ચૂંટણીનો કાર્યક્રમ જાહેર, 9 તબક્કામાં યોજાશે મતદાન, 30 એપ્રિલે ગુજરાતમાં

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 5 માર્ચ: ચૂંટણી પંચ લોકસભા ચૂંટણીના બહુપ્રતીક્ષિત કાર્યક્રમની જાહેરાત આજે કરશે. ચૂંટણી કાર્યક્રમોની જાહેરાતની સાથે જ સરકાર અને રાજકીય પક્ષો માટે આદર્શ આચાર સંહિતા તત્કાલિક લાગૂ થઇ જશે. જાણકારી અનુસાર ચૂંટણી પંચ દ્વારા વિજ્ઞાન ભવનમાં આજે સવારે 10.30 વાગે પત્રકાર પરિષદ આયોજીત કરવામાં આવશે અને અને આ દરમિયાન ચૂંટણીની તારીખો વિશે એલાન કરવામાં આવશે.

મુખ્ય ચૂંટણી કમિશ્નર વીએસ સંપત તથા બે અન્ય ચૂંટણી કમિશ્નર એચએસ બ્રહ્મા અને એસએનએ જૈદી સંવાદદાતા સંમેલનમાં ચૂંટણીના કાર્યક્રમોની જાહેરાત કરશે. ઉચ્ચ પદસ્થ સૂત્રોએ જણાવ્યું હતું કે મતદાન એપ્રિલના બીજા અઠવાડિયાથી શરૂ થઇને છ થી સાત તબક્કામાં પુરૂ થશે.

ચૂંટણી પંચના સૂત્રોએ જણાવ્યું હતું કે મતદાન સાત અને દસ એપ્રિલ વચ્ચે શરૂ થવાની સંભાવના છે. અત્યાર સુધીની યોજના અનુસાર છ થી સાત તબક્કામાં મતદાન થશે. 2009માં પાંચ તબક્કામાં 16 એપ્રિલથી 13 મેના રોજ ચૂંટણી થઇ હતી. હાલની લોકસભાનો કાર્યકાળ એક જૂનના રોજ સમાપ્ત થશે અને નવી લોકસભાનું ગઠન 31 મે સુધી કરવાનું છે.

લોકસભા ચૂંટણીના સાથે-સાથે તેલંગાણા વિસ્તારો સહિત આંધ્ર પ્રદેશ, ઓરિસ્સા અને સિક્કિમ વિધાનસભાઓ માટે ચૂંટણી કરાવવામાં આવશે. 2014ના લોકસભાની ચૂંટણીમાં લગભગ 81 કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

ચૂંટણીના કાર્યક્રમની હાઇલાઇટ્સ: જુઓ ક્યારે ક્યાં યોજાશે મતદાન

- મતદાનની પ્રથમ તારીખ 7 એપ્રિલ 2014, તેમાં બે રાજ્યોમાં ચૂંટણી યોજાશે.

- 12 એપ્રિલ

- 10 એપ્રિલ જેમાં 14 રાજ્યો કવર થશે

-12 એપ્રિલ ત્રણ રાજ્યો કવર થશે

- 17 એપ્રિલ 13 રાજ્યો અને યૂનિયન ટેરેટરી કવર થશે.

-30 એપ્રિલ 9 રાજ્ય

- 7 મેના રોજ સાત રાજ્ય, 64 રાજ્ય સંદદીય વિસ્તાર

- 12 મેના રોજ 3 રાજ્ય, 41 સંસદીય વિસ્તારમાં ચૂંટણી યોજાશે.

એટલે કે દેશભરમાં ચૂંટણીની 9 તારીખો હશે.

આ દરમિયાન બે રાજ્યોમાં પેટા ચૂંટણી પણ યોજાશે.

ગણતરી- 16 મેના રોજ થશે. અને આશા છે કે આ ગણતરી તે જ દિવસ પુરી થઇ જાય.

ચૂંટણીમાં સુરક્ષા, હવામાન, તહેવારનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું

ચૂંટણીમાં સુરક્ષા, હવામાન, તહેવારનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું

-વી એસ સંપત્તે કહ્યું હતું કે ચૂંટણી પંચને બધી પ્રક્રિયા 31 મે સુધી પુરી કરવાની છે. બધી ચૂંટણી નિર્ધારીત સમયમાં એક સમયાંતરે કરાવવામાં આવશે. ચૂંટણી કમિશ્વરે ઘણી બધી મીટીંગો કરી ત્યારે જઇને ચૂંટણીનો કાર્યક્રમ તૈયાર કર્યો. ચૂંટણીમાં સુરક્ષા, હવામાન, તહેવારનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.

ગત ચૂંટણીની તુલનામાં 10 કરોડ વધુ

ગત ચૂંટણીની તુલનામાં 10 કરોડ વધુ

- આ વખતે કુલ 81.4 કરોડ મતદારો છે. જે ગત ચૂંટણીની તુલનામાં 10 કરોડ વધુ છે. પહેલાં ચૂંટણીમાં લગભગ 10 કરોડ હતા.

