For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજે રાતે 12 વાગ્યાથી 21 દિવસ માટે સંપૂર્ણ લૉકડાઉન, PM મોદીનુ મોટુ એલાન

કોરોના વાયરસના વધતા સંક્રમણને જોતા કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે દેશભરમાં લૉકડાઉનની ઘોષણા કરી દીધી છે.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસના વધતા સંક્રમણને જોતા કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે દેશભરમાં લૉકડાઉનની ઘોષણા કરી દીધી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાતે 8 વાગે દેશભરમાં લૉકડાઉનની ઘોષણા કરી દીધી છે. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યુ કે આજે રાતે 12 વાગ્યાથી ઘરોમાંથી નીકળવાની સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. દેશભરમાં 21 દિવસનુ લૉકડાઉન ઘોષિત કરવામાં આવ્યુ છે.

pm modi

પીએમ મોદીએ દેશને નામ પોતાના સંબોધનમાં કહ્યુ કે જો આપણે આગલા 21 દિવસ સુધી ન સંભાળ્યુ તો દેશ 21 વર્ષ પાછળ પડી જશે. પીએમ મોદીએ લોકોને આગલા 21 દિવસ સુધી ઘરમાં જ રહેવાની અપીલ કરી છે. પીએમ મોદીએ કહ્યુ કે જનતા કર્ફ્યુથી થોડુ વધુ કડક, નિર્ણાયક લડાઈ માટે આ પગલુ ખૂબ જ જરૂરી છે. પીએમ મોદીએ દરેક દેશવાસીના જીવન બચાવવુ મારી અને મારી સરકારની જવાબદારી છે. તેમણે કહ્યુ કે જો આ 21 દિવસના લૉકડાઉનમાં ન સંભાળ્યુ તો દેશ 21 વર્ષ પાછળ રહી જશે. ઘમા પરિવાર નષ્ટ થઈ જશે. તેમણે કહ્યુ કે આ જ એકમાત્ર રસ્તો છે.

ઘરની બહાર જતુ એક પગલુ કોરોનાને તમારા ઘરમાં લાવી શકે છે. પીએમ મોદીએ કહ્યુ કે આ લૉકડાઉન 21 દિવસ માટે હશે બહાર નીકળવુ શું હોય છે આને 21 દિવસ માટે બિલકુલ ભૂલી જાવ. આ લૉકડાઉન એક લક્ષ્મણ રેખા ખેંચી દીધી છે. તમારુ માત્ર એક પગલુ કોરોના જેવી મહામારીને તમારા ઘરમાં લાવી શકે છે.

આ પણ વાંચોઃ પીએમ મોદીનું દેશને સંબોધન, સોશિયલ ડિસ્ટંસિંગ જ એકમાત્ર વિકલ્પઆ પણ વાંચોઃ પીએમ મોદીનું દેશને સંબોધન, સોશિયલ ડિસ્ટંસિંગ જ એકમાત્ર વિકલ્પ

English summary
PM Narendra Modi announces complete lock-down in the country for 21 days to fight against Coronavirus.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X