ચંપલ પહેરીને ICU વૉર્ડમાં જતા અટકાવ્યા, તો લખનઉના મેયર મેડમ ભડકી ગયા, બોલાવી દીધુ બુલડોઝર
નેતાઓની સંવેદનશીલતા કેટલી હદે શૂન્ય થઈ રહી છે તેની પુષ્ટિ કરતા એક સમાચાર લખનઉથી જોવા મળ્યા છે. જ્યાં લખનઉના મેયર સુષમા ખરવાલ પોતાના કોઈ સ્વજનને જોવા લખનઉના બિજનૌર વિસ્તારમાં સ્થિત વિનાયક હૉસ્પિટલમાં પહોંચ્યા.
મેયર સુષમાના સ્વજન આઈસીયુમાં ભરતી હતા. આઈસીયુની ગાઈડલાઈન મુજબ ત્યાં કોઈ ચંપલ પહેરીને ના જઈ શકે. આ કારણે અહીં ડૉક્ટરે ચંપલ પહેરીને જઈ રહેલા મેયરને રોક્યા. બસ, પછી શું. મેયર મેડમ ભડકી ઉઠ્યા.

મેયર મેડમ સુષમા ખરવાલનો પારો સાતમા આસમાને પહોંચ્યો અને તેમણે તાત્કાલિક નગર નિગમનુ બુલડોઝર બોલાવી દીધુ. મહાનગરપાલિકાનું બુલડોઝર આવતા જ હૉસ્પિટલના કર્મચારીઓએ હોબાળો મચાવ્યો હતો. જે બાદ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે કોઈક રીતે લોકોને શાંત પાડ્યા હતા.
જે હૉસ્પિટલ માટે મેયર સુષ્મા ખરવાલે બુલડોઝર બોલાવ્યું હતુ તેમાં અનેક દર્દીઓની સારવાર ચાલી રહી હતી. જેના કારણે દર્દીઓના જીવ જોખમમાં મુકાયા હતા. મેયરની આ અસંવેદનશીલતા જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ સમગ્ર મામલે મેયર છાવણીનું કહેવું છે કે તેમની સાથે ગેરવર્તણૂક કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
