મોદીની સુનામી, અમેરિકામાં 3 દિવસ દિવાળીનો માહોલ

Google Oneindia Gujarati News

ગાંધીનગર, 16 મેઃ આજનો દિવસ દેશના રાજકારણ માટે અત્યંત નિર્ણાયક છે. દેશભરના મતદાતાઓએ રાષ્ટ્રને એક મજબૂત સરકાર રચવા માટે 7 એપ્રિલથી 12 મે દરમિયાન મન મુકીને મતદાન કર્યું છે, જેની ગણતરી ટૂંક સમયમાં એટલે કે આઠ વાગ્યે શરૂ થનારી છે. જેનું લાઇવ અપડેટ અહીં તમને આપવામાં આવી રહ્યું છે, લાઇવ અપટેડ જોવા માટે પેજને રિફ્રેશ કરતા રહો.

પક્ષ ટ્રેન્ડ્સ પરિણામ
BJP+ 142 190
COGRESS+ 38 38
OTHER 98 50
TOTAL(543) 543 278

5.51 pm
લાલુ પ્રસાદ યાદવઃ હુ તકસાધુ નથી. નરેન્દ્ર મોદીને નહીં પાઠવું શુભેચ્છા

4.45 pm
લોકતંત્રમાં હારજીત ચાલ્યા કરે, અમે જનાદેશનો વિનમ્રતાપૂર્વક સ્વિકાર કરીએ છીએઃ સોનિયા ગાંધી
સોનિયા ગાંધીએ કાર્યકર્તાનો આભાર માન્યો, હારની જવાબદારી સ્વિકારી
રાહુલ ગાંધીએ હારની જવાબદારી સ્વિકારી. નવી સરકારને અભિનંદન પાઠવ્યા.
કોંગ્રેસ માટે પરિણામ નિરાશાજનકઃ રાહુલ ગાંધી
કોંગ્રેસને પરાજયનો સ્વીકારઃ રાહુલ ગાંધી

4.21 pm
જનતાએ જે નિર્ણય કર્યો તે સર્વપરી છે, તેને સ્વિકારું છું. વારાણસીની જનતાએ પ્રેમ આપ્યો તે બદલ આભાર. તેમણે કહ્યું કે, અમારી આ પહેલી ચૂંટણી હતી, જેને લઇને સારો અનુભવ રહ્યો. દિલ્હી અમે ભૂલ કરી હતી. આ ચૂંટણી જનતા લડી રહી હતી. આ લડાઇ સત્યની હતી.

3.18 pm
ભાજપના કાર્યાલયમાં વિજય શંખનાદ
ચૂંટણીના પરિણામથી ખુશી
દેશની જનતાએ મોટી જવાબદારી આપી છે
જનતાએ આપણે ઉત્તરદાયિત્વને નિભાવીશું

3.07 pm
અમેરિકામાં મોદી સમર્થકો ઉજવશે દિવાળી
3 દિવસ દિવાળી ઉજવવાની કરાઇ જાહેરાત
રજનીકાંતે મોદીને પાઠવી શુભેચ્છા

2.32 pm
ભાજપની ભવ્ય જીત બાદ અમિત શાહને હાર પહેરાવી કાર્યકર્તાઓએ વધાવ્યા. ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ હાજર.
ઉધમપુરમાં ગુલામનબી આઝાદનો પરાજય
રાય બેરલીમાં સોનિયા ગાંધીનો વિજય
નવી દિલ્હીમાં મિનાક્ષી લેખીનો વિજય
મુંબઇ-ઉત્તર મુંબઇમાં પ્રીયા દત્તનો પરાજય
પ્રમોદ મહાજનના દિકરી પુનમ મહાજનનો વિજય

2.19 pm
મનમોહન સિંહે નરેન્દ્ર મોદીને શુભેચ્છા પાઠવી
છિંદવાડાથી કમલનાથનો વિજય
પીલીભીતથી મેનકા ગાંધી આગળ
પાટલીપુત્રથી મીસા ભારતી આગળ

1.25 pm
મધ્ય પ્રદેશના ગુનાથી કોંગ્રેસના જ્યોતિર્દિત્ય સિંધ્યાનો વિજય
અરૂણ જેટલીનો અમૃતસરમાં પરાજય
વિદિશામાં સુષમા સ્વરાજ જીત્યા
તમીળનાડુમાં એડીએમકની મોટી જીત
જયલલિતાએ ઐતિહાસિક જીત ગણાવી

