કોંગ્રેસ શાસિત રાજ્યોમાં એલપીજી સિલિન્ડરની સંખ્યા 9 કરવામાં આવી

આ અંગે વાત કરતા એઆઇસીસીના મહાસચિવ જનાર્દન દ્વિવેદીએ જણાવ્યું કે 'કોંગ્રેસ શાસિત રાજ્યોને જણાવવામાં આવ્યું છે કે સબસિડીવાળા એલપીજી સિલિન્ડરની વાર્ષિક મર્યાદા 6થી વધારી 9 કરવામાં આવે.'
અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કે. વી. થોમસે મંગળવારે વડાપ્રધાનને પત્ર લખીને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે રાહત દરે આપવામાં આવતા એલપીજી સિલિન્ડરની મર્યાદા વાર્ષિક 6 કરી છે તે મધ્યમવર્ગ માટે યોગ્ય નથી. આ સાથે તેમણે ભાવમાં તબક્કાવાર વધારો આપવાનો વિકલ્પ પણ દર્શાવ્યો હતો.












Click it and Unblock the Notifications
