For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ સામે EDએ જાહેર કરી લુકઆઉટ નોટિસ

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ સામે ઈડીએ લુકઆઉટ નોટિસ જાહેર કરી છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ સામે ઈડીએ લુકઆઉટ નોટિસ જાહેર કરી છે. ભ્રષ્ટાચાર મામલે નામ આવ્યા બાદ અનિલ દેશમુખે પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ હતુ ત્યારબાદ તેની સામે તપાસ ચાલી રહી છે. અનિલ દેશમુખને 100 કરોડ રૂપિયાના મની લૉન્ડ્રિંગ મામલે ઈડીએ નોટિસ મોકલી છે. ઈડીના સૂત્રો મુજબ દેશમુખને લુકઆઉટ નોટિસ એટલા માટે મોકલવામાં આવી છે જેથી તે દેશની બહાર ન જઈ શકે. તમને જણાવી દઈએ કે આ પહેલા અનિલ દેશમુખે ઈડીના ઘણા સમનના જવાબ આપ્યા નથી.

anil deshmukh

તમને જણાવી દઈએ કે ગયા મહિને સુપ્રીમ કોર્ટે આ મામલે અનિલ દેશમુખને રાહત આપવાનો ઈનકાર કરી દીધો હતો. ઈડીએ અનિલ દેશમુખ અને અન્ય સામે આ કેસ સીબીઆઈ દ્વારા 100 કરોડ રૂપિયાની લાંચ લેવા મામલે નોંધાયેલ એફઆઈઆર બાદ કેસ નોંધ્યો હતો. મુંબઈના પૂર્વ પોલિસ કમિશ્નર પરમબીર સિંહે લાંચ લેવાનો આરોપ લગાવ્યો હતો ત્યારબાદ આ કેસ નોંધવામાં આવ્યો હતો.

ઉદ્યોગપતિ અનિલ દેશમુખના મુંબઈ સ્થિત ઘર બાદ શંકાસ્પદ કાર જેમાં વિસ્ફોટકો લદાયેલા હતા તે મળ્યા બાદ પરમબીર સિંહને પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. પદ પરથી હટાવાયા બાદ પરમબીર સિંહે આ આરોપ લગાવ્યો હતો. તેમણે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો હતો જેમાં કહ્યુ હતુ કે અનિલ દેશમુખે સચિન વાજેને કહ્યુ હતુ કે તે શહેરના બાર અને રેસ્ટોરાંમાંથી એક મહિનાની અંદર 100 કરોડ રૂપિયા ભેગા કરીને આપે. 21 એપ્રિલે સીબીઆઈએ આ મામલે અનિલ દેશમુખ સામે બૉમ્બે હાઈકોર્ટના નિર્દેશ પર કેસ નોંધ્યો હતો.

ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યા બાદ પોતાના પદ પરથી રાજીનામુ આપનાર અનિલ દેશમુખ શરૂઆતથી જ તમામ આરોપોને ધરમૂળથી ફગાવતા આવી રહ્યા છે. આ કેસમાં અનિલ દેશમુખનના પર્સનલ આસિસટન્ટની પણ ધરપકડ કરી લેવામાં આવી હતી. એટલુ જ નહિ દેશમુખના જમાઈની સીબીઆઈ રિપોર્ટ લીક કેસમાં પૂછપરછ કરવામાં આવી હતી.

English summary
Lookout notice for Anil Deshmukh former home minister of Maharashtra by ED.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X