1.15 pm
ભાજપની ઐતિહાસિક જીતથી ભાવુક થયા અડવાણી
કોંગ્રેસના કુશાસનનો અંત, મોદી અને સંઘના કારણે જીત
અરૂણ જેટલીને મળવા પહોંચ્યા અમિત શાહ

12.33 pm
નરેન્દ્ર મોદી માતાને મળ્યા
માતએ તિલક કરી આશિર્વાદ આપ્યા
જીત બાદ મોદીની પહેલી પ્રતિક્રિયાઃ ભારતનો વિજય. અચ્છે દિન આનેવાલે હે

11.40 am
મોદી બનશે પીએમ, એસપીજીની ટીમ ગાંધીનગર રવાના
વારાણસીમાં નરેન્દ્ર મોદીનો વિજય, અરવિંદ કેજરીવાલનો પરાજય
પરેશ રાવલ 2 લાખ મતથી આગળ

11.38 am
કિરણ ખેરનો વિજય
ગુલ પનાગ અને પવન બંસલ હાર્યા
દિલ્હીમાં કોંગ્રેસના સુપડા સાફ, તમામ બેઠક પર હારશે

11.21 am

સંગરુરથી આપના ભગવંત માન જીત્યા
પંજાબમાં આમ આદમી પાર્ટીને એક બેઠક
ભરતસિંહ સોલંકીનો પરાજય
ખેડામાં દિનશા પટેલની હાર, ભાજપના દેવુસિંહ ચૌહાણ જીત્યા
ગાંધીનગરમાં અડવાણીનો વિજય

11.01 am
મનમોહન સિંહ કાલે રાષ્ટ્રપતિ સમક્ષ રાજીનામું આપશે.
જસવંત સિંહ બાડમેરમાં પાછળ
આસામમાં આઠ બેઠકો પર ભાજપ આગળ

10.40 am
નરેન્દ્ર મોદીનો વડોદરામાં 4,24,850 મતોથી વિજય
ચંદ્રબાબુ નાયડુને મોદીએ શુભેચ્છા પાઠવી
રાજનાથ સિંહે નરેન્દ્ર મોદીએ શુભેચ્છા પાઠવી
દેશભરમાં આમ આદમી પાર્ટીનો ફિયાસ્કો
કેજરીવાલની હાર નિશ્ચિત
એકપણ રાજ્યમાં કેજરીવાલનો જાદૂ ન ચાલ્યો
રાજસ્થાનની તમામ 25 બેઠકો પર ભાજપ આગળ
અજમેરમાં સચિન પાયલોટ પાછળ

10.30 am
ટીએમસીના મુનમુન સેન પાછળ
એનડીએ 300ને પાર
અમૃતસરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર આગળ
સુલ્તાનપુરમાં વરૂણ ગાંધીનો વિજય
કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધી વિરોધમાં નારા
રાહુલ હટાવો, પ્રિયંકા ગાંધીને લાવોના નારા લગાવ્યા

10.05 am
વડોદરામાં નરેન્દ્ર મોદી 3 લાખ મતોથી આગળ
ગુજરાત દિલ્હીની તમામ બેઠકો પર ભાજપ આગળ
વારાણસીમાંથી પણ મોદી આગળ
બલિયાથી સપાના નીરજ શેખર પાછળ

9.30 am
એનડીએ બહુમતિ તરફ, યુપીએ કારમી હાર તરફ
અડવાણી 10300 મતથી આગળ
બિહારમાં રામ ક્રિપાલ યાદવ પાછળ
હેમા માલિની આગળ
વડોદરામાં મોદી 1,32,901 મતોથી આગળ

9.15 am
હિમાચલ પ્રદેશમાં ચારેય બેઠક પર ભાજપ આગળ
ઉત્તર પશ્ચિમ દિલ્હીમાં રાખી બીરલા આગળ
ઝાંસીમાં ઉમા ભારતી પાછળ
પટિયાલામાં આમ આદમી પાર્ટી આગળ
એનડીએની 272 તરફ આગેકૂચ
સુલ્તાનપુરમાં ભાજપના વરૂણ ગાંધી આગળ
મૈનપુરીમાં મુલાયમ સિંહ યાદવ આગળ

