For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લખનઉ-કાનપુરમાં મળ્યુ આતંકી ઝાકિર મૂસાનું લોકેશન, NIAએ પાડી રેડ

એનઆઈએના નવા મોડ્યુલ હરકત ઉલ હર્બ એ ઈસ્લામ સાથે જોડાયેલ આતંકી ઝાકિર મૂસાનું લોકેશન લખનઉ અને કાનપુરમાં મળી રહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

એનઆઈએના નવા મોડ્યુલ હરકત ઉલ હર્બ એ ઈસ્લામ સાથે જોડાયેલ આતંકી ઝાકિર મૂસાનું લોકેશન લખનઉ અને કાનપુરમાં મળી રહ્યુ છે. લોકેશન મળ્યા બાદ રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) અને એટીએસે બંને શહેરોમાં ઝાકિર મૂસાને પકડવા માટે ગુપચૂપ રીતે તપાસ કરી. વળી, આતંકી સોહેલ સાથે જોડાયેલ લેધર વેપારીઓની ગતિવિધિઓ પર પણ નજર રાખવામાં આવી રહી છે.

લોકેશન મળ્યા બાદ શરૂ કરી તપાસ

લોકેશન મળ્યા બાદ શરૂ કરી તપાસ

આતંકી ઝાકિર મૂસાનું લોકેશન મળ્યા બાદ ખુફિયા અને સુરક્ષા એજન્સીઓએ રાજધાની સાથે સાથે ઘણા જિલ્લાઓમાં રેડ પાડવી શરૂ કરી દીધી છે. આઈજી એટીએસનું કહેવુ છે કે સમગ્ર મામલાની તપાસ એનઆઈએ દિલ્લી દ્વારા કરવામાં આવી રહી છે. એનઆઈએ દ્વારા જે ઈનપુટ મળશે તેના આધાર પર અમે કાર્યવાહી કરીશુ.

સુહેલના મોબાઈલમાં મળ્યો ઝાકિરનો નંબર

સુહેલના મોબાઈલમાં મળ્યો ઝાકિરનો નંબર

સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ આતંકી મુફ્તી સુહેલના મોબાઈલમાંથી ઝાકિર મૂસાનો નંબર મળ્યો છે. જણાવવામાં આવી રહ્યુ છે કે હાલમાં ફોન પર ઘણી વાર સુધી ફોન પર વાતો થતી હતી. ચાર મહિના પહેલા આ બંનેની વજીરગંજમાં મુલાકાત પણ થઈ હતી. તમને જણાવી દઈએ કે ઝાકિર મૂસાનું લોકેશન ટ્રેસ થયા બાદ જ ખુફિયા અને સુરક્ષા એજન્સીઓએ રેડ મારવાનું શરૂ કરી દીધુ છે. વળી, એલર્ટ પણ આપી દેવામાં આવ્યુ છે.

આતંકી મુફ્તી સુહેલને ચાર મહિના પહેલા મળ્યો હતો મૂસા

આતંકી મુફ્તી સુહેલને ચાર મહિના પહેલા મળ્યો હતો મૂસા

એનઆઈએ હાલમાં જ આતંકી મુફ્તી સુહેલ અને ત્યારબાદ આતંકી અનસ યૂનુસની ધરપકડ કરી લીધી છે. વળી, તેના મોબાઈલ ફોનમાંથી પણ જાણકારી મળી છે. તે બાદ કહેવામાં આવી રહ્યુ છે કે આતંકી મૂસા પણ રાજધાની લખનઉમાં જ છે અને ચાર મહિના પહેલા તે સુહેલનો મળ્યો હતો. વળી, એનઆઈએને અમુક મહત્વપૂર્ણ જાણકારીઓ પણ મળી છે. જેમાં માલુમ પડ્યુ છે કે મોડ્યુલ હરકત-ઉલ-હર્બ-એ-ઈસ્લામના પ્રમુખ અને તેના સભ્ય સોશિયલ મીડિયા દ્વારા ઈસ્લામને મજબૂત કરવા માટે જકાતના નામ પર મોટા લોકો પાસે ફંડિંગ પણ કરાવતા હતા. જેનુ આ લોકોના અકાઉન્ટાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થતુ હતુ.

આ પણ વાંચોઃ ભારે હિમવર્ષાના કારણે નાથુલામાં ચીન બોર્ડર પાસે ફસાયેલા 2500 પર્યટકોને સેનાએ બચાવ્યાઆ પણ વાંચોઃ ભારે હિમવર્ષાના કારણે નાથુલામાં ચીન બોર્ડર પાસે ફસાયેલા 2500 પર્યટકોને સેનાએ બચાવ્યા

English summary
Lucknow-Kanpur is being found in the place of terrorist Zakir Musa
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X