લવ સ્ટોરી- કોઠાથી શરૂ થઇ લગ્ન પર જઇ અટકી

Posted By:
Subscribe to Oneindia News

ભારતમાં વેશ્યાવૃત્તિ ગેરકાનૂની છે પણ તેમ છતાં ભારતભર અનેક જગ્યાએ આ ગંદુ કામ થાય છે અને તે વાત પોલીસથી લઇનો લોકો બધા જ જાણતા હોવા છતાં આંખ આડા કાન કરી દઇ તેને ચાલુ રાખે છે. પણ આ તમામ વચ્ચે એક આશાની કિરણ એક અનોખી લવ સ્ટોરીના રૂપે જોવા મળી છે. વાત નવી દિલ્હીના જીબી રોડની છે. આ પ્રેમ કહાની શરૂ થઇ કોઠા પર આવેલા એક ગ્રાહક તરીકે પણ સતત બે વર્ષ સુધી ગ્રાહક બનીને એક નેપાળી યુવતીને મળવા આવતા યુવકે એક દિવસ તેના પ્રેમને મેળવવા માટે મહિલા આયોગનો દરવાજો ખખડાવ્યો અને બન્નેના જીવન અને પ્રેમને એક નવો જ વળાંક આપ્યો.

love

દિલ્હી આયોગે જીબી રોડ પરથી 27 વર્ષની યુવતીને છોડાવી. જેણે ગરીબીના કારણે નેપાળથી દિલ્હી આ ખોટી જગ્યાએ આવી ગઇ હતી. આ પહેલા પણ યુવકે કોઠેથી નીકાળવાનો પ્રયાસ કર્યો હતો પણ સફળ ન થતા તેણે મહિલા આયોગનો રસ્તો ખખડાવ્યો હતો. ડ્રાઇવર તરીકે કામ કરતો આ યુવક જીબી રોડ પાસે જ સદર બજારમાં રહે છે. પોતાની પ્રેમિકાને આ ગંદકીના કામથી નીકાળવા માટે તેણે શક્તિવાહિની નામના એનજીઓ અને દિલ્હીના મહિલા આયોગની મદદ લીધી. જે બાદ પોલીસ દ્વારા આ યુવતીને છોડાવવામાં આવી. અને આજે બન્ને લગ્ન પણ કરશે. છોકરીનું કહેવું છે કે છોકરાનો પરિવાર પણ આ લગ્નથી ખુશ છે અને હવે તે બન્ને સાથે રહેવા માંગે છે. ત્યારે આવા સારો પ્રયાસ ખરેખરમાં આવકારવા લાયક છે.

English summary
Love story: GB Road girl united with the man she loved
Please Wait while comments are loading...