For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આંખોં મેં આંખે.. વાળી ટિપ્પણી બાદ આઝમ ખાનની મુશ્કેલી વધી, કાર્યવાહી માટે લોકસભામાં પ્રસ્તાવ પાસ

આંખોં મેં આંખે.. વાળી ટિપ્પણી બાદ આઝમ ખાનની મુશ્કેલી વધી, કાર્યવાહી માટે લોકસભામાં પ્રસ્તાવ પાસ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ સંસદ સત્ર દરમિયાન સ્પીકરની ખુરશી પર બેઠેલ ભાજપના સાંસદ રમા દેવી પર વિવાદિત ટિપ્પણી કરી સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાન મુશ્કેલીમાં ફસાયા છે. શુક્રવારે લોકસભાની કાર્યવાહી દરમિયાન સદનમાં હાજર મહિલા સાંસદોએ આઝમ ખાનની ટિપ્પણીનો ભારે વિરોધ કર્યો અને તેમને નિવેદન બદલ માફી માંગવા કહ્યું. લોકસભામાં આઝમ ખાન વિરુદ્ધ કાર્યવાહી માટે સર્વસમ્મતિથી પ્રસ્તાવ પણ પાસ થઈ ગયો છે.

આઝમ ખાન વિરુદ્ધ કાર્યવાહી માટે પ્રસ્તાવ પાસ

આઝમ ખાન વિરુદ્ધ કાર્યવાહી માટે પ્રસ્તાવ પાસ

લોકસભા સ્પીકર ઓમ બિરલાએ આ મામલે કહ્યું કે તમામ દળના નેતાઓની એક મીટિંગ બોલાવશે અને ત્યારે ફેસલો લેશે. આઝમ ખાનની વિાદિત ટિપ્પણીને લઈ આજે પણ લોકસભામાં ભારે હંગામો થયો. ભાજપે રામપુરથી સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાનને પોતાની ટિપ્પણી માટે માફી માંગવાની માંગ કરી. ભાજપી સદસ્યોએ કહ્યું કે કાં તો આઝમ ખાન માફી માંગે નહિ તો તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવે.

ભાજપના સાંસદ રમા દેવીની સદસ્યતા પણ સમાપ્ત કરવાની માંગ

ભાજપના સાંસદ રમા દેવીની સદસ્યતા પણ સમાપ્ત કરવાની માંગ

આઝમ ખાનની વિવાદિત ટિપ્પણી પર ભાજપના સાંસદ રમા દેવીનું નિવેદન પણ આવ્યું. રમા દેવીએ કહ્યું કે તેમણે ક્યારેય પણ મહિલાઓનું સન્માન નથી કર્યં, અમે બધા જાણીએ છીએ કે તેમણે જયાપ્રદા વિશે શું કહ્યું હતું. તેમને લોકસભામાં રહેવાનો કોઈ અધિકાર નથી. હું લોકસભા સ્પીકરને અનુરોધ કરીશ કે તેમની સદસ્યતા સમાપ્ત કરી દેવામાં આવે. આઝમ ખાનને પોતાના નિવેદન માટે માફી માંગવી જોઈએ.

રમા દેવી પર કરી હતી આ ટિપ્પણી

રમા દેવી પર કરી હતી આ ટિપ્પણી

જણાવી દઈએ કે ગુરુવારે ટ્રિપલ તલાક બિલ પર ચર્ચા દરમિયાન આઝમ ખાને પ્રિસાઇડિંગ અધિકારી તરીકે સ્પીકરની ખુરશી પર બેઠેલ ભાજપના સાંસદ રમા દેવી પર વિવાદિત ટિપ્પણી કરી હતી. સપા સાંસદ આઝમ ખાનના આ નિવેદન મામલે લોકસભામાં ભાજપના સભ્યોએ વાંધો ઉઠાવ્યો હતો. જ્યારે સપા સાંસદ અખિલેશ યાદવે સદનમાં આઝમ ખાનનું સમર્થન કરતા કહ્યું હતું કે તેમણે ખુરશી માટે કંઈપણ અપમાનજનક વાત નથી કહી. ભાજપના સાંસદો કારણ વિના આંગળી ચીંધી રહ્યા છે.

ઑટોમોબાઈલ ક્ષેત્રની 10 લાખ નોકરીઓ પર જોખમ, સરકારનું મૌન ખતરનાકઃ પ્રિયંકા ગાંધી ઑટોમોબાઈલ ક્ષેત્રની 10 લાખ નોકરીઓ પર જોખમ, સરકારનું મૌન ખતરનાકઃ પ્રિયંકા ગાંધી

English summary
lok sabha speaker om birla called meeting to take final decision on azam khan's statement issue
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X