For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ના મોદી ના રાહુલ, દેવગૌડા બની શકે છે આગલા પીએમ

ના મોદી ના રાહુલ, દેવગૌડા બની શકે છે આગલા પીએમ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019ને લઈ રાજકીય પારો ગરમાયો છે. સત્તાધારી પાર્ટી ભાજપ હોય કે પછી મુખ્ય વિપક્ષી દળ કોંગ્રેસ, બંને તરફથી ભારે ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જો કે જનતાનો શું ફેસલો હશે એ તો 23મી મેના રોજ જ માલૂમ પડશે. અગાઉ દિગ્ગજ દલિત નેતા અને વંચિત બહુજન અઘાડીના અધ્યક્ષ પ્રકાશ આંબેડકરે દાવો કર્યો છે. મહારાષ્ટ્રમાં અસાદુદ્દીન ઓવૈસી સાથે ગઠબંધનમાં લોકસભ ચૂંટણી લડનાર વંચિત બહુજન અઘાડીના મુખ્યા પ્રકાશ આંબેડકરે કહ્યું કે, આગલા વડાપ્રધાન ન તો નરેન્દ્ર મોદી બનશે કે ન તો રાહુલ ગાંધી, આ વખતે ત્રીજા મોર્ચાના કોઈ નેતાને લોકસભા ચૂંટણી બાદ આ પ્રતિષ્ઠિત પદ મળી શકે છે.

ભીમરાવ આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકરનો આ મોટો દાવો

ભીમરાવ આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકરનો આ મોટો દાવો

દલિત નેતા અને બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકરે દાવો કર્યો કે દેશના આગલા પીએમ ન તો નરેન્દ્ર મોદી બનશે કે ન તો રાહુલ ગાંધી. આ વખતે જનતાદળ સેક્યુલરના અધ્યક્ષ અને પૂર્વ પીએમ એચડી દેવગૌડા કિંગ મેકર સાબિત થશે. વંચિત બહુજન આઘાડીના અધ્યક્ષે કહ્યું કે આ વખતે ભાજપને 148થી 200 લોકસભા સીટ મળશે, જ્યારે કોંગ્રેસને 100 જેટલી સીટ મળશે. બાકી સીટો પર ક્ષેત્રીય પાર્ટીઓ અને વીબીએ જેવા સંગઠનોનો કબ્જો હશે.

ભાજપ-કોંગ્રેસને આટલી સીટ આવવાનો દાવો

ભાજપ-કોંગ્રેસને આટલી સીટ આવવાનો દાવો

દલિત નેતા અને વંચિત બહુજન આઘાડીના અધ્યક્ષ પ્રકાશ આંબેડકરે મુંબઈમાં પત્રકારો સાથે વાતચીત કરી રહ્યા હતા. દરમિયાન તેમણે કહ્યું કે મારા અનુમાન મુજબ આ લોકસભા ચૂંટણી કોઈ પાર્ટીને બહુમત નહિ મળે. જેના કારણે ન તો નરેન્દ્ર મોદી કે ન તો રાહુલ ગાંધીની પીએમ બનવાની સંભાવના છે. લોકસભા ચૂંટણીના પરિણામમાં ભાજપને 148થી 200 સીટ તો કોંગ્રેસને 100 સીટ મળી શકે છે. બાકીની સીટો ક્ષેત્રીય દળો અને નાના સંગઠનોને મળશે. એવામાં ત્રીજો મો્ચો આ ચૂંટણીમાં મજબૂત બની ઉભરી આવશે અને આમાંથી જ કોઈ ચોંકાવનાર પીએમ બનશે.

ત્રીજા મોર્ચામાંથી પીએમ બનશે

ત્રીજા મોર્ચામાંથી પીએમ બનશે

પ્રધાનમંત્રીના સવાલ પર પ્રકાશ આંબેડકરે કહ્યું કે આ વખ્તેની સ્થિતિને ધ્યાનમાં રાખી પૂર્વ પીએમ અને જેડીએસ અધ્યક્ષ એચડી દેવગૌડા છૂપા રુસ્તમ સાબિત થઈ શકે છે. દેવગૌડાએ ક્યારેય બીજા રાજ્યોની પાર્ટિઓના આંતરિક મામલામાં હસ્તક્ષેપ ન કર્યો હોવાથી બધા લોકો તેમનો સ્વીકાર કરશે. જો કોંગ્રેસ પાર્ટીની વાત કરીએ તો તેમની સામે મુશ્કેલીઓ અને પડકાર છે. અલગ-અલગ રાજ્યોમાં કેટલાય દળ કોંગ્રેસની વિરોધમાં છે, જ્યારે કોંગ્રેસે પણ ક્ષેત્રીય પાર્ટીઓને મહત્વ આપ્યું નથી, એવામાં ક્ષેત્રીય પાર્ટીઓ કોંગ્રેસના દાવેદારનો સ્વીકાર નહિ કરે.

મહારાષ્ટ્રમાં ઓવૈસી સાથે ગઠબંધન

મહારાષ્ટ્રમાં ઓવૈસી સાથે ગઠબંધન

પ્રકાશ આંબેડકરે કહ્યું કે આ વખતે લોકસભા ચૂંટણીમાં તેમનું સંગઠન વંચિત બહુજન આઘાડી સારું પ્રદર્શન કરશે. આ ચૂંટણીમાં વીબીએ અને અસાદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMએ મહારાષ્ટ્રમાં એક રાજનૈતિક મોર્ચો બનાવ્યો અને ચૂંટણી મેદાનમાં ઉતર્યા. બંને દળોએ મળી મહારાષ્ટ્રની તમામ 48 લોકસભા સીટ પર પોતાના ઉમેદવાર ઉતાર્યા છે. મહારાષ્ટ્રની તમામ સીટ પર મતદાન સંપન્ન થઈ ચૂક્યું છે.

હવે સની દેઓલે વધાર્યું ભાજપનું ટેંશન, ચૂંટણી પંચને મળ્યા ભાજપી નેતા હવે સની દેઓલે વધાર્યું ભાજપનું ટેંશન, ચૂંટણી પંચને મળ્યા ભાજપી નેતા

English summary
Lok Sabha Elections 2019: Prakash Ambedkar says Neither Narendra Modi nor Rahul Gandhi HD Deve Gowda Could be Dark Horse for PM Post
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X