ક્યાં છે રામ રહીમની પુત્રી હનીપ્રીત? લુકઆઉટ નોટિસ જાહેર

Written By:
Subscribe to Oneindia News

હરિયાણા પોલીસે ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમ સિંહની દત્તક પુત્રી હનીપ્રીત સિંહ વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરી છે. હનીપ્રીત પર આરોપ છે કે, તેણે બાબા રામ રહીમને અદાલતથી ભગાડવાનું ષડયંત્ર રચ્યું હતું. હનીપ્રીતની સાથે જ પોલીસે રામ રહીમના પુત્ર આદિત્ય ઇંસા વિરુદ્ધ પણ લુકઆઉટ જાહેર કર્યું છે. ઉલ્લેખનીય છે કે, 25 ઓગસ્ટના રોજ કેન્દ્રિય અન્વેષણ બ્યૂરો(સીબીઆઇ)ની પંચકુલા અદાલતના જજ જગદીપ સિંહે રામ રહીમને દોષી જાહેર કર્યા હતા અને તેમને જેલમાં લઇ જવાની તૈયારી થઇ હતી. આ દરમિયાન રામ રહીમને ભગાડવાની યોજના બનાવવામાં આવી હતી.

ram rahim

ક્યાં છે હનીપ્રીત?

લુકઆઉટ નોટિસ જાહેર થયા બાદ હવે હનીપ્રીત હવે દેશ છોડીને નહીં જઇ શકે. કેટલાક લોકો કહી રહ્યાં છે કે, હનીપ્રીત છુપાઇને ગઇ છે, કેટલાક લોકો કહી રહ્યાં છે કે તે રોહતકમાં જ ડેરાના સમર્થકોના ઘરે રહે છે. તો વળી, તે નેપાળ ભાગી ગઇ હોવાની પણ અફવા છે. દેશભરના એરપોર્ટ, બસ સ્ટેશન અને રેલ્વે સ્ટેશનને એલર્ટ પર મુકવામાં આવ્યા છે. રામ રહીમે 20 વર્ષની સજા થયા બાદથી જ આ પ્રશ્ન થઇ રહ્યો છે કે, હનીપ્રીત ગઇ ક્યાં? હનીપ્રીત પર દેશદ્રોહનો આરોપ છે. રામ રહીમને જેલ થયા બાદ તે છેલ્લે રોહતકમાં જોવા મળી હતી. તે રામ રહીમ સાથે હેલિકૉપ્ટરમાં રોહતક જેલ ગઇ હતી, આ અંગે ખાસો વિવાદ પણ થયો હતો.

રામ રહીમનો વારસદાર કોણ?

ગુરમીત રામ રહીમ જેલ ગયા બાદ એ વાતની પણ ચર્ચા થઇ રહી હતી કે, તેમની ગાદી હવે કોણ સંભાળશે. આ યાદીમાં સૌથી પહેલું નામ હનીપ્રીતનું છે. તે રામ રહીમની ખૂબ નજીક હતી, આથી તે સૌથી પ્રબળ દાવેદાર છે. ત્યાર બાદ બીજું નામ છે, રામ રહીમના પુત્ર જસમીત ઇંસાનું. પરંતુ કહેવાઇ રહ્યું છે કે, ડેરાના નિયમો અનુસાર, જસમીત ઇંસાને તેના પિતાની ગાદી નહીં મળે.

English summary
Lookout notice has been issued by the police against Honeypreet Insan.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.