એક વોટ તમારા બાળકને ચા અને પકોડા વાળો બનાવી શકે છે
લોકસભા ચૂંટણી 2019 દરમિયાન રાજનૈતિક દળના નેતાઓ વચ્ચે આરોપો લગાવવાનું વધી ગયું છે. રાજનૈતિક દળોના નેતા એકબીજા પર પ્રહાર કરી રહ્યા છે.
લોકસભા ચૂંટણી 2019 દરમિયાન રાજનૈતિક દળના નેતાઓ વચ્ચે આરોપો લગાવવાનું વધી ગયું છે. રાજનૈતિક દળોના નેતા એકબીજા પર પ્રહાર કરી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી વિવાદિત નિવેદનોને કારણે ચર્ચામાં રહેતા નવજોત સિંહ સિદ્ધુએ ફરી એકવાર નામ લીધા વિના પીએમ મોદી પર પ્રહાર કર્યો છે.
આ પણ વાંચો: સની દેઓલ પર 53 કરોડનું દેવુ, અસલી નામ વિશે સોગંદનામામાં કર્યો ખુલાસો
|
નવજોત સિંહ સિદ્ધુના ટવિટ પર ભાજપે પ્રહાર કર્યો
નવજોત સિંહ સિદ્ધુ ઘ્વારા ટવિટ કરીને જણાવવામાં આવ્યું કે એક ખોટો વોટ તમારા બાળકને ચાવાળો, પકોડા વાળો અને ચોકીદાર બનાવી શકે છે. આ ટવિટ ઘ્વારા સિદ્ધુએ નામ લીધા વિના પીએમ મોદી પર પ્રહાર કર્યો છે. સિદ્ધુના આ નિવેદન પછી ભાજપે પણ તેના પર પ્રહાર કર્યો છે. ભાજપના નેતા જીવીએલ નરસિમ્હા રાવ ઘ્વારા સિદ્ધુ પાર પ્રહાર કરતા કહેવામાં આવ્યું કે કોંગ્રેસ દેશના મહેનત કરતા લોકોનું અપમાન કરી રહી છે.

દિગ્વિજય સિંહ માટે ચૂંટણી પ્રચાર
દિગ્વિજય સિંહ માટે ચૂંટણી પ્રચાર કરવા માટે પહોંચેલા નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું કે મચ્છરને કપડાં પહેરાવવું, હાથીને ગોદમાં ઝુલાવવું અને તમારી પાસે સાચું બોલાવવું અસંભવ છે નરેન્દ્ર મોદી. નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું કે સોનિયા ગાંધીની જબરજસ્ત ક્ષમતાને કારણે કોંગ્રેસ 10 વર્ષ સુધી સત્તામાં રહી. આ દરમિયાન તેમને ભાજપ પર તીખા પ્રહાર કરતા કહ્યું કે જે લોકો ભાજપ પ્રત્યે વફાદાર રહે છે તેને તેઓ રાષ્ટ્રવાદી ગણાવે છે, જયારે ભાજપનો વિરોધ કરનાર લોકોને દેશદ્રોહી ગણાવે છે.

રાહુલ ગાંધી હાર્યા તો રાજનીતિ છોડી દઈશ
નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું કે જો રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી હાર્યા, તો હું રાજનીતિ છોડી દઈશ. આપને જણાવી દઈએ કે અમેઠીથી ભાજપે ફરી એકવાર સ્મૃતિ ઈરાનીને ટિકિટ આપી છે. સ્મૃતિ ઈરાની આ વખતે પોતાની જીતને લઈને ઘણી આશ્વસ્ત દેખાઈ રહી છે. તેમને વિશ્વાસ છે કે અમેઠીની જનતા તેને ચોક્કસ જીતાડશે.












Click it and Unblock the Notifications
