For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એટલી નફરત છે કે કોંગ્રેસ મને મારવાના સપના જોઈ રહી છે: પીએમ મોદી

દેશમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણી વચ્ચે પ્રધાનમંત્રી મોદીએ એક ચૂંટણી રેલીમાં કોંગ્રેસ પર જોરદાર પ્રહાર કર્યા છે.

|
Google Oneindia Gujarati News

દેશમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણી વચ્ચે પ્રધાનમંત્રી મોદીએ એક ચૂંટણી રેલીમાં કોંગ્રેસ પર જોરદાર પ્રહાર કર્યા છે. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસના લોકોને મોદીથી એટલી નફરત છે કે તેઓ મને મારવાના સપના જોઈ રહ્યા છે. પીએમ મોદીએ હોશંગાબાદમાં ઇટારસીમાં જનસભાને સંબોધિત કરતા કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુનું નામ લીધા વિના તેમના પર પ્રહાર કર્યા છે. તેમને કહ્યું કે, "મેં સાંભળ્યું છે કે કોંગ્રેસના એક બયાન બહાદુરે કહ્યું છે કે મોદીને આ વખતે એવો છક્કો મારો કે સીમા પાર મરે". કોંગ્રેસને મોદીથી એટલી નફરત થઇ ગયી છે કે તેઓ મારવા સુધીના સપના જોવા લાગ્યા છે. પરંતુ તેઓ ભૂલી ગયા છે કે મોદી તરફથી હિન્દુસ્તાનની જનતા બેટિંગ કરી રહી છે.

PM Modi

પીએમ મોદીએ કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ પર પ્રહાર કરતા કહ્યું કે દિગ્વિજય ઝાકીર નાયકના વખાણ કરતા થાકતા ના હતા. મોદીએ કહ્યું કે, હાલમાં શ્રીલંકામાં જે બૉમ્બ બ્લાસ્ટ થયો ત્યારપછી તેમની સરકારે ઝાકીર નાયકની ટીવી ચેનલ પર બેન લગાવવાનો નિર્ણય લીધો છે. તેમને કહ્યું કે તમને ખબર છે કે ઝાકીર નાયક કોણ છે? ઝાકીર નાયકના દરબારમાં દિગ્ગી રાજા તેમના વખાણ કરતા થાકતા ના હતા. તેમને કહ્યું કે કોંગ્રેસના દરબારી અને રાગ દરબારી ઝાકીર નાયકને શાંતિદૂત બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આ પણ વાંચો: એક વોટ તમારા બાળકને ચા અને પકોડા વાળો બનાવી શકે છે

પીએમ મોદીએ કહ્યું કે તમે જ કહો આ દેશ ઝાકીર નાયક જેવા લોકોને આગળ વધારવા માટે માફ કરશે. પીએમ મોદી અહીં જ નહીં રોકાયા તેમને આગળ જણાવ્યું કે આ તે ઝાકીર નાયક છે જેમને કોંગ્રેસની સરકારે આતંકવાદ મુદ્દે આપણા દેશના પોલીસ ઓફિસરોને સંબોધિત કરવા માટે બોલાવ્યા હતા. જે ઝાકીર નાયકના શબ્દો શ્રીલંકામાં બૉમ્બ ધમાકા કરાવે, તે ઝાકીર નાયકને દિગ્ગી રાજા જેવા લોકો ખભા પર બેસાડીને નાચે છે.

આ પણ વાંચો: પ્રિયંકાએ ખોલ્યું રાઝ- વારાણસીથી પીએમ મોદી સામે ચૂંટણી કેમ લડ્યા નહીં

English summary
Congress Hates Me, Dreams Of Killing Me, Says PM Modi In Madhya Pradesh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X