For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કમળનું બટન દબાઓ, 13 રૂપિયા કિલો ખાંડ લો: સ્મૃતિ ઈરાની

અમેઠીની જાયસ નગરપંચાયતમાં એક સભામાં કેન્દ્રીય મંત્રી અને અમેઠીથી ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાનીએ લોકોને સવાલ કર્યો કે ખાંડ કેટલા રૂપિયે મળી રહી છે?

|
Google Oneindia Gujarati News

અમેઠીની જાયસ નગરપંચાયતમાં એક સભામાં કેન્દ્રીય મંત્રી અને અમેઠીથી ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાનીએ લોકોને સવાલ કર્યો કે ખાંડ કેટલા રૂપિયે મળી રહી છે? 40 રૂપિયાની મળી રહી છે. ત્યારપછી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે મોદીનો સંદેશ છે કે 6 તારીખે કમળનું બટન દબાઓ અને 13 રૂપિયા કિલો ખાંડ મેળવો. તેમને આગળ કહ્યું કે મોદીજીએ જે કહ્યું તે કર્યું છે.

આ પણ વાંચો: 2019માં કોણ બનાવી શકશે સરકાર, પૂર્વ પીએમ દેવગૌડાએ કરી ભવિષ્યવાણી

આવા વ્યક્તિને વોટ આપવાનો કોઈ ફાયદો નથી

આવા વ્યક્તિને વોટ આપવાનો કોઈ ફાયદો નથી

સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે આ વાત હકીકત છે કે તેઓ જીતીને બીજી સીટ પર ચાલ્યા ગયા, જયારે હું હારીને પણ તમારી સાથે રહીને સેવા કરી રહી છું. આજે ઉત્તરપ્રદેશના દરેક મંત્રીઓ અને વિધાયક ઘરે ઘરે જઈને વોટ માંગી રહ્યા છે, જે તમને એટલું પણ સમ્માન નથી આપતા કે તમારી પાસે આવીને વોટ માંગે. તેઓ 15 વર્ષ સુધી ગાયબ રહ્યા અને તમને તમારા હાલ પર છોડી દીધા. આવા વ્યક્તિને વોટ આપવાનો કોઈ ફાયદો નથી.

સ્મૃતિ ઈરાની અમેઠીની જનતાનું અપમાન કરી રહી છે: કોંગ્રેસ

સ્મૃતિ ઈરાની અમેઠીની જનતાનું અપમાન કરી રહી છે: કોંગ્રેસ

બીજી બાજુ કોંગ્રેસે પણ સ્મૃતિ ઈરાનીના આરોપો પર પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસ પ્રવકતા અનિલ સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે સ્મૃતિ ઈરાની અમેઠીમાં ફરીને અમેઠીની જનતાનું અપમાન કરી રહી છે. તેમને કહ્યું કે સ્મૃતિ ઈરાની અમેઠી અને ગાંધી પરિવારના સંબધં વિશે શુ કહેશે, તે તેમના પેદા થતા પહેલાના છે.

સ્મૃતિ ઈરાનીએ અમેઠીને 5 વર્ષ સુધી લુંટ્યું

સ્મૃતિ ઈરાનીએ અમેઠીને 5 વર્ષ સુધી લુંટ્યું

તેમને કહ્યું કે સ્મૃતિ ઈરાનીએ અમેઠીને સતત 5 વર્ષ સુધી લુંટ્યું અને હવે જનતાની વચ્ચે જવું પડ્યું ત્યારે વિકાસ, ગાંધી નહેરુ પરિવાર, દેશ અને અમેઠીના સંબંધો વિશે વાત કરીને સ્મૃતિ ઈરાની અમેઠીની જનતાનું અપમાન કરી રહી છે.

English summary
lok sabha elections 2019 smriti irani rally in amethi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X