સની દેઓલ પર 53 કરોડનું દેવુ, અસલી નામ વિશે સોગંદનામામાં કર્યો ખુલાસો
સની દેઓલે જે સોગંદનામુ ભર્યુ તે મુજબ તેમની અને તેમની પત્ની પાસે કુલ 87 કરોડની સંપત્તિ છે જ્યારે સની દેઓલ 53 કરોડનો દેવાદાર છે.
બોલિવુડ સ્ટાર અને ભાજપના ઉમેદવાર સની દેઓલે પંજાબના ગુરદાસપુરથી લોકસભા ચૂંટણી માટે પોતાનું નામાંકન ભરી દીધુ છે. નામાંકન દરમિયાન તેમના નાના ભાઈ બૉબી દેઓલ પણ હાજર હતા. સની દેઓલના નામાંકન બાદ તેમણે રોડ શો પણ કર્યો. સની દેઓલે જે સોગંદનામુ ભર્યુ તે મુજબ તેમની અને તેમની પત્ની પાસે કુલ 87 કરોડની સંપત્તિ છે જ્યારે સની દેઓલ 53 કરોડનો દેવાદાર છે.

અસલી નામ છે અજય સિંહ દેઓલ
ફિલ્મ અભિનેતાનું અસલી નામ અજય સિંહ દેઓલ છે. ચૂંટણી કમિશનને આપેલા સોગંદનામા મુજબ વર્ષ 2017-18માં તેમની આવક 63.82 લાખ હતી જ્યારે વર્ષ 2016-17માં 96.29 લાખ અને તેની પહેલાના વર્ષ 2015-16માં તેમની આવક 2.25 કરોડ હતી. સની દેઓલે પોતાની કુલ સંપત્તિ 87.18 કરોડ જણાવી છે. ચૂંટણી સોગંદનામા મુજબ સનીની કુલ ચળ-અચળ સંપત્તિ 60.46 કરોડ અને 21 કરોડ છે.

53 કરોડનો દેવાદાર છે સની
સની દેઓલે સોગંદનામામાં પોતાને અભિનેતા, નિર્દેશક અને નિર્માતા બતાવ્યા છે. તેમણે 26 લાખ રૂપિયા રોકડા અને પત્ની પાસે 16 લાખ રૂપિયા રોકડની માહિતી આપી છે. સની દેઓલના બેંક અકાઉન્ટમાં લગભગ 9 લાખ રૂપિયા જમા છે. જ્યારે તેમની પત્નીના બેંક અકાઉન્ટમાં લગભગ 19 લાખ રૂપિયા જમા છે. ચૂંટણી સોગંદનામામાં સનીએ 1.69ના વાહનની માહિતી આપી છે. આ ઉપરાંત પત્ની પાસે 1.56 કરોડ રૂપિયાના સોનાના ઘરેણાની માહિતી પણ આપી છે. સનીએ જણાવ્યુ કે તેમની પાસે કોઈ પર્સનલ જ્વેલરી નથી. સની ઉપર કોઈ ગુનાહિત કેસ નોંધાયેલો નથી.

કોઈ ગુનાહિત કેસ નહિ
સની દેઓલ સોમવારે ગુરદાસપુર લોકસભા સીટ પરથી નામાંકન ભરતા પહેલા સુવર્ણ મંદિર પહોંચ્યા હતા અને ત્યાં માથુ ટેકવીને પોતાના રાજકીય સફર માટે આશીર્વાદ માંગ્યા હતા. વળી, નામાંકન દરમિયાન સની સાથે ભાઈ બૉબી દેઓલ ઉપરાંત ભાજપના પ્રદેશ અધ્યક્ષ તેમજ રાજ્યસભા સભ્ય શ્વેત મલિક પણ હાજર રહ્યા. સનીએ હાલમાં જ ભાજપનો પાલવ પકડ્યો હતો. ત્યારબાદ પાર્ટીએ તેમને ગુરદાસપુર લોકસભા સીટના ઉમેદવાર બનાવ્યા છે.












Click it and Unblock the Notifications
