For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શત્રુઘ્ન સિંહા પાસે 112.22 કરોડની સંપત્તિ, પુત્રી પાસેથી કરોડો રૂપિયા ઉધાર લીધા

બિહારના પટના સાહિબ લોકસભા બેઠક પરથી કોંગ્રેસએ શત્રુઘ્ન સિંહાને ટિકિટ આપી છે. શત્રુઘ્ન સિન્હાએ તેમના નામાંકન પેપરમાં જે માહિતી આપી છે તે અનુસાર તેમની પાસે કુલ સંપત્તિ 112.22 કરોડ રૂપિયા છે.

|
Google Oneindia Gujarati News

બિહારના પટના સાહિબ લોકસભા બેઠક પરથી કોંગ્રેસએ શત્રુઘ્ન સિંહાને ટિકિટ આપી છે. શત્રુઘ્ન સિન્હાએ તેમના નામાંકન પેપરમાં જે માહિતી આપી છે તે અનુસાર તેમની પાસે કુલ સંપત્તિ 112.22 કરોડ રૂપિયા છે. સિંહાએ રિટર્નિંગ ઑફિસરને આપેલા પોતાના નોમિનેશન પેપરમાં જણાવ્યું હતું કે તેમની પાસે 8.60 કરોડ રૂપિયાની ચલ સંપત્તિ છે, જ્યારે 103.61 કરોડ રૂપિયાની અચલ સંપત્તિ છે. જણાવી દઈએ કે શત્રુઘ્ન સિંહા પટના સાહિબથી ભાજપના ઉમેદવાર રવિ શંકર પ્રસાદ સામે ચૂંટણી લડી રહ્યા છે.

આ પણ વાંચો: એટલી નફરત છે કે કોંગ્રેસ મને મારવાના સપના જોઈ રહી છે: પીએમ મોદી

કોંગ્રેસની ટિકિટથી લડી રહ્યા છે ચૂંટણી

કોંગ્રેસની ટિકિટથી લડી રહ્યા છે ચૂંટણી

રવિ શંકર પ્રસાદ વિશે વાત કરીએ તો, તેમની પાસે કુલ 22.90 કરોડ રૂપિયાની સંપત્તિ છે. પ્રસાદે 29 એપ્રિલના રોજ તેમની ઉમેદવારી નોંધાવી હતી, જેમાં તેમણે તેમની સંપત્તિ વિશેની માહિતી આપી હતી. શત્રુઘ્ન સિંહાની પત્ની પૂનમ સિન્હા વિશે વાત કરીએ તો, તેમની પાસે કુલ 458232 રૂપિયા રોકડ છે અને તેઓ લખનઉથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાજનાથસિંહના સામે ચૂંટણી લડશે. સમાજવાદી પાર્ટીએ તેમને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. શત્રુઘ્ન સિંહા પોતાની પત્ની માટે પ્રચાર કરવા લખનઉ પહોંચ્યા હતા.

1 કરોડની જ્વેલરી

1 કરોડની જ્વેલરી

શત્રુઘ્ન સિન્હા પાસે 2.74 કરોડ રૂપિયાની બેંકમાં ડિપોઝિટ જમા છે અને 29.10 લાખ રૂપિયા શેર બોન્ડ, મ્યુચ્યુઅલ બોન્ડ છે. સાથે તેમની પાસે સોના, ચાંદી અને અન્ય કિંમતી પત્થરો પણ છે, જેની કુલ કિંમત 1.03 કરોડ છે. પૂનમ સિંહા પાસે 1.15 કરોડ રૂપિયાના કિંમતી ઘરેણાં છે. શત્રુઘ્ન સિંહા પાસે એક એમ્બેસેડર કાર છે, બે કેમેરા, એક ફોર્ચ્યુનર, ઇનોવા, મારુતિ સીયાઝ, સ્કોર્પિયો સહીત કુલ સાત કારો છે. પત્ની પૂનમ સિંહાની 2013 ની મર્સિડીઝ કાર છે, જેની કિંમત 48.20 લાખ રૂપિયા છે.

પુત્રી પાસેથી લીધું ઉધાર

પુત્રી પાસેથી લીધું ઉધાર

શત્રુઘ્ન સિન્હા અને તેની પત્નીએ કોઈ પણ પ્રકારની બેંક પાસેથી કોઈ લોન લીધી નથી અને તેમની કોઈ પણ પ્રકારે સરકાર પર જવાબદારી નથી. જો કે શત્રુઘ્ન સિન્હાએ તેમની પુત્રી પાસેથી 10.59 કરોડ રૂપિયા ઉધાર લીધા છે. સોગંદનામા અનુસાર, 2018-19થી સિંહાની મિલકત ઘટીને 6387233 રૂપિયા થઈ ગઈ છે. 2014-15 ની સરખામણીમાં તેમની પત્નીની આવક ઘટીને 13424388 રૂપિયા થઈ ગઈ છે.

English summary
Lok Sabha Elections 2019 Shatrughan Sinha has total asset of 112 crore
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X