Ram Mandir: પ્રાણ પ્રતિષ્ઠા બાદ સામે આવી ભગવાન રામની પહેલી ઝલક, જુઓ Video
Ram Mandir Pran Pratishtha: રામ મંદિરના ગર્ભગૃહમાં રામલલ્લા બિરાજમાન છે. પીએમ નરેન્દ્ર મોદી, સંઘના વડા ભાગવત અને સીએમ યોગી આદિત્યનાથ અભિષેકની વિધિમાં યજમાન બન્યા હતા. પ્રાણ પ્રતિષ્ઠા પછી ભગવાન રામનો પહેલો વીડિયો સામે આવ્યો છે.
આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિરના ગર્ભગૃહમાં પ્રાણ પ્રતિષ્ઠા માટે પૂજા કરી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત તેમની બાજુમાં બેઠા હતા. શ્રી રામ જન્મભૂમિ મંદિર પરિસર પર હેલિકોપ્ટરમાંથી પુષ્પોની વર્ષા કરવામાં આવી હતી.

પ્રાણ પ્રતિષ્ઠા બાદ પીએમ મોદીએ રામ લલ્લાની પૂર્ણ વિધિથી પૂજા પણ કરી હતી. વિવિધ સ્થળોએથી આવેલા છ પરિણીત યુગલોએ પણ આ વિધિમાં ભાગ લીધો હતો. પીએમ મોદીએ ક્રીમ કલરની ધોતી અને પટકા સાથે ગોલ્ડન કુર્તા પહેર્યા હતા. આ પછી વડાપ્રધાને ઉદ્ઘાટન સમારોહ માટે 'સંકલ્પ' લીધો.
જે તસવીર સામે આવી છે તેમાં તમે જોઈ શકો છો કે ભગવાન રામ કપાળ પર મુગટ, હાથમાં સોનાનું ધનુષ અને તીર સાથે બાળ રામ પીતાંબર કપડામાં જોવા મળે છે. શ્યામ રંગમાં દેખાતા બાળરામના ફોટા ખરેખર મનમોહક છે.
રામ મંદિરના અભિષેક પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીએ બિરલા મંદિરમાં પૂજા અર્ચના કરી હતી.
#WATCH | First visuals of the Ram Lalla idol at the Shri Ram Janmaboomi Temple in Ayodhya pic.twitter.com/E0VIhkWu4g
— ANI (@ANI) January 22, 2024












Click it and Unblock the Notifications
