For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જે 3 રાજ્યોથી નક્કી થવાની છે સરકાર ત્યાં એક્ઝીટ પોલ બતાવી રહ્યુ છે મોટુ અંતર

જે ત્રણ રાજ્યોએ ભારતીય જનતા પાર્ટી માટે પરિણામો બદલવાનું કામ કર્યુ છે તે છે ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ઓડિશા.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ રવિવારે તમામ એક્ઝીટ પોલા પરિણામો સામે આવ્યા. આ તમામ એક્ઝીટ પોલના પરિણામો પર નજર નાખીએ તો મોટાભાગના એક્ઝીટ પોલ ભારતીય જનતા પાર્ટીને બહુમત આપતા જોવા મળી રહ્યા છે અને એનડીએની સરકાર ફરીથી સરળતાથી બનતી જોવા મળી રહી છે. પરંતુ આ ચૂંટણીમાં જે ત્રણ રાજ્યોએ ભારતીય જનતા પાર્ટી માટે પરિણામો બદલવાનું કામ કર્યુ છે તે છે ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ઓડિશા. આ ત્રણ રાજ્યોમાં લોકસભાની કુલ 143 સીટો છે.

આ પણ વાંચોઃ આજે લખનઉમાં છે માયાવતી, દિલ્લીમાં કોઈ બેઠક નહિઃ એસસી મિશ્રાઆ પણ વાંચોઃ આજે લખનઉમાં છે માયાવતી, દિલ્લીમાં કોઈ બેઠક નહિઃ એસસી મિશ્રા

ત્રણ રાજ્ય બદલશે ગણિત

ત્રણ રાજ્ય બદલશે ગણિત

ઉત્તર પ્રદેશની વાત કરીએ તો અહીં લોકસભાની કુલ 80 સીટો છે માટે યુપીની ભૂમિકા સરકારની રચનામાં ઘણી મહત્વની હોય છે. 2014ની વાત કરીએ તો ભાજપને 71 સીટો પર જીત મળી હતી જ્યારે એનડીએની સહયોગી અપના દળને બે સીટો પર જીત મળી હતી. મોટાભાગના એક્ઝીટ પોલના આંકડાની માનીએ તો એનડીએ સરળતાથી પૂર્ણ બહુમતનો આંકડો મેળવવા જઈ રહ્યો છે. પરંતુ યુપી, બંગાળ અને ઓડિશાની 143 સીટોએ ભાજપની સ્થિતિને ઘણી મજબૂત કરી છે.

યુપીમાં 60 કે 20 સીટો પર જીત

યુપીમાં 60 કે 20 સીટો પર જીત

રિપબ્લિક ટીવી - સીવોટરના એક્ઝીટ પોલ અનુસાર યુપીમાં મહાગઠબંધનને 40 સીટો પર જીત મળતી જોવા મળી રહી છે. જ્યારે ભાજપને 38 સીટો મળતી દેખાઈ રહી છે. વળી કોંગ્રેસને માત્ર બે સીટો પર જીત મળશે. પરંતુ બાકીના અન્ય એક્ઝીટ પોલ પર નજર નાખીએ તો ભાજપની યુપીમાં સ્થિતિ ક્યાંય સારી છે. ટાઈમ્સ નાઉ-વીએમઆરના એક્ઝીટ પોલ અનુસાર ભાજપને યુપીમાં 58 સીટો પર જીત મળશે જ્યારે મહાગઠબંધનના ખાતામાં માત્ર 20 સીટો આવશે. ટુડેઝ ચાણક્ય અનુસાર મહાગઠબંધનને 13 સીટો પર જીત મળશે જ્યારે 65 સીટો પર ભાજપ જીત મેળવશે. આજતક એક્સીસ અનુસાર યુપીમાં એનડીએને 62-68 સીટો મળશે. પરંતુ કોઈ પણ એક્ઝીટ પોલમાં કોંગ્રેસને બે સીટથી વધુ નથી મળી.

બંગાળનું સસ્પેન્સ

બંગાળનું સસ્પેન્સ

પશ્ચિમ બંગાળની વાત કરીએ તો આજતકના એક્ઝીટ પોલ અનુસાર ભાજપને અહીં 19-23 અને ટીએમસીને 19-22 સીટો પર જીત મળશે. વળી, અન્ય એક્ઝીટ પોલની વાત કરીએ તો ટુડેઝ ચાણક્યએ ભાજપને 18 અને ટીએમસીને 23 સીટો આપી છે. ટાઈમ્સ નાઉના એક્ઝીટ પોલે ભાજપને 11 અને ટીએમસીને 29 સીટો આપી છે. તમને જણાવી દઈએ કે 2014માં પશ્ચિમ બંગાળમાં ભાજપને માત્ર બે સીટો પર જીત મળી હતી જ્યારે ટીએમસીને 34 સીટો પર જીત મળી હતી.

English summary
Lok Sabha exit polls 2019: These three states to play key role results vary widely.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X