For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમિત શાહના પ્રદર્શન અંગે સામે આવ્યો મોટો સર્વે, ગ્રાફમાં મોટો ઘટાડો

ભાજપના ચાણક્ય કહેવાતા અમિત શાહની પાર્ટી અધ્યક્ષ તરીકે દેશમાં લોકપ્રિયતા અંગે એક મોટો સર્વે સામે આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

2019ની લોકસભા ચૂંટણી અંગે દેશના રાજકારણની ગરમી સતત વધી રહી છે. દિલ્લીની ખુરશી માટે જ્યાં અલગ અલગ રાજ્યોમાં સ્થાનિક દળો વચ્ચે ગઠબંધનનું ગણિત બેસાડવામાં આવી રહ્યુ છે. વળી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ પણ એનડીએને મજબૂત કરવામાં લાગેલા છે. આ તમામ કવાયતો વચ્ચે ભાજપના ચાણક્ય કહેવાતા અમિત શાહની પાર્ટી અધ્યક્ષ તરીકે દેશમાં લોકપ્રિયતા અંગે એક મોટો સર્વે સામે આવ્યો છે. આ સર્વેના પરિણામો ભારતીય જનતા પાર્ટી, પીએમ નરેન્દ્ર મોદી અને અમિત શાહ માટે મુશ્કેલી વધારનારા છે. સર્વે મુજબ ભાજપ અધ્યક્ષ તરીકે અમિત શાહની લોકપ્રિયતામાં ભારે ઘટાડો આવ્યો છે.

શું કહે છે સર્વેના પરિણામો?

શું કહે છે સર્વેના પરિણામો?

ઈન્ડિયા ટુડેના ‘મૂડ ઓફ ધ નેશન' સર્વે મુજબ જાન્યુઆરી 2019માં 34 ટકા લોકોએ માન્યુ છે કે ભાજપ અધ્યક્ષ તરીકે અમિત શાહનું પ્રદર્શન ‘સારુ' કે ‘બહુ સારુ' રહ્યુ છે. ઓગસ્ટ 2018 માં કરાયેલા સર્વેને જોઈએ તો તે સમયે લગભગ 50 ટકા લોકોએ અમિત શાહના કામની પ્રશંસા કરી હતી. સર્વેમાં બીજા 34 ટકા લોકોનું કહેવુ છે કે અમિત શાહનું પ્રદર્શન ‘સરેરાશ' રહ્યુ છે. વળી, 27 ટકા લોકોનું માનવુ છે કે ભાજપ અધ્યક્ષ તરીકે તેમનુ પ્રદર્શન ‘ખરાબ' કે ‘અતિ ખરાબ' રહ્યુ. ઓગસ્ટ 2018માં અમિત શાહના પ્રદર્શનને ખરાબ કહેનારાનો આંકડો માત્ર 16 ટકા હતો. સર્વેમાં વધુ એક ચોંકાવનારો આંકડો પણ નીકળીને સામે આવ્યો છે. લગભગ 22 ટકા લોકોનું માનવુ છે કે અમિત શાહ ભાજપ કે સંઘ પરિવારના તે વ્યક્તિ છે જે પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદીનો વિકલ્પ હોઈ શકે છે.

3-0થી મળેલી હાર બાદ બદલી ધારણા

3-0થી મળેલી હાર બાદ બદલી ધારણા

વાસ્તવમાં કોઈ પાર્ટી આગળ લઈ જવામાં કોઈ નેતાનું કેટલુ પણ મોટુ યોગદાન કેમ ના હોય પરંતુ તેના નેતૃત્વમાં મળેલી પાર્ટીની જીત કે હાર, લોકોના મનમાં તેમની છબી બનાવવામાં ઘણી મહત્વની ભૂમિકા નિભાવે છે. હાલમાં જ ત્રણ રાજ્યો મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં 3-0 થી ભાજપને મળેલી હાર બાદ લોકોના મનમાં ભગવા પાર્ટીના વિજયી નેતા તરીકે અમિત શાહની છબી બદલાઈ છે. આ ત્રણે રાજ્યોમાં કોંગ્રેસે ભાજપને સત્તામાંથી બેદખલ કરીને પોતાની સરકાર બનાવી છે. જો કે અમિત શાહની લોકપ્રિયતામાં ઘટાડો ચિંતાજનક નથી કારણકે લોકોને હજુ પણ લાગે છે કે તેમણે સંપૂર્ણપણે સારુ પ્રદર્શન કર્યુ છે. સર્વેના પરિણામોને જોઈએ તો જાહેર છે કે આવનારા દિવસો અમિત શાહ માટે પડકારભર્યા છે.

સર્વેમાં એનડીએને 237 સીટોનું અનુમાન

સર્વેમાં એનડીએને 237 સીટોનું અનુમાન

તમને જણાવી દઈએ કે હાલમાં જ ઈન્ડિયા ટુડેના સર્વેમાં કેન્દ્રની ભાજપ સરકાર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અંગે ઘણી મોટી વાતો સામે આવી છે. સર્વે મુજબ 46 ટકા લોકોએ મોદી સરકારને નોકરીઓ પેદા કરવા મામલે નિષ્ફળ માન્યા છે. વળી, મોંઘવારી કાબુ કરવા અને નોટબંધી અંગે પણ સર્વેમાં શામેલ લોકોને સરકાર બહુ સફળ નથી કહી. ઉત્તર ભારત ક્ષેત્રના 14 ટકા અને દક્ષિણ ભારતના 16 ટકા લોકોનું માનવુ છે કે નોટબંધી એક નિષ્ફળ કોશિશ હતી. સર્વેના પરિણમામો મુજબ 2019ની લોકસભા ચૂંટણીમાં કોઈ ગઠબંધન બહુમત સુધી નહિ પહોંચી શકે. એનડીએને 237 સીટો અને યુપીએને 166 સીટો મળવાનું અનુમાન છે. અન્ય પક્ષોને 140 સીટો મળવાનું અનુમાન છે. આ આંકડાઓને જોઈએ તો સરકારની રચનામાં સ્થાનિક પક્ષોની ભૂમિકા ઘણી મહત્વી બની રહેશે.

આ પણ વાંચોઃ વિદેશથી ભારતીયોના મૃતદેહ લાવવા હવે પીડાદાયક નહિ રહે, એર ઈન્ડિયા સાથે કરારઆ પણ વાંચોઃ વિદેશથી ભારતીયોના મૃતદેહ લાવવા હવે પીડાદાયક નહિ રહે, એર ઈન્ડિયા સાથે કરાર

English summary
Lok Sabha Elections 2019: Popularity Of Amit Shah As BJP Chief Goes Down.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X