For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રિયંકાએ ખોલ્યું રાઝ- વારાણસીથી પીએમ મોદી સામે ચૂંટણી કેમ લડ્યા નહીં

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશમાં વારાણસી લોકસભાની બેઠક પરથી ચૂંટણી નહિ લડવા વિશે પ્રથમ વખત નિવેદન આપ્યું છે.

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશમાં વારાણસી લોકસભાની બેઠક પરથી ચૂંટણી નહિ લડવા વિશે પ્રથમ વખત નિવેદન આપ્યું છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે મારા પર આખા યુપીમાં પ્રચાર કરવાની જવાબદારી છે. એક નહિ પરંતુ પક્ષને 40 બેઠકો પર જીતાડવાં માટેની જવાબદારી છે. એક જગ્યાએ રહેવાથી આ શક્ય નહોતું. જણાવી દઈએ કે, 28 મી માર્ચના રોજ, કોંગ્રેસની પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી માટે રાયબરેલીમાં પ્રચાર કરવા માટે પહોંચેલી પ્રિયંકા ગાંધી સાથે જયારે કાર્યકર્તાઓએ ચૂંટણી લડવાની માગણી કરી હતી, ત્યારે તેઓએ કાર્યકર્તાઓને પૂછી લીધું કે હું વારાણસીથી ચૂંટણી લડું? પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચેની સંપૂર્ણ વાતચીત અનૌપચારિક હતી. પ્રિયંકાના આ નિવેદન પછી, રાજકીય કોરિડોરમાં ચર્ચા થવા લાગી હતી કે પ્રિયંકા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે વારાણસીથી ચૂંટણી લાધી શકે છે.

આ પણ વાંચો: પ્રિયંકા ગાંધીને ટિકિટ ન આપવા અંગે જેટલીએ કર્યો કટાક્ષ, 'બંધ મુઠ્ઠી લાખની ખુલી ગઈ તો ખાકની'

રોબર્ટ વાડ્રાએ પણ કહ્યું હતું - તૈયાર છે પ્રિયંકા

રોબર્ટ વાડ્રાએ પણ કહ્યું હતું - તૈયાર છે પ્રિયંકા

વારાણસીથી ચૂંટણી લડવા વિશે પ્રિયંકાના પતિ રોબર્ટ વાડ્રાએ પણ કહ્યું છે કે પ્રિયંકા ગાંધી વારાણસીથી ચૂંટણી લડવા માટે તૈયાર છે. હવે તેઓ માત્ર પક્ષના હા જવાબની રાહ જોઈ રહ્યા છે. જણાવી દઈએ કે વારાણસી લોકસભા બેઠક દેશની સૌથી વીવીઆઈપી બેઠકોમાંથી એક છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014 માં આ બેઠક થી જીતીને સંસદમાં પહોંચ્યા હતા અને ફરીથી 2019 માં તેઓ આ બેઠકથી કિસ્મત અજમાવી રહ્યા છે.

પ્રિયંકાને ખાસ જવાબદારી મળી છે

પ્રિયંકાને ખાસ જવાબદારી મળી છે

પાર્ટીના પ્રમુખ રાહુલ ગાંધીએ તેમની બહેન પ્રિયંકા ગાંધીને લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશ, ખાસ કરીને પૂર્વીય યૂપીમાં કોંગ્રેસનો બેડો પાર કરવા માટે મોટી જવાબદારી આપી છે. પ્રિયંકા ગાંધીના હાથમાં પૂર્વંચાલની જવાબદારી છે, જે વડા પ્રધાન મોદી અને યોગી આદિત્યનાથનું ગઢ હોવાનું કહેવાય છે. પ્રિયંકા, જે 40 સીટોની વાત કરી રહી છે તેમાંથી 26 બેઠકો પૂર્વાંચાલની છે. પાર્ટી તેમની પર અપેક્ષાઓ છે. પ્રિયંકા યુપીમાં પક્ષની અપેક્ષાઓ પર ખરી ઉતરવા માટે પ્રચારમાં વ્યસ્ત છે.

મોદીની જાતિ વાળા પ્રશ્ન પર પ્રિયંકા ગાંધીએ શું કહ્યું

મોદીની જાતિ વાળા પ્રશ્ન પર પ્રિયંકા ગાંધીએ શું કહ્યું

જ્યારે મીડિયાએ પ્રિયંકા ગાંધીને પૂછ્યું, "વડા પ્રધાન મોદી કહે છે કે જ્યારે વિપક્ષ પાસે કંઈ નથી, તો પછી તેઓ જાતિના મુદ્દાને ઉઠાવે છે?" તેમણે કહ્યું, "મને આજ સુધી ખબર નથી કે વડા પ્રધાન મોદી કઈ જાતિના છે. અને મને લાગે છે કે વિપક્ષએ ક્યારેય આવી ઊલટી વાતો કરી નથી. કોંગ્રેસના નેતાઓ ફક્ત વિકાસના મુદ્દા ઉભા કરે છે. અમે રોજગારી, ખેડૂતોની વાત અને મહિલાઓની સલામતી જેવી સમસ્યાઓ વિશે વાત કરીએ છીએ. "

English summary
Priyanka Gandhi Vadra says Congress 'collective leadership' made decision for her to not contest from Varanasi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X