સુધારાઓના નામે ચલાવાય છે લૂંટ : મમતા

Mamata Benarajee
કોલકત્તા, 30 સપ્ટેમ્બર : યુપીએ સરકાર દ્વારા મલ્ટી બ્રાન્ડ રિટેલમાં મંજૂર કરવામાં આવેલી એફડીઆઇના વિરોધમાં પહેલી ઓક્ટોબરે દિલ્હીમાં યોજાનારા વિરોધ પ્રદર્શન અંગે વાત કરતા શનિવારે તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ મમતા બેનરજીએ જણાવ્યું હતું કે સુધારાના નામે લૂંટ ચલાવવામાં આવે છે.

મમતા બેનરજીએ ફેસબુક પરની પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે 'સુધારાનો અર્થ થાય કે લોકોને ધ્યાનમાં રાખીને વિકાસ કરવો. આજકાલના સુધારાના નિર્ણયો જનતા વિરોધી હોય છે.' વડાપ્રધાન મનમોહન સિંહે કરેલી જાહેરાત કે આગામી સમયમાં સાથી પક્ષો સાથે ચર્ચા કર્યા બાદ સુધારણાના પગલાં ચાલુ રહેશે તેના પર પોતાની પ્રતિક્રિયા આપતા વાત કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે તૃણમૂલ કોંગ્રેસના 6 પ્રધાનોએ 21 સપ્ટેમ્બરના રોજ રાજીનામા આપ્યા હતા. હવે ટીએમસી રિટેલમાં એફડીઆઇ, ડીઝલમાં ભાવ વધારો અને રાંધણ ગેસના બાટલા પરની સબસિડી ઘટાડવાના મુદ્દે પહેલી ઓક્ટેબરે દિલ્હીના જંતર મંતર ખાતે દેખાવો અને વિરોધ પ્રદર્શન કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X