9.00 am
અમૃતસરમાં અરુણ જેટલી આગળ
રાયબરેલીમાં સોનિયા ગાંધી આગળ
શરદ પવાર, કિરણ ખેર આગળ
ચાંદની ચોકમાં કપીલ સિબ્બલ પાછળ અને હર્ષવર્ધન આગળ
નવી દિલ્હીમાં ભાજપના મિનાક્ષી લેખી આગળ
વિદિશાથી સુષમા સ્વરાજ આગળ

8.43 am
કમલનાથ આગળ
ક્રિકેટર મોહમ્મદ કૈફ આગળ
વડોદરામાં અરવિંદ કેજરીવાલ પાછળ
લખનઉમાં રાજનાથ સિંહ આગળ

8.33 am
22 બેઠકો પર ભાજપ આગળ
વારાણસીથી નરેન્દ્ર મોદી આગળ
ઝાંસીમાં ઉમા ભારતી આગળ
અમેઠીમાં રાહુલ આગળ, સ્મૃતિ ઇરાની પાછળ
મેનકા ગાંધી પાછળ

8.25 am
કર્ણાટક દક્ષિણ કન્નડ બેઠક પર ભાજપ આગળ
ઉત્તર પ્રદેશમાં મહારાજગંજમાં ભાજપ આગળ
ભૂતપૂર્વ વડાપ્રધાન દેવગૌડા આગળ
લાલકૃષ્ણ અડવાણી આગળ

8.15 am
ભાજપ 10 બેઠકો પર આગળ
કોંગ્રેસ 5 બેઠકો પર અને અન્ય 3 બેઠકો પર આગળ
ગાઝિયાબાદમાં વીકે સિંહ આગળ

8.00 am
લોકસભા ચૂંટણી માટે મતગણતરી શરૂ
13 લાખ ઇવીએમની ગણતરી
સોનિયા ગાંધી બપોરે 2 વાગ્યે પત્રકાર પરિષદ સંબોધશે. રાહુલ ગાંધી પણ મીડિયા સાથે વાત કરશે.

7.46 am
કેજરીવાલ વારાણસી જવા રવાના. તેમણે કહ્યું કે, ચૂંટણીમાં સત્યનો વિજય થયો.
અજય માકને કહ્યું છેકે, અમે રણનીતિ બનાવવામાં નિષ્ફળ ગયા. અમે અમારી ઉપલબ્ધીઓને જનતા સુધી સારી રીતે પહોચાડી શક્યા નથી.

6.32 am
વારાણસીની વાત કરવામાં આવે તો અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી દ્વારા ખાસ કેમ્પની રચના કરવામાં આવી છે. તો બીજી તરફ ભાજપ અને કોંગ્રેસે પણ પોત-પોતાની છવાણી ઉભી કરી દીધી છે.

narendra-modi-vs-rahul-gandhi
નરેન્દ્ર મોદીની રાજકીય કારકિર્દી માટે નિર્ણાયક દિવસ
નિશ્ચિતપણે આજને દિવસ ભાજપ અને નરેન્દ્ર મોદીની રાજકીય કારકિર્દી માટે નિર્ણયાક દિવસ છે. મોદીએ ભાજપને વિજયી બનાવવા માટે કપરી મહેનત કરી છે. દેશભરમાં તેમણે 487 કરતા પણ વધુ રેલીઓ સંબોધી છે.

સવારે આઠ વાગ્યાની આસપાસ મત ગણતરી શરૂ થનારી છે. આ વખતની ચૂંટણીમાં 8251 ઉમેદવારો મેદાને છે. મત ગણતરી માટે કુલ 929 મત ગણતરી કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે. જેને લઇને સુરક્ષા વ્યવસ્થા પણ મજબૂત કરવામાં આવી છે. ભાજપ, કોંગ્રેસ જેવી રાષ્ટ્ર કક્ષાની રાજકીય પાર્ટી ઉપરાંત પ્રાદેશિક પાર્ટીઓમાં પણ ગણતરીને લઇને ઉત્સાહ અને આતુરતા જોવા મળી રહી છે.

દેશની વાત કરવામાં આવે તો દેશભરની જનતાની નજર એક જ વાત પર છેકે આ વખતે કોની સરકાર બનશે?

English summary
lok sabha poll all set for counting of votes
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X