For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્લી હિંસા પર હંગામાં બાદ લોકસભા-રાજ્યસભાની કાર્યવાહી કાલ સુધી સ્થગિત

હવે બંને સંસદની કાર્યવાહી કાલ સવારે 11 વાગ્યા સુધી માટે સ્થગિત કરી દેવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો સોમવારથી શરૂ થઈ ગયો છે. આજે આખો દિવસ વિપક્ષી પાર્ટીઓએ દિલ્લી હિંસા માટે જોરદાર હંગામો કર્યો. હંગામાના કારણે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી પહેલા બપોરે 2 વાગ્યા સુધી માટે સ્થગિત કરવામાં આવી. પરંતુ જેવી સંસદની કાર્યવાહી ફરીથી શરૂ થઈ, વિપક્ષે ફરીથી દિલ્લી હિંસા પર હંગામો કર્યો અને ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ કરી. દિલ્લી હિંસા માટે કોંગ્રેસ, ટીએમસી અને આમ આદમી પાર્ટીના સાંસદોએ વિરોધ પ્રદર્શન કર્યુ. હવે બંને સંસદની કાર્યવાહી કાલ સવારે 11 વાગ્યા સુધી માટે સ્થગિત કરી દેવામાં આવી છે.

કોંગ્રેસ સહિત ઘણા પક્ષોએ આપી હતી સ્થગન પ્રસ્તાવની નોટિસ

કોંગ્રેસ સહિત ઘણા પક્ષોએ આપી હતી સ્થગન પ્રસ્તાવની નોટિસ

કોંગ્રેસ સહિત ઘણા વિપક્ષી દળોએ લોકસભામાં આ મુદ્દે ચર્ચા માટે સ્થગન પ્રસ્તાવ આપ્યો હતો. તમને જણાવી દઈએ કે કોંગ્રેસની અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ દિલ્લી રમખાણો પર ગૃહમંત્રી અમિત શાહનુ રાજીનામુ માંગ્યુ હતુ. ઘણા અન્ય વિપક્ષી દળોએ પણ શાહને હિંસા મામલે ઘેર્યા હતા. તમને જણાવી દઈએ કે સંસદનુ બજેટ સત્રનો બીજો તબક્કો આજથઈ શરૂ થયો છે. વિપક્ષે સરકારને ઘેરવા માટે તગડી ઘેરાબંધી કરી રાખી છે. લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી અને કે સુરેશે દિલ્લી હિંસા પર સ્થગન પ્રસ્તાવની નોટિસ આપી છે.

આપનો સંસદમાં વિરોધ

આપનો સંસદમાં વિરોધ

આમ આદમી પાર્ટીએ દિલ્લી રમખાણોના વિરોધમાં સંસદ ભવનમાં ગાંધીજીની મૂર્તિ સામે વિરોધ કર્યો. આ પહેલા પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે દિલ્લી રમખાણો માટે સંસદમાં નિય 267 હેઠળ સ્થગન પ્રસ્તાવની નોટિસ આપી.

ટીએમસી સાંસદોએ આંખો પર પટ્ટી બાંધી કર્યુ પ્રદર્શન

ટીએમસી સાંસદોએ આંખો પર પટ્ટી બાંધી કર્યુ પ્રદર્શન

દિલ્લી રમખાણો માટે ટીએમસીના સાંસદોએ આંખો પર પટ્ટી બાંધીને પ્રદર્શન કર્યુ. સાંસદ કાળી પટ્ટી બાંધીને વિરોધ કરી રહ્યા છે. સીપીએમ, સીપીઆઈ, ડીએમકે અને એનસીપીએ દિલ્લી રમખાણો પર લોકસસભાં સ્થગન પ્રસ્તાવની નોટિસ આપી હતી.

આ પણ વાંચોઃ સુરતના વેવાઈ-વેવાણ ફરી ભાગી ગયાં, શનિવારથી લાપતાઆ પણ વાંચોઃ સુરતના વેવાઈ-વેવાણ ફરી ભાગી ગયાં, શનિવારથી લાપતા

English summary
Lok Sabha-Rajya Sabha adjourned till tomorrow after riots over Delhi violence
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X