મતદારને વોટર આઇડી કાર્ડ લઇને વોટ આપવા માટે જવું પડશે

મતદારને વોટર આઇડી કાર્ડ લઇને વોટ આપવા માટે જવું પડશે

- કેટલીક વખત ફરિયાદો આવે છે લોકોનું નામ મતદાર યાદીમાં હોતું નથી. તેના માટે એક વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. મતદાર યાદીમાં નામ નોંધાવવા માટે મતદારોને વધુ એક તક આપવામાં આવે છે. તેના માટે દેશભરમાં 9 લાખ કેમ્પ લગાવવામાં આવશે. જેનું નામ નથી, તે ત્યાં જઇને પોતાનું નામ દાખલ કરાવી શકે છે. તેના માટે ફોમ 6 લઇને ભરવાનું રહેશે તથા જરૂરી પ્રમાણપત્રોની ઝેરોક્ષ જમા કરાવવી પડશે. 11 માર્ચના રોજ દેશમાં કેમ્પ લગાવવામાં આવશે. મતદારને વોટર આઇડી કાર્ડ લઇને વોટ આપવા માટે જવું પડશે. વર્તમાનમાં 96 ટકા લોકો પાસે વોટરઆઇડી કાર્ડ છે.

પોલિંગ સ્ટેશન

પોલિંગ સ્ટેશન

આ વર્ષે 9 લાખ 30 હજાર પોલિંગ સ્ટેશન છે. ગત વર્ષની તુલનામા6 12 ટકા વધુ છે. બધી જરૂરી સુવિધાઓ પોલિંગ સ્ટેશન પુરી પાડવામાં આવશે. પીવાનું પાણી, છાંયદા માટે શેડ, મુતરડી, રેમ્પ અને સ્ટાડર્ડ વોટિંગ કમ્પાર્ટમેન્ટ. 2004 અને 2009ની જેમ 2014માં પણ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનનો ઉપયોગ કરવામાં આવશે.

નોટાનો ઓપ્શન

નોટાનો ઓપ્શન

ગત પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની જેમ આ વખતે પણ નોટાની સુવિધા ઇવીએમમાં આપવામાં આવશે.

આચાર સંહિતા

આચાર સંહિતા

આ જાહેરાતનીની સાથે દેશભરમાં આચાર સંહિતા લાગૂ કરી દેવામાં આવશે. કાનૂન વ્યવસ્થાને જાળવી રાખવા માટે દરેક રાજ્ય સરકારની જવાબદારી રહેશે. ચૂંટણી પંચ પોતાનું કામ કરતું રહેશે.

દેશભરમાં ઓબર્ઝવર નિમવામાં આવ્યા

દેશભરમાં ઓબર્ઝવર નિમવામાં આવ્યા

- દેશભરમાં ઓબર્ઝવર નિમવામાં આવ્યા છે. જેમ કે જનરલ ઓબર્ઝવર, સિક્યોરિટી ઓબર્ઝવર, એક્સપેંડિચર ઓબર્ઝવર વગેરે, નિમવામાં આવ્યા છે. સરકારી અધિકારીઓ તથા સંપત્તિનો ઉપયોગ સત્તાધારી પાર્ટીઓ નહી કરી શકે. જો કરશે તો આચાર સંહિતાનો ભંગ ગણવામાં આવશે.

આચાર સંહિતા

આચાર સંહિતા

- આચાર સંહિતાનું પાલન કરાવવા માટે સરકારી અધિકારીઓને ડેપોટેશન પર રાખવામાં આવશે.

ફોટો વોટર સ્લિપ

ફોટો વોટર સ્લિપ

- આ ચૂંટણીમાં પ્રથમ વાર ફોટો વોટર સ્લિપ આપવામાં આવશે. સ્લિપમાં મતદારનો ફોટો તથા અન્ય માહિતી આપવામાં આવશે. તેનું વિતરણ મતદાનની તારીખના ત્રણથી પાંચ દિવસ પહેલાં કરવામાં આવશે.

ધનનો ઉપયોગ

ધનનો ઉપયોગ

ચૂંટણી પંચે એક્સપેંડિચર ઓબર્ઝવર ઉપરાંત ઘણી ટીમો નિમવામાં આવી છે, જે ઉમેદવારો દ્વારા ધનનો ઉપયોગ કરવામાં આવેલા નાણાંની તપાસ કરશે. વીડિયોગ્રાફી પણ કરવામાં આવશે.

વોટર પાર્ટિસિપેશન

વોટર પાર્ટિસિપેશન

ચૂંટણીપંચ ઇચ્છે છે કે વધુમાં વધુ મતદારો મતદાન કરવા માટે આવે. તેના માટે વિશે અભિયાન ચલાવવામાં આવશે.

English summary
The Election Commission will announce the schedule for the forthcoming Lok Sabha polls at 10.30 am on Wednesday.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.