પોતાના તર્કોથી લોકોની બોલતી બંધ કરનાર પ્રિયંકા કેવી રીતે બન્યા કોંગ્રેસના સ્ટાર પ્રચારક

કોંગ્રેસની સ્ટાર મહિલા પ્રવકતા પ્રિયંકા ચતુર્વેદીએ શુક્રવારે પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધુ છે.

લોકસભા ચૂંટણી દરમિયાન આજે કોંગ્રેસ પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસની સ્ટાર મહિલા પ્રવકતા પ્રિયંકા ચતુર્વેદીએ શુક્રવારે પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધુ છે. પ્રિયંકા ચતુર્વેદીએ 18 એપ્રિલના રોજ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને પોતાનું રાજીનામુ સોંપી દીધુ હતુ જેનુ અધિકૃત એલાન આજે પ્રિયંકાએ પોતાના ટ્વિટર અકાઉન્ટથી આપ્યુ છે. શુક્રવારે સવારે જ તેમણે પોતાના ટ્વિટર પ્રોફાઈલમાંથી 'કોંગ્રેસ પ્રવકતા' હટાવી દીધુ હતુ.

કેમ આપ્યુ હતુ રાજીનામુ

કેમ આપ્યુ હતુ રાજીનામુ

થોડા સમય પહેલા પ્રિયંકા ચતુર્વેદીએ મહિલાઓ સાથે ગેરવર્તણૂક કરનાર નેતાઓને પાર્ટીમાં છાવરવાનો આરોપ લગાવ્યો હતો. પ્રિયંકાએ ટ્વિટર પર લખ્યુ હતુ કે હું ઘણી દુઃખી છુ કે પોતાનો લોહી-પરસેવો વહાવનારા કરતા વધુ ગુંડાઓને કોંગ્રેસમાં મહત્વ મળે છે. પાર્ટી માટે મે ગાળો અને પત્થર ખાધા છે પરંતુ તેમછતાં પાર્ટીમાં રહેતા નેતાઓએ મને ધમકીઓ આપી. જે લોકો ધમકીઓ આપી રહ્યા હતા તે બચી ગયા છે. તેમનુ કોઈ કાર્યવાહી વિના બચી જવુ દૂર્ભાગ્યપૂર્ણ છે અને આ ટ્વીટ બાદ આજે તેમના રાજીનામાની વાત સામે આવી છે.

જન્મ અને શિક્ષણ

જન્મ અને શિક્ષણ

પ્રિયંકા ચતુર્વેદીનો જન્મ મુંબઈમાં 19 નવેમ્બર 1979ના રોજ થયો હતો પરંતુ તેમનો પરિવાર યુપીનો છે. તેમનું પ્રારંભિક શિક્ષણ મુંબઈમાં જુહુની સેંટ જોસેફ હાઈસ્કૂલમાં થયો છે અને તેમણે મુંબઈના નરસિંહ મોંજી કૉલેજ ઑફ કૉમર્સ એન્ડ ઈકોનૉમિક્સથી કૉમર્સમાં સ્નાતક થયા છે. પ્રિયંકાએ પોતાના કેરિયરની શરૂઆત મીડિયા પીઆર અને ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની એમપાવર કન્સલ્ટન્ટથી ડાયરેક્ટર તરીકે કરી હતી. તે પ્રયાસ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી છે. તે સુંદર બ્લોગ લખવા માટે જાણીતા છે. તેમના બ્લોગ પુસ્તકોના રિવ્યુ લખાય છે અને ઘણા લોકપ્રિય છે.

રાજકીય જીવનની શરૂઆત

રાજકીય જીવનની શરૂઆત

વાદ વિવાદમાં પ્રવીણ માનવામાં આવતા પ્રિયંકાએ પોતાના રાજકીય જીવનની શરૂઆત 2010માં કોંગ્રેસ જોઈન કરીને કરી હતી. ધીમે ધીમે પાર્ટીની અંદર તેમનુ કદ વધતુ ગયુ અને તે વર્ષ 2012માં ઉત્તર પશ્ચિમી મુંબઈના ભારતીય યુવા કોંગ્રેસની જનરલ સેક્રેટરી બનાવી દેવામાં આવી અને વર્ષ 2013માં કોંગ્રેસ પાર્ટીએ પોતાના રાષ્ટ્રીય પ્રવકતા બનાવ્યા હતા. તે બ્લોગ લખવા માટે જાણીતા છે પ્રિયંકા કોંગ્રેસની સંચાર વિભાગની સભ્ય પણ રહી છે. પ્રિયંકા 2016માં ટૉપ 10 ભારતીય મહિલા નેતાઓના લિસ્ટમાં પણ શામેલ હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X