Loksabha : વિપક્ષી પાર્ટીઓ લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ રજુ કરશે

લોકસભાનું ચોમાસુ સત્ર સતત તોફાની બની રહ્યું છે. એક તરફ નરેન્દ્ર મોદી સરકારની તાનાશાહી નીતિઓ અને અદાણી મુદ્દે સતત વિપક્ષી પાર્ટીઓ પોતાનો અવાજ ઉઠાવી રહી છે ત્યારે બીજી તરફ આ પાર્ટીઓએ હવે લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી લીધી છે.

સંસદનું ચોમાસુ સત્ર શરૂઆતથી જ મણિપુર પર ચર્ચાને લઈને સતત ચાર દિવસથી ઠપ્પ છે. આ દરમિયાન વિપક્ષી પાર્ટીઓ બુધવારે લોકસભામાં સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા જઈ રહી છે.

Loksabha

મંગળવારે મણિપુર મુદ્દે સંસદમાં ભારે હોબાળો જોવા મળ્યો હતો. લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષોએ મણિપુર પર પીએમ મોદીના નિવેદનની માંગ કરતા સતત સૂત્રોચ્ચાર કર્યા હતા.

રાજ્યસભામાં મણિપુર મુદ્દે ભારે હંગામો જોવા મળી રહ્યો છે. સમગ્ર સત્ર માટે રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરાયેલા AAP સાંસદ સંજય સિંહ મહાત્મા ગાંધીની પ્રતિમા સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને બીજા સાંસદો સંસદમાં હંગામો કરી રહ્યા છે.

સમાચારો અનુસાર, અવિશ્વાસ પ્રસ્તાવનો ડ્રાફ્ટ તૈયાર કરી દેવામાં આવ્યો છે. બુધવારે વિરોધ પક્ષો તેને ગૃહમાં રજુ કરશે. બીજી તરફ ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં ચાલી રહેલી મડાગાંઠ અંગે મલ્લિકાર્જુન ખડગે અને અધીર રંજન ચૌધરીને પત્ર લખ્યો છે. તેમણે મણિપુરની ચર્ચા કરવાની વાત કરી છે. અમિત શાહ આ દરમિયાન લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પણ મળ્યા હતા.

જણાવી દઈએ કે, કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર અને મણિપૂરની બીજેપી સરકારની નબળી નીતિને કારણે ત્યાં હજારો લોકોના મોત થયા છે અને મહિલાઓ બળાત્કારનો ભોગ બની રહી છે. બીજી તરફ મોદી સરકાર અભિમાનમાં મસ્ત છે અને સંસદમાં ચર્ચા કરવાથી પણ કતરાઈ રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X