
ચૂંટણી પ્રચાર દરમિયાન ‘ઑટો ડ્રાઈવર' બની ઉર્મિલા માતોંડકરઃ જુઓ Pics
બૉલિવુડની રંગીલા ગર્લ ઉર્મિલા માતોંડકરને કોંગ્રેસે મુંબઈ નોર્થથી લોકસભા ટિકિટ આપી છે. તે આ સીટ પર ભાજપના કદાવર નેતા ગોપાલ શેટ્ટી સામે ચૂંટણી લડવા જઈ રહી છે. આ સીટ પર ભાજપને હરાવવાનું કામ સરળ નથી. એ જાણીને પણ ઉર્મિલા જબરદસ્ત જોશ સાથે ચૂંટણી પ્રચારમાં જોડાઈ ગઈ છે. તે સ્થાનિક લોકોને મળી રહી છે અને તેમની સમસ્યાઓ અને જરૂરિયાતો જાણવાની કોશિશ કરી રહી છે.
|
ચૂંટણી પ્રચાર દરમિયાન ‘ઑટો ડ્રાઈવર' બની ઉર્મિલા માતોંડકર
રવિવારે પણ તેમણે ચૂંટણી પ્રચાર દરમિયાન ગોરઈ ક્ષેત્રના ઑટો ચાલકો સાથે મુલાકાત કરી અને તેમનો પ્રોબ્લેમ જાણવાની કોશિશ કરી. આ દરમિયાન તે ‘ઑટો ડ્રાઈવર' ની જેમ ઑટોમાં બેઠેલી પણ દેખાઈ અને એ જતાવવાની કોશિશ કરી કે તે પણ એક સામાન્ય માણસ જ છે. ઉર્મિલાનો ‘ઑટો ડ્રાઈવર' લુકવાળો ફોટો હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
સંજય નિરુપમને ઝેલવી પડી હતી હાર
તમને જણાવી દઈએ કે મરાઠાની નગરી મુંબઈના આ સંસદીય ક્ષેત્રમાં પહેલી સામાન્ય ચૂંટણી 1977માં થઈ હતી જેને ભારતીય લોકદળે જીતી હતી વર્ષ 1980માં આ સીટ જનતા પાર્ટીએ જીતી હતી પરંતુ 1984ની ચૂંટણી અહીં કોંગ્રેસે જીતી અને અનૂપચંદ શાહ અહીંથી એમપી ચૂંટાયા પરંતુ 1989માં અહીં કમળ ખીલ્યુ અને રામ નાઈક અહીંથી સાંસદ ચૂંટાયા. તે સતત પાંચ વાર આ સીટ પર સાંસદ રહ્યા એટલે કે અહીં 1989, 1991, 1996, 1998 અને 1999માં ભાજપનું જ અહીં રાજ રહ્યુ પરંતુ વર્ષ 2004 ની ચૂંટણી અહીં લાંબા સમય બાદ કોંગ્રેસે જીતી અને ગોવિંદ આહૂજા અહીંથી જીતીને લોકસભા પહોંચ્યા. ત્યારબાદ વર્ષ 2009માં પણ અહીં કોંગ્રેસનો જલવો જળવાઈ રહ્યો અને સંજય નિરુપમે અહીંથી એમપી ચૂંટાયા પરંતુ વર્ષ 2014ની ચૂંટણીમાં તેમને હાર ઝેલવી પડી અને ભાજપના ગોપાલ શેટ્ટી અહીંથી જીતીને લોકસભા પહોંચ્યા.
|
વર્ષ 2014ની ચૂંટણીમાં આ સીટ પર નંબર 2 પર કોંગ્રેસ હતી
1992માં ગોપાલ શેટ્ટી પહેલી વાર નગર નિગમના કાઉન્સિલર ચૂંટાયા હતા તેના અમુક વર્ષ બાદ તે મુંબઈ મહાનગર પાલિકાના ડેપ્યુટી મેયર પણ બન્યા અને ત્યારબાદ તે ઘણા વર્ષો સુધી મુંબઈ ભાજપના અધ્યક્ષ અને મંડળ સેક્રેટરી પણ રહ્યા છે. ડિસેમ્બર 2018ના રિપોર્ટ મુજબ છેલ્લા 5 વર્ષો દરમિયાન લોકસભામાં ગોપાલ શેટ્ટીની ઉપસ્થિતિ 100 ટકા રહી છે અને આ દરમિયાન તેમણે 107 ડિબેટમાં ભાગ લીધો અને 432 પ્રશ્નો પૂછ્યા છે. વર્ષ 2014ની ચૂંટણીમાં આ સીટ પર નંબર 2 પર કોંગ્રેસ, નંબર 3 પર આપ હતી.
|
મુશ્કેલ છે રસ્તો
મુંબઈ નોર્થમાં સંજય નિરુપમ જેવા નેતાને હરાવવા કોંગ્રેસ માટે મોટો ઝટકો હતો તો વળી ગોપાલ શેટ્ટીની જીતમાં મોદી લહેરનો પણ બહુ મોટો હાથ હતો પરંતુ તેમને આ વખતે હરાવવા માટે કોંગ્રેસને એક દમદાર ચહેરાની શોધ હતી કે જે ઉર્મિલા પર આવીને ખતમ થઈ જોવા મળી છે. જોઈએ છે ઉર્મિલા કોંગ્રેસને આ સીટ અપાવી શકે છે કે નહિ.
આ પણ વાંચોઃ અભણ ગમારની જેમ વાત કરે છે પીએમ મોદીઃ NCP નેતા માજિદ મેમણનું વિવાદિત નિવેદન