સ - અમિત શાહની લાકડી બન્યા! ખોદ્યો પહાડ, નીકળ્યો ઉંદર. એક કલાકનું ભાષણ, પત્રકારોના ચહેરા પર થાક, પત્રકારિતા પર ઘણુ બધુ પ્રવચન. એક પણ સવાલ નહિ, એક પણ જવાબ નહિ.'

આ પણ વાંચોઃ લખનઉ-આગ્રા એક્સપ્રેસ વે પર બસ સાથે ટ્રેક્ટર ટ્રોલી ટકરાતા 5ના મોત, 30થી વધુ ઘાયલઆ પણ વાંચોઃ લખનઉ-આગ્રા એક્સપ્રેસ વે પર બસ સાથે ટ્રેક્ટર ટ્રોલી ટકરાતા 5ના મોત, 30થી વધુ ઘાયલ

English summary
Journalists who were excited by what they thought would be their first interaction with the prime minister in five years were left sorely disappointed on Friday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X