For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસ નેતા સિદ્ધુનો અમેઠીમાં વિરોધ, કાર પર ટામેટા ફેંક્યા

લોકસભા ચૂંટણી 2019 માટે કોંગ્રેસ માટે પ્રચાર કરવા અમેઠી પહોંચેલા કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના વિરોધનો સામનો કરવો પડ્યો હતો

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણી 2019 માટે કોંગ્રેસ માટે પ્રચાર કરવા અમેઠી પહોંચેલા કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. ભાજપા કાર્યકર્તાઓએ તેમના પર ટામેટાથી હુમલો કરી દીધો. એટલું જ નહીં પરંતુ તેમને પાકિસ્તાન જાઓ અને મુર્દાબાદ જેવા નારા પણ લગાવ્યા.

Navjot Singh Sidhu

મળતી જાણકારી અનુસાર પંજાબ સરકારમાં મંત્રી અને પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુ ગુરુવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના સમર્થનમાં રેલી કરવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન નવજોત સિંહ સિદ્ધુએ જગદીશપુરમાં એક ચૂંટણી રેલીને પણ સંબોધિત કરી. આ દરમિયાન તેમને પીએમ મોદી પર પણ પ્રહાર કર્યો હતો. આપને જણાવી દઈએ કે જનસભાથી નીકળતા જ જગદીશપુર-મુસાફીરખાના માર્ગ પર ભારતીય જનતા યુવા મોરચાના કાર્યકર્તાઓ ઘ્વારા તેમનો વિરોધ કરવામાં આવ્યો. આ કાર્યકર્તાઓએ તેમના પર ટામેટાથી હુમલો કરી દીધો. એટલું જ નહીં પરંતુ તેમને પાકિસ્તાન જાઓ અને મુર્દાબાદ જેવા નારા પણ લગાવ્યા.

આ પણ વાંચો: જો રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી હારી ગયા, તો હું રાજનીતિ છોડી દઈશ: નવજોત સિંહ સિદ્ધુ

નવજોત સિંહ સિદ્ધુએ રાહુલ ગાંધીના સમર્થનમાં ગુરુવારે અમેઠીમાં જનસભાને સંબોધિત કરી. આ દરમિયાન તેમને પીએમ મોદી પર જોરદાર પ્રહાર કર્યા. તેમને કહ્યું કે આ વ્યક્તિ એટલું ખોટું બોલે છે કે, જૂઠું પણ મોદીને જોઈને રસ્તો બદલી નાખે. તેમને કહ્યું કે મેં આના કરતા જૂઠો પીએમ નથી જોયો. તેમને આગળ કહ્યું કે પીએમ મોદીને ભગોડા યોજના અને પકોડા યોજના માટે ઓળખવામાં આવશે. નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું કે પીએમ મોદીએ દર વર્ષે 2 કરોડ નોકરીઓ આપવાની વાત કહી હતી.

આ પણ વાંચો: એક વોટ તમારા બાળકને ચા અને પકોડા વાળો બનાવી શકે છે

English summary
Lok Sabha Elections 2019 Tomato thrown at Congress leader Navjot Singh Sidhu car
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X