
2019માં કોણ બનાવી શકશે સરકાર, પૂર્વ પીએમ દેવગૌડાએ કરી ભવિષ્યવાણી
નવી દિલ્હીઃ પૂર્વ પીએમ અને જનતા દળ સેક્યુલરના અધ્યક્ષ એચડી દેવગૌડાએ લોકસભા ચૂંટણી 2019ને લઈ મોટી વાત કહી છે. ઈન્ડિયન એક્સપ્રેસને આપેલ ઈન્ટર્વ્યૂમાં દેવગૌડાએ કહ્યું કે મને નથી લાગતું કે મોદી આસાનીથી સત્તામાં વાપસી કરી શકશે. ન તો એનડીએને પૂર્ણ બહુમતની સંભાવના છે કે ન તો યૂપીએને. એટલે કે ચૂંટણી બાદ બંને ગ્રુપમાંથી કોઈ એકને સ્પષ્ટ બહુમતી નહિ મળે. ચૂંટણી બાદ ફરી એકવાર ગઠબંધન બનશે. માયાવતીએ કહ્યું કે હં કોંગ્રેસ અથવા ભાજપ સાથે નથી જઈ રહી. મમતા બેનરજીએ પણ સખ્ત ફેસલો લીધો છે. જો કે આ બધી પરિસ્થિતિઓમાં ચૂંટણી બાદ તમામને એક સાથે લાવવાના રહેશે. જો આવું કરવામાં આવે છે તો આ ગઠબંધનની મોટી સફળતા હશે.

કોઈને નહિ મળે બહુમતી
એચડી દેવગૌડાએ ઈન્ડિન એક્સપ્રેસ સાથે વાતચીત દરમિયાન આ વાત જણાવી. તેમને સવાલ કરવામાં આવ્યો કે રાષ્ટ્રીય સ્તરે શું તમે વિપક્ષી દળોના ગઠબંધનને આગલી સરકારમાં મહત્વની ભૂમિકા નિભાવતા જુઓ છો? જેનો જવાબ આપતા એચડી દેવગૌડાએ કહ્યું કે રાષ્ટ્રીય સ્તર પર ધ્યાન આપીએ તો કોંગ્રેસે ચાર વર્ષમાં 19 રાજ્યોમાં પોતાની સત્તા ગુમાવી દીધી. આ કારણે જ નરેન્દ્ર મોદી આગળ વધતા ગયા છે. એક ઉંચાઈ પર પહોંચ્યા બાદ તેમણે જમીન તરફ ધ્યાન ન દીધું. આ વિશે મેં વિચાર્યું અને ફેસલો લીધો છે કે તેના સમાધાનની જરૂરત છે. મેં તમામ વિપક્ષી દળોની સાથે વાતચીત કરવી અને સાથ લાવવા શરૂ કરી દીધા છે. જ્યારે 2018માં કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી બાદ કોંગ્રેસ તરફથી ગઠબંધનની અમને રજૂઆત કરવામાં આવી તો મેં 6 વિપક્ષી મુખ્યમંત્રીઓ સાથે વિચાર-વિમર્શ કર્યો અને પછી ગઠબંધન બનાવવાની કોશિશ કરી. જે બાદ ભાજપ દેશભરની 11 પેટાચૂંટણી હારી ગયું.

માયા-મમતા સહિત વિપક્ષીઓએ એક સાથે આવવાનું રહેશે
કોંગ્રેસ-જેડીએના ગઠબંધનમાં સીટોને લઈ ભારે ભ્રમ જોવા મળ્યો હતો, શું હવે પાર્ટીઓ સાથે કામ કરી રહી છે? આ સવાલના જવાબમાં એચડી દેવગૌડાએ કહ્યું, "કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનમાં કોઈ સમસ્યા નથી. ગઠબંધન ભાજપને હરાવવા અને તેની તાકાતને ઓછી કરવા માટે ઈમાનદરીથી કામ કરી રહ્યું છે. અમુક નાના મુદ્દા છે, કેટલાક મંત્રી હજુ પૂર્ણ રીતે પ્રતિબદ્ધ નથી, આ મામલાને કોંગ્રેસ આલાકમાન હાઈકમાન્ડ પર છોડી દેવામાં આવ્યો છે."

કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન પર શું બોલ્યા દેવગૌડા
દેવગૌડાએ કહ્યું કે મૈસૂરની વાત કરીએ તો અમને શંકા કરવાનું કોઈ કારણ નથી જણાતું, કુમારસ્વામી સાથે મેં પણ આની જવાબદારી લીધી છે. મુદ્દો એ છે કે કોંગ્રેસ નેતા અને કર્ણાટકના પૂર્વ સીએમ સિદ્ધરામૈયા મૈસૂર સીટ ઈચ્છતા હતા, કર્ણાટક કોંગ્રેસ શરૂઆતમાં અમને માત્ર પાંચ સીટ આપવા માંગતી હતી. મેં રાહુલ ગાંધીને આના પર સ્પષ્ટ કરવા માટે કહ્યું. બાદમાં અમને આઠ સીટ આપવાનો ફેસલો લેવામાં આવ્યો. આઠમાં મૈસૂર સીટ પણ હતી. જો કે સિદ્ધારમૈયાએ કહ્યું કે મૈસૂર તેમનું ક્ષેત્ર છે અને જો તેને છોડી દેવામાં આવ્યું તો તેઓ નિયંત્રણ ગુમાવી બેસશે. માટે અમે આ સીટ આપવા માટે સહમત થયા. જવાબમાં કોંગ્રેસે જેડીએસને તુમકુર સીટ આપી. જે બાદ કોંગ્રેસ નેતા અને ડેપ્યૂટી સીએમ પરમેશનવર અને સાંસદ હનુમ ગૌડા આવ્યા અને મને તુમકુરથી ચૂંટણી લડવા કહ્યું.

તુમકુર સીટ પરથી પોતાની ઉમેદવારી પર દેવગૌડા બોલ્યા
તુમકુરમાં તમારી વિરુદ્ધ ભાજપના કેન્ડિડેટ પીએમ મોદીના નામ પર વોટ માંગી રહ્યા છે. શું આ દેવગૌડા અને મોદી વચ્ચેની લડાઈ છે? જેના જવાબમાં એચડી દેવગૌડાએ કહ્યું કે હું ભાજપ પર ચર્ચા કરવા નથી માંગતો. મારી વિરુદ્ધ જે પણ આરોપ લગાવવામાં આવી રહ્યા છે, તેના પર હું પ્રતિક્રિયા આપવા માંગતો નથી. અસંસદીય શબ્દોનો ઉપયોગ મારી ગરિમાની વિરુદ્ધ છે.
આઝમના ‘ખાખી અંડરવિયર'વાળા નિવેદન પર શું બોલી નાની વહુ અપર્ણા યાદવ

લોકસભા અધ્યક્ષે ફોન કર્યો
લોકસભા ચૂંટણી લડવા મુદ્દે દેવગૌડાએ કહ્યું કે ત્રણ વર્ષ પહેલા મેં ફરીથી ચૂંટણી ન લડવાનો ફેસલો લીધો હતો. સંસદમાં પણ મેં આ વાતની ઘોષણા કરી હતી. પાર્ટીના નેતાઓએ કહ્યું કે મારે ચૂંટણી લડવી જોઈએ. લોકસભા અધ્યક્ષે પણ ફોન કર્યો અને મને કહ્યું કે હું એક વરિષ્ઠ નેતા છું અને મારે ચૂંટણી લડવી જોઈએ.