For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શિવસેનામાં જોડાતા જ પ્રિયંકાને મોટી જવાબદારી મળી

લોકસભા ચૂંટણી 2019 અંગે ચાલી રહેલા રાજનૈતિક ધમાસાણ વચ્ચે કોંગ્રેસ છોડીને શિવસેનામાં શામિલ થનાર પ્રિયંકા ચતુર્વેદીને પાર્ટીમાં નવી જવાબદારી આપવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણી 2019 અંગે ચાલી રહેલા રાજનૈતિક ધમાસાણ વચ્ચે કોંગ્રેસ છોડીને શિવસેનામાં શામિલ થનાર પ્રિયંકા ચતુર્વેદીને પાર્ટીમાં નવી જવાબદારી આપવામાં આવી છે. પાર્ટીએ તેમનું પ્રોમોશન કરતા તમને "ઉપનેતા" બનાવ્યા છે. પ્રિયંકા ચતુર્વેદી હાલમાં જ કોંગ્રેસથી રાજીનામુ આપીને શિવસેનામાં શામિલ થઇ છે. હવે પાર્ટીએ તેમને ઉપનેતા બનાવી દીધા છે. નવી જવાબદારી પર પ્રિયંકા ચતુર્વેદીએ પાર્ટી પ્રમુખનો આભાર વ્યક્ત કર્યો છે.

આ પણ વાંચો: પોતાના તર્કોથી લોકોની બોલતી બંધ કરનાર પ્રિયંકા કેવી રીતે બન્યા કોંગ્રેસના સ્ટાર પ્રચારક

પ્રિયંકાનું પ્રોમોશન, પાર્ટીમાં ઉપનેતા

શિવસેનામાં ઉપનેતા બનાવવા પર પ્રિયંકા ચતુર્વેદીએ પોતાની ફેસબૂક પોસ્ટ પર ઉદ્ધવ ઠાકરેનો આભાર વ્યક્ત કર્યો. તેમને લખ્યું કે તેમને મને આટલી મોટી જવાબદારી આપી અને મારી પર પોતાનો ભરોષો અને વિશ્વાસ વ્યક્ત કર્યો છે. હું તે બધાને યોગ્ય સાબિત કરવા માટે પુરી મહેનત કરીશ.

પાર્ટીથી રાજીનામુ આપી દીધું

પાર્ટીથી રાજીનામુ આપી દીધું

લોકસભા ચૂંટણી વચ્ચે આજે કોંગ્રેસ પાર્ટીને એક મોટો ઝાટકો લાગ્યો છે. કોંગ્રેસની સ્ટાર મહિલા પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ પાર્ટીથી રાજીનામુ આપી દીધું છે. પ્રિયંકા ચતુર્વેદીએ 18 એપ્રિલે જ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને પોતાનું રાજીનામુ આપી દીધું હતું. પ્રિયંકા ચતુર્વેદીએ મહિલાઓ સાથે ગેરવર્તણૂક કરનાર નેતાઓને પાર્ટીમાં સંરક્ષણ આપવાનો આરોપ લગાવ્યો હતો. પ્રિયંકા ચતુર્વેદીએ ટ્વિટર પર લખ્યુ કે, 'આ જોવુ બહુ દુઃખદ છે કે અમુક ખરાબ આચરણ કરનારા લોકોને કોંગ્રેસમાં પોતાનો લોહી-પરસેવો પાડનાર લોકોની જગ્યાએ વધુ મહત્વ આપવામાં આવી રહ્યુ છે.

પ્રિયંકા ચતુર્વેદીએ પોતાનું દર્દ વ્યક્ત કર્યું

પ્રિયંકા ચતુર્વેદીએ પોતાનું દર્દ વ્યક્ત કર્યું

પ્રિયંકા ચતુર્વેદીએ જણાવ્યું કે પોતાની પાર્ટી માટે તેમને લોકો તરફથી ફેંકાયેલા પત્થર અને અપશબ્દોની માર સહન કર્યો છે. પરંતુ પાર્ટીની અંદર મારી સાથે દૂર્વ્યવહાર કરનારાઓને, મને ધમકાવનારાઓને કોઈ કાર્યવાહી કર્યા વિના એમ જ છોડવામાં આવી રહ્યા છે, એ જોવુ દૂર્ભાગ્યપૂર્ણ છે.' તેમના આ ટવિટ પછી આજે તેમના રાજીનામાની વાત સામે આવી છે.

English summary
Lok Sabha Elections 2019: Shiv Sena has appointed Priyanka Chaturvedi as the "Upneta" of the party
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X